GU/Prabhupada 0619 - લક્ષ્ય છે કેવી રીતે આધ્યાત્મિક જીવન સુધારવું, તે ગૃહસ્થાશ્રમ છે



Lecture on SB 1.7.24 -- Vrndavana, September 21, 1976

મતિર ન કૃષ્ણે પરત: સ્વતો વા મિથો અભિપદ્યેત ગૃહવ્રતાનામ (શ્રી.ભા. ૭.૫.૩૦). ગૃહવ્રતાનામ મતિર ન કૃષ્ણે. જેમણે પ્રતિજ્ઞા લીધી છે, કે "હું આ પારિવારિક જીવનમાં રહીશ, અને મારી સ્થિતિને સુધારીશ," ગૃહવ્રતાનામ... ગૃહવ્રત. ગૃહસ્થ અને ગૃહવ્રત અલગ અલગ છે. ગૃહસ્થ મતલબ ગૃહસ્થાશ્રમ. એક પુરુષ પત્ની અને બાળકો સાથે રહેતો, પણ લક્ષ્ય છે કેવી રીતે આધ્યાત્મિક જીવન સુધારવું. તે ગૃહસ્થાશ્રમ છે. અને જેને આવો કોઈ ધ્યેય નથી, તેને માત્ર ઇન્દ્રિય તૃપ્તિ કરવી છે, અને તે હેતુ માટે તે ઘરને સજાવે છે, પત્નીને, બાળકોને સજાવે છે - તે ગૃહવ્રત અથવા ગૃહમેધી કહેવાય છે. સંસ્કૃતમાં અલગ અલગ શબ્દોના અલગ અલગ અર્થો હોય છે. તો જેઓ ગૃહવ્રત છે, તેઓ કૃષ્ણ ભાવનાભાવિત ના બની શકે. મતિર ન કૃષ્ણે પરત: સ્વતો વા. પરત: મતલબ ગુરુ અથવા સત્તાની આજ્ઞાથી, પરત: અને સ્વતો વા. સ્વત: મતલબ આપમેળે. અને આપમેળે શિક્ષા આપવા છતાં પણ શક્ય નથી. કારણકે તેની પ્રતિજ્ઞા છે કે "હું આ રીતે જ રહીશ." ગૃહવ્રતાનામ. મતિર ન કૃષ્ણે પરત: સ્વતો વા મિથો અભિપદ્યેત. મિથ:, કોઈ સભા, મુલાકાત, કોઈ ઠરાવ પસાર કરવાથી નહીં, "શું આપણે કૃષ્ણ ભાવનાભાવિત બનવું છે," તે શક્ય નથી. તે બધુ વ્યક્તિગત છે. મારે કૃષ્ણને વ્યક્તિગત રીતે શરણાગત થવાનું છે. જેમ કે જ્યારે તમે વિમાનમાં આકાશમાં જાઓ છો, તે બધુ વ્યક્તિગત છે. જો એક વિમાન સંકટમાં છે, બીજું વિમાન સહાયતા ના કરી શકે. તે શક્ય નથી. તેવી જ રીતે, તે બધુ વ્યક્તિગત છે. તે બધુ પરત: સ્વતો વા છે. વ્યક્તિએ તે ગંભીરતાથી, વ્યક્તિગત રીતે, લેવું જોઈએ કે "કૃષ્ણ ઈચ્છે છે, તો હું શરણાગતિ કરીશ. કૃષ્ણે કહ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬)), તો હું કરીશ." એવું નહીં કે "જ્યારે મારા પિતા કરશે, ત્યારે હું કરીશ," અથવા "મારા પતિ કરશે, ત્યારે હું કરીશ," અથવા "મારી પત્ની કરશે." ના. તે બધુ વ્યક્તિગત છે. તે બધુ વ્યક્તિગત છે. અને કોઈ અંકુશ નથી. કોઈ અંકુશ નથી. અહૈતુકી અપ્રતિહતા. જો તમારે કૃષ્ણને શરણાગત થવું હોય, કોઈ તમને રોકી ના શકે. અહૈતુકી અપ્રતિહતા યયા આત્મા સુપ્રસિદતી (શ્રી.ભા. ૧.૨.૬). જ્યારે તમે તે વ્યક્તિગત રીતે કરો... જો તમે કરો... સામૂહિક રીતે જો તે થાય, તે સારું છે, પણ તે વ્યક્તિગત રીતે કરવું પડે.