GU/Prabhupada 0618 - ગુરુ બહુ જ ખુશ થાય છે કે 'આ છોકરાએ મારા કરતાં વધુ પ્રગતિ કરી છે'



Lecture on CC Adi-lila 7.91-2 -- Vrndavana, March 13, 1974

જ્યારે એક શિષ્ય આધ્યાત્મિક વિકાસમાં પૂર્ણ બની જાય છે, ગુરુ ખૂબ જ, ખૂબ જ ખુશ થાય છે, કે "હું એક બકવાસ (વ્યક્તિ) છું, પણ આ છોકરો, તેણે મારી શિક્ષાનું પાલન કર્યું અને તેણે સફળતા પ્રાપ્ત કરી. તે મારી સફળતા છે." આ ગુરુનું લક્ષ્ય હોય છે. જેમ કે એક પિતા. આ સંબંધ છે. જેમ કે... કોઈ પણ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિને પોતાના કરતાં વધુ વિકસિત જોવા નથી ઇચ્છતું. તે સ્વભાવ છે. મત્સરતા. જો કોઈ વ્યક્તિ કોઈ પણ વિષય વસ્તુમાં વિકસિત બની જાય છે, તો હું તેનાથી ઈર્ષાળુ બનું છું. પણ ગુરુ અથવા પિતા, તે ઈર્ષાળુ નથી બનતા. તેઓ ખૂબ જ, ખૂબ જ ખુશ થાય છે, કે "આ છોકરો મારા કરતાં વધારે ઉન્નત બની ગયો છે." આ ગુરુનું પદ છે. તો કૃષ્ણ, ચૈતન્ય મહાપ્રભુ દર્શાવે છે, તેઓ (અસ્પષ્ટ) કે... જ્યારે હું કીર્તન કરું અને નૃત્ય કરું અને ભાવવિભોર થઈને રુદન કરું છું, તો મારા ગુરુ આ રીતે મારો આભાર પ્રકટ કરે છે: ભાલ હઈલ, "તે બહુ જ, બહુ જ સારું છે." પાઈલે તુમી પરમ પુરુષાર્થ: "હવે તે જીવનમાં સર્વોચ્ચ સફળતા પ્રાપ્ત કરી છે." તોમાર પ્રેમેતે: "કારણકે તું એટલો ઉન્નત થઈ ગયો છું, આમી હઈલાણ કૃતાર્થ, હું ખૂબ જ કૃતાર્થતા અનુભવું છું." આ સ્થિતિ છે.

પછી તેઓ પ્રોત્સાહિત કરે છે, નાચ, ગાઓ, ભક્ત સંગે કર સંકીર્તન: "હવે કરો. તમે આટલી બધી સફળતા પ્રાપ્ત કરી છે. હવે ફરીથી તમે ચાલ્યા જાઓ." નાચ: "તમે નૃત્ય કરો." ગાઓ: "તમે ગાઓ અને કીર્તન કરો," ભક્ત સંગે, "ભક્તોના સમાજમાં." એક વ્યવસાય બનાવવો નહીં, પણ ભક્ત સંગે. આ આધ્યાત્મિક જીવનમાં સફળતા મેળવવાનું સાચું સ્તર છે. નરોત્તમ દાસ ઠાકુર પણ કહે છે કે

તાંદેર ચરણ સેવી ભક્ત સને વાસ
જનમે જનમે મોર એઈ અભિલાષ

નરોત્તમ દાસ ઠાકુર કહે છે કે "જન્મ પછી જન્મ." કારણકે એક ભક્ત, તે ભગવદ ધામ જવાની ઈચ્છા નથી કરતો. ના. કોઈ પણ જગ્યાએ, તેનો ફરક નથી પડતો. તેણે ફક્ત પરમ ભગવાનના ગુણગાન કરવા હોય છે. તે તેનું કાર્ય છે. ભક્તનું તે કાર્ય નથી કે તે કીર્તન કરે છે અને નૃત્ય કરે છે અને ભક્તિમય સેવા કરે છે વૈકુંઠ અથવા ગોલોક વૃંદાવન જવા માટે. તે કૃષ્ણની ઈચ્છા છે. "જો તેમની ઈચ્છા હશે, તેઓ મને લઈ જશે." જેમ કે ભક્તિવિનોદ ઠાકુરે કહું: ઈચ્છા યદિ તોર. જન્માઓબી યદિ મોરે ઈચ્છા યદિ તોર, ભક્ત ગૃહેતે જન્મ હાઉ પ મોર. ભક્ત ફક્ત તેટલી જ પ્રાર્થના કરે છે કે.. તે કૃષ્ણને પ્રાર્થના નથી કરતો કે "કૃપા કરીને મને વૈકુંઠ અથવા ગોલોક વૃંદાવન પાછો લઈ જાઓ." ના. "જો તમે વિચારો કે મારે ફરીથી જન્મ લેવો જોઈએ, તો તે ઠીક છે. પણ માત્ર, માત્ર મારી વિનંતી છે કે મને એક ભક્તના ઘરે જન્મ આપજો. બસ. જેથી હું તમને ભૂલી ના જાઉં." ભક્તની ફક્ત આ જ પ્રાર્થના હોય છે.