GU/Prabhupada 0652 - પદ્મ પુરાણ તેવા વ્યક્તિઓ માટે છે જે સત્વ ગુણમાં છે



Lecture on BG 6.6-12 -- Los Angeles, February 15, 1969

ભક્ત: તાત્પર્ય: "પરમ સત્યના સાક્ષાત્કાર વગરનું ચોપડિયું જ્ઞાન બેકાર છે. આ કહ્યું છે જેમ કે પદ્મ પુરાણમાં આપેલું છે..."

પ્રભુપાદ: હા, પદ્મા પુરાણ. અઢાર પુરાણો છે. મનુષ્યો ત્રણ ગુણમાં હોય છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ બધા બદ્ધ જીવોને અલગ અલગ જીવનના પ્રકારો પ્રાપ્ત કરવા માટે, પુરાણોની રજૂઆત છે. છ પુરાણો છે તેવા વ્યક્તિઓ માટે જે સત્વગુણમાં છે. અને છ પુરાણો છે વ્યક્તિઓ માટે જે રજોગુણમાં છે. અને છ પુરાણો - જે લોકો તમોગુણમાં છે, તે પુરાણો તેમના માટે છે. આ પદ્મ પુરાણ વ્યક્તિઓ માટે છે જે સત્વગુણમાં છે. વેદિક રીતિઓ અનુસાર, તમે ઘણા બધા અલગ અલગ કર્મકાંડો જોશો. તે અલગ અલગ પ્રકારના માણસોને કારણે છે. જેમ કે તમે વેદિક સાહિત્ય વિશે સાંભળ્યુ છે, એક કર્મકાંડ છે બકરાનું બલિદાન આપવું દેવી કાલીની સમક્ષ. પણ આ પુરાણ, માર્કણ્ડેય પુરાણ, તેવા વ્યક્તિઓ માટે છે જે તમોગુણમાં છે.

જેમ કે એક વ્યક્તિ માંસ ખાવા માટે આસક્ત છે. હવે, એકાએક, જો તેને સલાહ આપવામાં આવે કે માંસાહાર સારું નથી... અથવા એક વ્યક્તિ દારૂ પીવામાં આસક્ત છે. જો એકાએક તેને કહેવામા આવે કે સારું નથી, તે સ્વીકાર ના કરી શકે. તેથી પુરાણોમાં આપણે જોઈશું, "ઠીક છે, જો તારે માંસ ખાવું હોય, તું ફક્ત દેવી કાલીની પૂજા કર અને દેવીની સમક્ષ એક બકરાનું બલિદાન આપ. અને તું માંસ ખાઈ શકે છે. તમે માંસને કતલખાનામાથી ખરીદીને ખાઈ ના શકો. તમારે આ રીતે ખાવું પડે." તેનો મતલબ પ્રતિબંધ. કારણકે તમારે દેવી કાલીની સમક્ષ યજ્ઞ કરવો છે, એક ચોક્કસ તિથી હોય છે, અમુક વસ્તુઓની વ્યવસ્થા તમારે કરવી પડે. અને તે પૂજા, તે પૂજા કરવાની અનુમતિ અમાસના દિવસે જ આપવામાં આવે છે. તો અમાસ મતલબ મહિનામાં એક જ વાર. અને મંત્રો આ રીતે જપવામાં આવે છે; બકરાને કહેવામા આવે છે કે "તું તારું જીવન દેવી કાલીની સમક્ષ બલિદાન કરી રહ્યો છું. તો તરત જ તને મનુષ્યરૂપી જીવનમાં બઢતી મળશે." વાસ્તવમાં તે થાય છે. કારણકે મનુષ્ય જીવનના ધોરણ સુધી આવવું, અથવા જીવે ઘણી બધી ઉત્ક્રાંતિની ક્રિયાઓમાથી પસાર થવું પડે. પણ બકરો જે સહમત થાય છે, અથવા જેને બળજબરીપૂર્વક દેવી કાલીની સમક્ષ બલી ચઢાવવામાં આવે છે, તેને તરત જ મનુષ્યરૂપી જીવનમાં બઢતી મળે છે. અને મંત્ર કહે છે, કે "આ માણસ જે બલી ચઢાવી રહ્યું છે તેને મારવાનો તને હક છે." માંસ. માંસ મતલબ કે આવતા જન્મમાં તું પણ તેનું માંસ ખાઈશ. તો આ રીતે, માણસ જે બલી ચઢાવી રહ્યો છે, તે સભાન થશે, "હું કેમ આ માંસ ખાઈ રહ્યો છું? પછી મારે મારા માંસથી મૂલ્ય ચૂકવવું પડશે. કેમ હું આ કાર્ય કરી રહ્યો છું?" તમે જુઓ. આખો ખ્યાલ છે તેને રોકવાનો.

તો અલગ અલગ પ્રકારના પુરાણો છે, અઢાર પુરાણો. કારણકે આખું વેદિક સાહિત્ય મતલબ દરેક પ્રકારના મનુષ્યો માટે દાવો કરવો. એવું નથી કે જે લોકો માંસાહારી કે દારૂડિયા છે, તેમનો અસ્વીકાર કરવો. ના. દરેક વ્યક્તિનો સ્વીકાર છે પણ તે છે - જેમ કે તમે એક ડોક્ટર પાસે જાઓ છો. તે તમને અલગ રોગ અનુસાર અલગ દવા લખી આપશે. એવું નહીં કે તેની પાસે એક રોગ, એક દવા છે. જે પણ આવે છે, તેને તે જ દવા આપે છે. ના. તે સાચો ઈલાજ છે. ધીમે, ધીમે. પણ સાત્વિક પુરાણોમાં, તે તરત જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને ભજવા માટે છે. કોઈ ધીમી વિધિ નથી. પણ ધીમે ધીમે, જે વ્યક્તિ આ સ્તર પર આવે છે, તેને સલાહ આપવામાં આવે છે. તો પદ્મ પુરાણ સત્વગુણના પુરાણોમાથી એક છે. તે શું કહે છે? આગળ વધો.