GU/Prabhupada 0631 - હું શાશ્વત છું, શરીર શાશ્વત નથી, આ હકીકત છે



Lecture on BG 2.28 -- London, August 30, 1973

આ સંદર્ભમાં એક મુદ્દો છે કે રાત્રે જ્યારે હું સ્વપ્ન જોઈ રહ્યો હોઉ છું હું આ શરીરને ભૂલી જાઉં છું. આ શરીર, સ્વપ્નમાં, હું જોઉ છું કે હું અલગ સ્થળે ગયો છું, અલગ માણસો સાથે વાત કરતો, અને મારી સ્થિતિ અલગ છે. પણ તે સમયે હું યાદ નથી રાખતો કે વાસ્તવમાં મારુ શરીર હું જે એપાર્ટમેંટમાં આવ્યો છું ત્યાં પથારીમાં પડ્યું છે. પણ આપણે આ શરીરને યાદ નથી રાખતા. તે દરેક વ્યક્તિનો અનુભવ છે. તેવી જ રીતે, જ્યારે તમારે જ્યારે ફરીથી, સવારે જાગૃત સ્તર પર આવો છો, પથારીમાથી ઉઠ્યા પછી, હું સ્વપ્નમાં બનાવેલા બધા જ શરીરો ભૂલી જાઉં છું. તો કયું સાચું છે? આ સાચું છે? આ શરીર સાચું છે, અથવા તે શરીર સાચું છે? કારણકે રાત્રે હું આ શરીર ભૂલી જાઉં છું, અને સવારે હું બીજું સ્વપ્નનું શરીર ભૂલી જાઉં છું. તો બંને સાચા નથી. તે ફક્ત ભ્રાંતિ છે. પણ હું સાચો છું કારણકે હું રાત્રે જોઉ છું, હું દિવસે જોઉ છું. તો હું શાશ્વત છું, શરીર શાશ્વત નથી. આ હકીકત છે. અંતવંત ઈમે દેહા નિત્યસ્યોક્તા: શરીરીણા: (ભ.ગી. ૨.૧૮). શરીરીણા:, શરીરનો માલિક, શાશ્વત છે, પણ શરીર નહીં. ઘણી બધી રીતે, કૃષ્ણ આ શરીરની ભૌતિક અવસ્થા વિશે સમજાવી રહ્યા છે. પણ જે લોકો બહુ બુદ્ધિશાળી નથી, જ્ઞાનનો અભાવ, તેમના માટે સમજવું બહુ મુશ્કેલ છે. નહિતો, વસ્તુઓ ખૂબ જ સ્પષ્ટ છે. આ મુદ્દો બહુ જ સ્પષ્ટ છે. કે રાત્રે હું આ શરીર ભૂલી જાઉં છું, અને દિવસે હું રાત્રિનું શરીર ભૂલી જાઉં છું. આ હકીકત છે. તેવી જ રીતે, હું મારા ગયા જન્મને ભૂલી જઈ શકું છું, છેલ્લા જીવનની અવધિ, અથવા હું મારૂ ભવિષ્યનું શરીર ના જાણી શકું. પણ હું અસ્તિત્વમાં રહીશ, અને શરીર બદલાઈ શકે છે, પણ મારે બીજું કામચલાઉ શરીર સ્વીકારવું જ પડશે. પણ હું, જેમ અસ્તિત્વમાં છું, તેનો મતલબ મારે એક શરીર છે. તે આધ્યાત્મિક શરીર છે.

તો આધ્યાત્મિક શરીર અસ્તિત્વમાં છે, અને આધ્યાત્મિક વિકાસ મતલબ સૌ પ્રથમ મારી પોતાની આધ્યાત્મિક ઓળખ જાણવી. જેમ કે સનાતન ગોસ્વામી તેમના મંત્રીપદમાથી નિવૃત્ત થયા પછી શ્રી ચૈતન્ય મહાપ્રભુ પાસે ગયા. તો સૌ પ્રથમ તેમણે કહું કે, કે આમિ, કેને આમાય જારે તાપ ત્રય: (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૨) "વાસ્તવમાં, હું જાણતો નથી કે હું કોણ છું, અને કેમ હું આ જીવનની દુખમય પરિસ્થિતીમાં મુકાયો છું." તેથી જીવનની દુખમય સ્થિતિ છે આ શરીર. કારણકે મને છે... સ્વપ્નમાં પણ. જ્યારે મને બીજું શરીર મળે છે, ક્યારેક આપણે જોઈએ છીએ કે એક મોટા વડના વૃક્ષની ટોચ પર અથવા એક ઊંચા પર્વતની ટોચ પર હું છું અને બસ, હું નીચે પડી રહ્યો છું. અને હું ભયભીત છું, ક્યારેક હું રડું છું, "હવે, હું નીચે પડી રહ્યો છું." તો આ શરીર, આ ભૌતિક શરીર, જે શરીર મને છે, જે... વાસ્તવમાં મને આમાથી કોઈ શરીર નથી. મને એક અલગ આધ્યાત્મિક શરીર છે.

તો આ મનુષ્ય જીવન તે સાક્ષાત્કાર માટે છે, કે "હું આ ભૌતિક શરીર નથી, મને એક આધ્યાત્મિક શરીર છે." પછી આગલો પ્રશ્ન હશે, "તો મારુ કાર્ય શું છે?" વર્તમાન શરીરમાં કોઈક ભૌતિક અવસ્થામાં હું વિચારું છું, "આ મારુ શરીર છે," અને શરીર આ દેશ અથવા આ પરિવારની કોઈ ચોક્કસ અવસ્થામાં બનેલું છે; તેથી, "આ મારો પરિવાર છે, આ મારો દેશ છે, આ મારુ રાષ્ટ્ર છે." બધુ જીવનના શારીરિક ખ્યાલ પર. અને જો હું આ શરીર નથી, તો આ શરીરના સંબંધમાં, મારો પરિવાર અથવા મારો દેશ અથવા મારો સમાજ, અથવા મારા સંબંધો, તે ખોટા છે કારણકે શરીર ખોટું છે.