GU/Prabhupada 0632 - જો હું સાક્ષાત્કાર કરું કે હું આ શરીર નથી, તો હું પ્રકૃતિનો ત્રણ ગુણોને લાંઘી જાઉં છું



Lecture on BG 2.28 -- London, August 30, 1973

તેથી શંકરાચાર્યે આ સિદ્ધાંત આપ્યો: બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ મતલબ આત્મા વાસ્તવમાં સત્ય છે, ભૌતિક પ્રાકટ્ય નહીં. ભૌતિક પ્રાકટ્ય, અવશ્ય, તેઓ કહે છે મિથ્યા છે. આપણે નથી કહેતા કે તે મિથ્યા છે. આપણે કહીએ છીએ તે કામચલાઉ છે. તો આપણી મુખ્ય ચિંતા છે કે હું કામચલાઉ નથી. મારૂ શરીર કામચલાઉ છે. અત્યારે હું શરીર માટે કાર્ય કરી રહ્યો છું. તે ભ્રમ છે. અહમ મમેતી (શ્રી.ભા. ૫.૫.૮). તો સાચી હકીકત શું છે? સાચી હકીકત છે કે હું આધ્યાત્મિક અંશ છું, અને સંપૂર્ણ આધ્યાત્મિક આત્મા છે કૃષ્ણ, અથવા ભગવાન. તેથી, ભગવાનના અંશ તરીકે મારૂ કર્તવ્ય છે ભગવાનની સેવા કરવી. તે આધ્યાત્મિક જીવન છે, ભક્તિયોગ, તેને સ્વરૂપ કહેવાય છે. અને બીજી જગ્યાએ, ભગવદ ગીતા પુષ્ટિ કરે છે કે સ ગુણાન સમતીત્યૈતાન બ્રહ્મભૂયાય કલ્પતે (ભ.ગી. ૧૪.૨૬). જ્યારે હું સાક્ષાત્કાર કરું છું કે હું આ શરીર નથી, તો તરત જ હું આ ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો: સત્વગુણ, રજોગુણ, તમોગુણ ને પાર કરી જાઉં છું. જીવનના શારીરિક ખ્યાલ હેઠળ, હું આ ભૌતિક પ્રકૃતિના કોઈ એક ગુણથી પ્રભાવિત થાઉં છું અને કાર્ય કરું છું.

ભાગવતમાં પણ તે કહ્યું છે: યયા સમ્મોહિતો જીવ આત્માનમ ત્રિગુણાત્મકમ મનુતે અનર્થમ (શ્રી.ભા. ૧.૭.૫). તો કારણકે મે આ ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોમાથી એકનું બનેલું શરીર સ્વીકાર કરેલું છે, અને ઓળખું છું, તેથી મે આટલા બધા અનર્થ બનાવેલા છે. અનર્થ મતલબ બિનજરૂરી વસ્તુઓ. તતકૃતમ ચાભિપદ્યતે. અને શરીરના સંબંધો બનાવ્યા પછી ઘણી બધી બિનજરૂરી વસ્તુઓ હું વિચારોમાં લીન છું, કે "હું, હું ફલાણા ફલાણા દેશનો છું. તેથી મારૂ કર્તવ્ય છે આ કરવું, રાષ્ટ્ર માટે કરવું, અથવા સમાજ માટે કરવું, અથવા પરિવાર માટે કરવું, અથવા મારા પોતાને માટે કરવું, અથવા મારી પત્ની, મારા બાળકો." આ છે, વેદિક વિચારધારા અનુસાર, આ ભ્રમ છે. અહમ મમેતી (શ્રી.ભા. ૫.૫.૮). જનસ્ય મોહો અયમ. મોહ મતલબ ભ્રમ. હું ભ્રામક પરિસ્થિતિઓ ઉત્પન્ન કરું છું અને બદ્ધ થાઉં છું. આ મારી સ્થિતિ છે. પણ મારૂ સાચું ધ્યેય છે કેવી રીતે આ ભ્રમમાથી બહાર આવવું અને મારી મૂળ ચેતનામાં આવવું, કૃષ્ણ ભાવનામૃત, અને પછી મને પાછું મળે છે. કૃષ્ણ ભાવનામૃત મતલબ આધ્યાત્મિક શરીર. જેવુ હું આધ્યાત્મિક શરીરના આધાર પર કાર્ય કરું છું, તેને મુક્તિ કહેવાય છે. તેની જરૂર છે. પછી હું આનંદપૂર્વક જ્ઞાનનું શાશ્વત જીવન જીવીશ. તે મારી સમસ્યા છે.

પણ લોકોને જીવનના આ શારીરિક ખ્યાલ પર શિક્ષિત કરવામાં આવે છે, અને તેઓ સમસ્યાઓ ઉત્પન્ન કરી રહ્યા છે, અને સમસ્યાઓનો ઉકેલ કરવા માટે, તેઓ પાપમય કાર્યોમાં બદ્ધ થઈ રહ્યા છે. જેમ કે આજે સવારે આપણે ચર્ચા કરી રહ્યા હતા ગર્ભપાત વિશે, એક શિશુના શરીરની માતાના ગર્ભમાં હત્યા. કારણકે આપણે જાણતા નથી કે એક શિશુના શરીરમાં આત્મા... તેની હત્યા ના થઈ શકે. તેની હત્યા ના થઈ શકે. પણ તે પણ સમજાવેલું છે, કે જે વ્યક્તિ આત્માની શાશ્વતતા જાણે છે, તે કોઈને મારતો નથી, કે ન તો આત્મા મરે છે. પણ આપણે સમસ્યાઓ ઉત્પન્ન કરી રહ્યા છીએ. કારણકે આત્માએ આ શરીરની શરણ ગ્રહણ કરી છે અને કહેવાતું તબીબી વિજ્ઞાન સલાહ આપે છે તે શરીરનો વિનાશ કરવાનું, તેનો મતલબ તે બદ્ધ થઈ રહ્યો છે. વ્યક્તિ કે જે સલાહ આપી રહ્યો છે... હું સમજુ છું કે એક સજ્જન અહી આવે છે, તેમની પત્ની એક ડોક્ટર છે અને તેનું કાર્ય છે ગર્ભવતી સ્ત્રીઓનું નિરીક્ષણ કરવું, અને સલાહ આપવી કે શિશુની હત્યા કરવી કે નહીં. આ કાર્ય છે.