GU/Prabhupada 0629 - આપણે વિભિન્ન વેશોમાં ભગવાનના વિભિન્ન પુત્રો છીએ



Lecture on BG 2.13 -- Pittsburgh, September 8, 1972

તો કૃષ્ણ ભાવનાભાવિત બનવા માટે, આપણે માત્ર આ ત્રણ વસ્તુઓ પ્રાપ્ત કરવી પડે:

ભોકતારમ યજ્ઞ તપસામ
સર્વ લોક મહેશ્વરમ
સુહ્રદમ સર્વભૂતાનામ
જ્ઞાત્વા મામ શાંતિમ ઋચ્છતી
(ભ.ગી. ૫.૨૯)

આપણે દરેક સુખી, સંતુષ્ટ, થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે અસ્તિત્વનો સંઘર્ષ છે. પણ જો આપણે આ ત્રણ સિદ્ધાંતોને સમજીએ, કે ભગવાન પરમ પિતા છે, ભગવાન પરમ માલિક છે, ભગવાન પરમ મિત્ર છે, આ ત્રણ વસ્તુઓ, જો તમે સમજો, તો તમે તરત જ શાંત બની જાઓ છો. તરત જ. તમે કેટલા બધા મિત્રોની મદદ ઇચ્છતા હોવ છો. પણ જો આપણે ફક્ત ભગવાન, કૃષ્ણ, ને સ્વીકારીએ મારા મિત્ર તરીકે, પરમ મિત્ર, તમારી મિત્રતાની સમસ્યાનું સમાધાન થઈ જાય છે. તેવી જ રીતે, જો આપણે ભગવાનને પરમ માલિક તરીકે સ્વીકારીએ, તો આપણી બીજી સમસ્યાનું સમાધાન થઈ જાય છે. કારણકે આપણે ખોટી રીતે તે વસ્તુઓની માલિકીનો દાવો કરીએ છીએ જે ભગવાનની છે. પણ ખોટી રીતે દાવો કરીએ છીએ કે "આ ભૂમિ, આ અમેરિકાની ભૂમિ, અમેરિકનોની છે; આફ્રિકાની ભૂમિ આફ્રિકનોની છે." ના. દરેક જમીન ભગવાનની છે. આપણે અલગ વેશમાં ભગવાનના અલગ અલગ પુત્રો છીએ. આપણને પિતા, ભગવાન, ની સંપત્તિનો ઉપયોગ કરવાનો હક છે, બીજાના હક પર હાથ માર્યા વગર. જેમ કે પરિવારમાં, આપણે રહીએ છીએ, ઘણા બધા ભાઈઓ. તો જે પણ પિતા, માતા આપણને આપે આપણે ખાઈએ છીએ. આપણે બીજાની થાળીમાં હાથ નથી મારતા. તે સભ્ય પરિવાર નથી. તેવી જ રીતે, જો આપણે ભગવદ ભાવનાભાવિત, કૃષ્ણ ભાવનાભાવિત, બનીએ, તો દુનિયાની બધી જ સમસ્યાઓ - સમાજશાસ્ત્ર, ધર્મ, આર્થિક વિકાસ, રાજનીતિ - બધાનું સમાધાન થઈ જશે. તે હકીકત છે.

તેથી અમે કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ માનવ સમાજના સંપૂર્ણ કલ્યાણ માટે. અમે બુદ્ધિશાળી વ્યક્તિઓને વિનંતી કરીએ છીએ, ખાસ કરીને વિદ્યાર્થીવર્ગને, આ આંદોલનમાં જોડાવા, વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કરો આ આંદોલન શું છે. અમારી પાસે ઘણી બધી પુસ્તકો છે, ઓછામાં ઓછી બે ડઝન પુસ્તકો, મોટા, મોટા ગ્રંથો. તો તમે તેને વાંચી શકો છો, તમે આ આંદોલનને સમજવાનો પ્રયાસ કરો, અને અમારી સાથે જોડાઓ. આપનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ.

(દર્શકોની તાળીઓ)