GU/Prabhupada 0620 - તમારા ગુણ અને કર્મ અનુસાર તમે એક ચોક્કસ વ્યાવસાયિક કાર્યમાં પ્રવૃત્ત થાઓ છો



Lecture on SB 1.7.36-37 -- Vrndavana, September 29, 1976

ફક્ત કૃષ્ણ તમારી સુરક્ષા કરી શકે - બીજું કોઈ નહીં. જો તમે આ જાણો, તો તમે પ્રમત્ત નથી. અને જો તમે આ જાણો નહીં, જો તમે એક ધૂર્ત છો, તો તમે પ્રમત્ત છો. ફક્ત કૃષ્ણ. કૃષ્ણ તેથી કહે છે, તેઓ આશ્વાસન આપે છે, કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (BG 5.29)(ભ.ગી. ૧૮.૬૬). સુહ્રદમ સર્વભૂતાનામ (ભ.ગી. ૫.૨૯): "હું દરેક વ્યક્તિનો મિત્ર છું. હું તમને સુરક્ષા આપી શકું છું." અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિશ્યામિ (ભ.ગી. ૧૮.૬૬). તો તમારે કૃષ્ણની શરણ લેવી પડે; નહિતો તમે પ્રમત્ત છો, ધૂર્ત, મૂઢ. કૃષ્ણ સલાહ આપે છે કે "આ કરો." પણ આપણે ધૂર્ત છીએ, પ્રમત્ત. આપણે વિચારીએ છીએ કે "મારો પુત્ર મને સુરક્ષા આપશે, મારી પત્ની મને સુરક્ષા આપશે, મારો મિત્ર મને સુરક્ષા આપશે, મારી સરકાર મને સુરક્ષા આપશે." આ બધુ બકવાસ છે, પ્રમત્ત. આ પ્રમત્તનો અર્થ છે. જરા સમજવાનો પ્રયાસ કરો. પ્રમત્ત: તસ્ય નિધનમ પશ્યન્ન અપિ (શ્રી.ભા. ૨.૧.૪).

બીજું પ્રમત્ત છે, કે જે લોકો ઇન્દ્રિય તૃપ્તિની પાછળ પાગલ છે. નૂનમ પ્રમત્ત: કુરુતે વિકર્મ (શ્રી.ભા. ૫.૫.૪). આ બીજો શ્લોક છે, નૂનમ પ્રમત્ત: જે લોકો પ્રમત્ત છે, જેમને જીવનની કોઈ જવાબદારી નથી, ક્યારેક બિનજરૂરી ચોરી અને ઘણા ખોટા કાર્યો કરતાં - વિકર્મ. કેમ? હવે પ્રમત્ત, તે પણ પાગલ છે. નૂનમ પ્રમત્ત: કુરુતે વિકર્મ (શ્રી.ભા. ૫.૫.૪). અને કેમ તે દંડિત થવાનું જોખમ લઈ રહ્યો છે? ધારોકે એક માણસ ચોરી કરી રહ્યો છે. તેને દંડ થશે. ક્યાંતો રાજ્યના નિયમો દ્વારા અથવા પ્રકૃતિ, ભગવાન, ના નિયમો દ્વારા, તે દંડિત થશે. તે રાજયના નિયમોથી છૂટી શકે છે, પણ તે પ્રકૃતિ, અથવા ભગવાનના નિયમોમાથી છૂટી ના શકે. પ્રકૃતે: ક્રિયમાણાની ગુણે: કર્માણી (ભ.ગી. ૩.૨૭). તે શક્ય નથી. જેમ કે પ્રકૃતિનો નિયમ: જો તમને કોઈ રોગ થાય, તો તમને દંડ મળે જ. તમે તે રોગથી પીડાશો. તે દંડ છે. તમે છૂટી ના શકો. તેવી જ રીતે, કઈ પણ તમે કરો, કારણમ ગુણ સંગો અસ્ય (ભ.ગી. ૧૩.૨૨). જો તમે કુતરા અને બિલાડાની જેમ જીવન જીવો, તે ચેપ છે, ગુણ, તમોગુણ. તો તમારા આગલા જીવનમાં તમે કૂતરો બનો છો. તમને દંડ મળવો જ જોઈએ. આ પ્રકૃતિનો નિયમ છે.

