GU/Prabhupada 0628 - આપણે 'કદાચ', હોઈ શકે' જેવી વસ્તુઓ સ્વીકારતા નથી. ના. આપણે જે હકીકત છે તે સ્વીકારીએ છીએ



Lecture on BG 2.13 -- Pittsburgh, September 8, 1972

તો અહી, પૂર્ણ જ્ઞાન કૃષ્ણ દ્વારા કહેલું છે:

દેહીનો અસ્મિન યથા દેહે
કૌમારમ યૌવનમ જરા
તથા દેહાંતર પ્રાપ્તિર
ધિરસ તત્ર ન મુહ્યતિ
(ભ.ગી. ૨.૧૩)

દેહીન:, જીવનું, શરીર બદલાઈ રહ્યું છે. તેવી જ રીતે, મૃત્યુ પછી, કહેવાતી મૃત્યુ પછી... કારણકે કોઈ મૃત્યુ છે જ નહીં. આ સ્થૂળ શરીરની કાર્ય સમાપ્તિ પર, આત્મા બીજા સ્થૂળ શરીરમાં સ્થાનાંતરિત થાય છે. આ વિધાન આપણને ભગવદ ગીતામાથી મળે છે. અને જો આપને આ વિધાનને સ્વીકારીએ, "આ હકીકત છે," પછી આપણું આધ્યાત્મિક જીવન તરત જ શરૂ થાય છે. આ સમજણ વગર, આધ્યાત્મિક સમજણનો કોઈ પ્રશ્ન જ નથી. બધુ ધૂંધળું છે, ફક્ત માનસિક તર્ક, "હોઈ શકે," "કદાચ." આ સિદ્ધાંતો કહેવાતા વૈજ્ઞાનિકો અને તત્વજ્ઞાનીઓ દ્વારા મૂકવામાં આવ્યા છે. પણ આપણે "કદાચ," "હોઈ શકે" જેવી વસ્તુઓ સ્વીકારતા નથી. ના. આપણે જે હકીકત છે તેને સ્વીકારીએ છીએ. તે માન્યતાનો પ્રશ્ન નથી, તે હકીકતનો પ્રશ્ન છે. તો આ હકીકત છે.

હવે, કેવી રીતે આત્મા સ્થાનાંતર કરી રહ્યો છે? ધારોકે આ જીવન પછી, મને સારું જીવન મળે છે, તે સારું છે. પણ જો મને નીચલું જીવન મળે, તો શું પરિસ્થિતી છે? જો આગલા જીવનમાં મને એક બિલાડી અથવા કુતરા અથવા ગાયનું જીવન મળે છે. ધારોકે તમે ફરીથી અમેરિકામાં જન્મ લો છો. પણ તમે તમારું શરીર બદલો છો, તો આખી પરિસ્થિતી બદલાઈ જાય છે. મનુષ્ય તરીકે, તમને રાજ્ય દ્વારા સુરક્ષા આપવામાં આવે છે, પણ જેવુ તમે બીજા શરીરમાં આવો છો, ક્યાંતો વૃક્ષ અથવા પ્રાણી, વ્યવહાર અલગ છે. પ્રાણી કતલખાને જાય છે; વૃક્ષો કપાઈ રહ્યા છે. કોઈ વિરોધ નથી. તો આ ભૌતિક જીવનની અવસ્થા છે. ક્યારેક આપણને જીવનની સારી સ્થિતિ મળે છે, ક્યારેક આપણને જીવનની નીચલી સ્થિતિ મળે છે. કોઈ ખાત્રી નથી. તે મારા કર્મ પર આધારિત છે. તે વ્યાવહારિક છે. જીવનમાં પણ, જો તમે શિક્ષિત બનશો, તો તમારું ભવિષ્ય બહુ સારું છે. જો તમે શિક્ષિત નહીં બનો, તો તમારું ભવિષ્ય બહુ ઉજ્જવળ નથી. તેવી જ રીતે, આ મનુષ્ય જીવન, આપણે જન્મ અને મૃત્યુના પુનરાવર્તનનો ઉપાય કરી શકીએ છીએ. અને મનુષ્ય જીવનનું તે જ એક માત્ર કાર્ય છે, કેવી રીતે આ જીવનની ભૌતિક અવસ્થામાથી બહાર નીકળવું: જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા, અને રોગ. આપણે ઉપાય કરી શકીએ છીએ. અને તે ઉપાય છે કૃષ્ણ ભાવનામૃત. જેવા આપણે કૃષ્ણ ભાવનાભાવિત બનીએ છીએ... કૃષ્ણ ભાવનાભાવિત મતલબ કૃષ્ણ, પરમ, તેઓ, સ્વામી, ભગવાન. આપણે કૃષ્ણના અભિન્ન અંશ છીએ. આ કૃષ્ણ ભાવનામૃત છે. ફક્ત તે સમજવું કે... જેમ કે તમે સમજો છો કે તમારા પિતા, અને તમારા ભાઈઓ અને તમે પોતે. તમે બધા પિતાના પુત્રો છો. તો તે સમજવું બહુ મુશ્કેલ નથી. એક પિતા આખા પરિવારનું પાલન કરે છે, તેવી જ રીતે, કૃષ્ણ, પરમ સ્વામી, અથવા ભગવાન, તેઓ અસંખ્ય પુત્રો, જીવો, અને તેઓ આખા શરીર, આખા પરિવારનું પાલન કરે છે. શું મુશ્કેલી છે? પછી આગલું કર્તવ્ય છે વિકસિત ચેતનાવાળું બનવું. જેમ કે એક સારો પુત્ર, જ્યારે તે અનુભવે છે કે "પિતાએ મારા માટે આટલું બધુ કર્યું છે. મારે ઋણ ચૂકવવું જોઈએ, અથવા ઓછામાં ઓછું મારે કૃતજ્ઞ બનવું જોઈએ મારા પિતાએ મારા માટે જે કર્યું છે તેના માટે," આટલી ભાવનાને કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે.