GU/Prabhupada 0653 - જો ભગવાન વ્યક્તિ નથી, તો કેવી રીતે તેમના પુત્રો વ્યક્તિઓ બન્યા?
Lecture on BG 6.6-12 -- Los Angeles, February 15, 1969
ભક્ત: "તે પદ્મ પુરાણમાં કહ્યું છે, 'કોઈ પણ શ્રી કૃષ્ણના નામ, રૂપ, ગુણ અને લીલાનો દિવ્ય સ્વભાવ ના સમજી શકે તેની ભૌતિક દૂષિત ઇન્દ્રિયોથી. ફક્ત જ્યારે વ્યક્તિ ભગવાનની દિવ્ય સેવાથી આધ્યાત્મિક રીતે લીન બને છે, ભગવાનના દિવ્ય નામ, રૂપ, ગુણ અને લીલા તેની સમક્ષ પ્રકટ થાય છે."
પ્રભુપાદ: હા, આ બહુ જ મહત્વપૂર્ણ છે. હવે, કૃષ્ણ, આપણે કૃષ્ણનો પરમ ભગવાન તરીકે સ્વીકાર કરીએ છીએ. હવે, કેવી રીતે આપણે કૃષ્ણનો પરમ ભગવાન તરીકે સ્વીકાર કરીએ છીએ? કારણકે તે વેદિક ગ્રંથોમાં કહેલું છે, જેમ કે બ્રહંસંહિતામાં, ઈશ્વર: પરમ: કૃષ્ણ: સચ્ચિદાનંદ વિગ્રહ: (બ્ર.સં. ૫.૧). ધારણા... જે લોકો રજોગુણ અને તમોગુણમાં હોય છે, તેઓ ભગવાનના રૂપની કલ્પના કરે છે. અને જ્યારે તેઓ ગૂંચવાઈ જાય છે, તેઓ કહે છે, "ઓહ, કોઈ ભગવાન કોઈ વ્યક્તિ નથી. તે બધુ નિરાકાર છે અથવા શૂન્ય છે." આ નિરાશા છે. પણ વાસ્તવમાં, ભગવાનને રૂપ છે. કેમ નહીં? વેદાંત કહે છે, જન્માદિ અસ્ય યત: (શ્રી.ભા. ૧.૧.૧): પરમ નિરપેક્ષ સત્ય તે છે કે જેમનામાથી બધુ જ ઉદ્ભવ થયું છે. હવે આપણને રૂપ છે. તો આપણને પણ છે, હશે જ... ફક્ત આપણને જ નહીં, અલગ અલગ પ્રકારના જીવોના પ્રકાર છે. તે લોકો ક્યાથી આવ્યા? ક્યાથી આ રૂપ ઉદ્ભવ થયું? આ બહુ જ સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન છે. જો ભગવાન વ્યક્તિ નથી, તો કેવી રીતે તેમના પુત્રો વ્યક્તિ બન્યા? જો તમારા પિતા એક વ્યક્તિ નથી, તો તમે કેવી રીતે વ્યક્તિ બન્યા? આ બહુ જ સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન છે. જો મારા પિતાને કોઈ રૂપ નથી, તો મને આ રૂપ ક્યાથી મળ્યું? પણ લોકો કલ્પના કરે છે, કારણકે તેઓ હતાશ છે, જ્યારે તેઓ જુએ છે કે આ રૂપ કષ્ટદાયી છે, તેથી ભગવાન નિરાકાર જ હશે. તે આ રૂપની ઉલટી ધારણા છે. પણ બ્રહ્મસંહિતા કહે છે કે ના. ભગવાનને રૂપ છે, પણ તે સચ્ચિદાનંદ વિગ્રહ: છે. ઈશ્વર: પરમ: કૃષ્ણ: સચ્ચિદાનંદ વિગ્રહ: (બ્ર.સં. ૫.૧). સત, ચિત, આનંદ. સત મતલબ શાશ્વત. સત મતલબ શાશ્વત, ચિત મતલબ જ્ઞાન અને આનંદ મતલબ આનંદ. તો ભગવાનને રૂપ છે, પણ તેમને એવું રૂપ છે જે આનંદથી પૂર્ણ છે, જ્ઞાનથી પૂર્ણ છે, અને શાશ્વત છે. હવે તમારા શરીરની સરખામણી કરો. તમારું શરીર નથી શાશ્વત કે નથી આનંદથી પૂર્ણ કે નથી જ્ઞાનથી પૂર્ણ. તેથી ભગવાનને રૂપ છે, પણ તેમને અલગ રૂપ છે. પણ જેવુ આપણે રૂપની વાત કરીએ છે, આપણે વિચારીએ છીએ કે રૂપ આવું જ હોવું જોઈએ. તેથી ઊલટું, નિરાકાર. તે કોઈ જ્ઞાન નથી. તે જ્ઞાન નથી. તેથી પદ્મ પુરાણમાં કહ્યું છે કે તમે સમજી ના શકો, રૂપ, નામ, ગુણ, ભગવાનના સરંજામ વિશે આ ભૌતિક ઇન્દ્રિયોથી. અત: શ્રી કૃષ્ણ નામાદી ન ભવેદ ગ્રાહ્યમ ઇન્દ્રિયૈ: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). પણ તમારી ઇન્દ્રિયોનો તર્ક, કારણકે તમારી ઇન્દ્રિયો અપૂર્ણ છે, કેવી રીતે તમે પરમ પૂર્ણ પર તર્ક કરી શકો? તે શક્ય નથી. તો તે કેવી રીતે શક્ય છે? સેવોન્મુખે હી જિહવાદૌ. જો તમે તમારી ઇન્દ્રિયોને પ્રશિક્ષિત કરો, જો તમે તમારી ઇન્દ્રિયોને શુદ્ધ કરો, તે શુદ્ધ ઇન્દ્રિય તમને ભગવાનને જોવામાં મદદ કરશે.
જેમ કે જો તમને કોઈ રોગ છે, તમારી આંખમાં મોતિયો, તેનો મતલબ એવું નથી કે તમે જોઈ ના શકો. કારણકે તમારી આંખો મોતિયાથી પીડાઈ રહી છે, તમે જોઈ નથી શકતા. તેનો મતલબ એવું નથી કે કશું જોવાનું છે જ નહીં. તમે જોઈ ના શકો. તેવી જ રીતે, તમે અત્યારે ભગવાનનું રૂપ શું છે તે સમજી ના શકો, પણ જો તમારો મોતિયો કાઢી નાખવામાં આવે, તમે જોઈ શકો. તેની જરૂર છે. પ્રેમાંજનચ્છુરિત ભક્તિ વિલોચનેન સંત: સદૈવ હ્રદયેષુ વિલોકયંતી (બ્ર.સં. ૫.૩૮). બ્રહ્મસંહિતા કહે છે કે જે ભક્તોની આંખો ભગવાનના પ્રેમરૂપી આંજણથી અંજાયેલી છે, આવા વ્યક્તિઓ, તેમના હ્રદયમાં, ભગવાનને, કૃષ્ણને, હમેશા, ચોવીસ કલાક, જુએ છે. એવું નથી.... તો તમારે તમારી ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની જરૂર છે. પછી તમે ભગવાનનું રૂપ શું છે તે સમજી શકશો, ભગવાનનું નામ શું છે, ભગવાનના ગુણો શું છે, ભગવાનના સરંજામ શું છે. ભગવાન પાસે બધુ જ છે. આ વસ્તુઓની વેદિક ગ્રંથોમાં ચર્ચા કરેલી છે.
જેમ કે અપાની પાદો જવન ગ્રહીતા. તે કહ્યું છે કે ભગવાનને કોઈ હાથ કે પગ નથી. પણ તેઓ કશું પણ તમે અર્પણ કરો તે સ્વીકાર કરી શકે છે. ભગવાનને કોઈ આંખો અને કાન નથી, પણ તેઓ બધુ જ જોઈ શકે છે અને તેઓ બધુ જ સાંભળી શકે છે. તો આ વિરોધાભાસ છે. તેનો મતલબ જ્યારે પણ આપણે જોવાની વાત કરીએ છીએ, આપણે વિચારીએ છીએ કે કોઈ વ્યક્તિને આવી જ આંખો હોવી જોઈએ. તે આપણો ભૌતિક ખ્યાલ છે. ભગવાનને આંખો છે, તેઓ અંધકારમાં પણ જોઈ શકે છે. તમે અંધકારમાં જોઈ ના શકો. તો તેમની પાસે અલગ આંખો છે. ભગવાન સાંભળી શકે છે. જો તમે... ભગવાન તેમના ધામમાં છે જે લાખો અને લાખો માઈલ દૂર છે, પણ છતાં પણ તમે કઈ વાત કરી રહ્યા છો ધીમેથી, ષડયંત્ર, તેઓ સાંભળી શકે છે. કારણકે તેઓ તમારી અંદર વિરાજમાન છે. તો તમે ભગવાનનું જોવું અને ભગવાનનું સાંભળવું અથવા ભગવાનનું સ્પર્શ કરવું ટાળી ના શકો.