તો તેથી જે વ્યક્તિ આ બધા નિયમો નથી જાણતો, તે ઘણા બધા પાપમય કાર્યો કરે છે, વિકર્મ. કર્મ, વિકર્મ, અકર્મ. કર્મ મતલબ જે નિયુક્ત છે. ગુણ કર્મ. ગુણ કર્મ વિભાગશ: (ભ.ગી. ૪.૧૩). કર્મ મતલબ, જેમ શાસ્ત્રમાં કહ્યું છે, જેમ તમે એક ચોક્કસ પ્રકારનો પ્રકૃતિનો ગુણ વિકસિત કર્યો છે, તમારું કર્મ તે પ્રકારનું છે: બ્રાહ્મણ કર્મ, ક્ષત્રિય કર્મ, વૈશ્ય કર્મ. તો જો તમે પાલન કરો... તે ગુરુ અને શાસ્ત્રનું કર્તવ્ય છે, નિયુક્ત કરવું, જ્યારે તે બ્રહ્મચારી છે, તે "તું આમ કર." "તું બ્રાહ્મણની જેમ કામ કર," "તું ક્ષત્રિયની જેમ કામ કર," "તું વૈશ્યની જેમ કામ કર," અને બીજા, "શુદ્ર." તો આ વિભાજન ગુરુ દ્વારા થાય છે. કેવી રીતે? યસ્ય યલ લક્ષણમ પ્રોક્તમ વર્ણાભિવ્યજ્ઞકમ (શ્રી.ભા. ૭.૧૧.૩૫). ગુરુ કહેશે કે "તું આમ કર." તો તે નક્કી થવું જોઈએ. તે કર્મ છે, ગુણ કર્મ. ગુરુ જુએ છે કે તેને આ ગુણો છે. તે સ્વાભાવિક છે. જેમ કે શાળામાં, કોલેજમાં, કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિકની જેમ પ્રશિક્ષિત થાય છે, કોઈ વ્યક્તિ ઇજનેરની જેમ પ્રશિક્ષિત થાય છે, તબીબ તરીકે, વકીલ તરીકે. વૃત્તિ પ્રમાણે, વિદ્યાર્થીના વ્યાવહારિક મનોવિજ્ઞાન પ્રમાણે, તેને સલાહ આપવામાં આવે છે કે "તું આ વિષય લે." તેવી જ રીતે, આ સમાજના ચાર વિભાગો, તે બહુ જ વૈજ્ઞાનિક છે. તો ગુરુની શિક્ષાથી, જ્યારે તે ગુરુકુળમાં છે, તેને એક ચોક્કસ પ્રકારનું કાર્ય આપવામાં આવશે, અને જો તે નિષ્ઠાપૂર્વક કરશે... સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય (ભ.ગી. ૧૮.૪૬). સાચો હેતુ છે કૃષ્ણ ભાવનામૃત. અને તેના ગુણ અને કર્મ અનુસાર તેને એક ચોક્કસ કાર્યમાં સંલગ્ન કરવામાં આવે છે.

જો કૃષ્ણની સંતુષ્ટિ માટે હોય તો કોઈ પણ વસ્તુ ખરાબ નથી. અત: પુંભીર દ્વિજ શ્રેષ્ઠ વર્ણાશ્રમ વિભાગશ: (શ્રી.ભા. ૧.૨.૧૩). વર્ણાશ્રમ વિભાગ હોવો જ જોઈએ. પણ વર્ણાશ્રમનો હેતુ શું છે? ફક્ત બ્રાહ્મણ બની જવાથી શું તે સફળ છે? ના. કૃષ્ણને સંતુષ્ટ કર્યા વગર કોઈ પણ સફળ ના બની શકે. તે સાચી સફળતા છે.