GU/Prabhupada 0656 - જે લોકો ભક્તો છે, તેઓ કોઈને નફરત નથી કરતાં



Lecture on BG 6.6-12 -- Los Angeles, February 15, 1969

ભક્ત: "એક વ્યક્તિ વધુ ઉન્નત કહેવાય છે જ્યારે તે બધાને - એક પ્રમાણિક હિતેચ્છુને, મિત્ર અને શત્રુને, ઈર્ષાળુને, પુણ્યશાળીને, પાપીને અને અને જે લોકો તટસ્થ છે તેમને - સમાન મનથી જુએ છે (ભ.ગી. ૬.૯)."

પ્રભુપાદ: હા. આ ઉન્નતિનું ચિહ્ન છે. કારણકે અહી આ ભૌતિક જગતમાં, મિત્ર અને શત્રુની ગણતરી, દરેક વસ્તુ આ શરીરના સંબંધમાં છે, અથવા ઇન્દ્રિય તૃપ્તિ. પણ ભગવદ સાક્ષાત્કાર અથવા પરમ સત્યનો સાક્ષાત્કાર, આવી કોઈ ભૌતિક ગણતરી નથી. બીજો મુદ્દો છે કે અહી, આ બદ્ધ આત્માઓ, તેઓ ભ્રમમાં છે. ધારોકે ડોક્ટર, એક ડોક્ટર દર્દી પાસે જાય છે. તેને વાઈ આવી છે, તે બકવાસ કરી રહ્યો છે. તેનો મતલબ તે નથી કે તે તેનો ઈલાજ કરવાની ના પાડશે. તે તેનો મિત્ર તરીકે ઈલાજ કરશે. ભલે દર્દી તેને ગાળો આપે, ખરાબ શબ્દો બોલે, છતાં તે તેને દવા આપશે. જેમ કે ઈશુ ખ્રિસ્તે કહ્યું હતું, કે "તમે પાપની ઘૃણા કરો, પાપીની નહીં." પાપીની નહીં. તે બહુ સરસ છે. કારણકે પાપી ભ્રમિત છે. તે પાગલ છે. જો તમે તેને નફરત કરશો, તો તમે તેનો ઉદ્ધાર કેવી રીતે કરી શકશો? તેથી જે લોકો ભક્તો છે, જે લોકો વાસ્તવમાં ભગવાનના ભક્તો છે, તેમને કોઈના પ્રત્યે નફરત નથી.

જેમ કે ઈશુ ખ્રિસ્ત, જ્યારે તેઓને ક્રોસ પર ચઢાવવામાં આવી રહ્યા હતા, તેઓ ભગવાનને વિનંતી કરી રહ્યા હતા: "મારા પ્રભુ, કૃપા કરીને તેમને માફ કરજો. તેઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે." તે ભક્તની સ્થિતિ છે. હા. કારણકે તેઓ ભૌતિક વિચારધારા પાછળ પાગલ છે, તો તેમની નફરત ના કરી શકાય. કોઈ પણ. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સરસ છે કે નફરત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. દરેક વ્યક્તિનું સ્વાગત છે. કૃપા કરીને અહી આવો. હરે કૃષ્ણનો જપ કરો. કૃષ્ણ પ્રસાદ લો અને ભગવદ ગીતામાથી કોઈ સુંદર તત્વજ્ઞાન સાંભળો, અને તમારા જીવનની ભૌતિક અવસ્થાને સુધારવાનો પ્રયત્ન કરો. આ કાર્યક્રમ છે - કૃષ્ણ ભાવનામૃત. ભગવાન ચૈતન્યે આ આંદોલન પ્રસ્તુત કર્યું હતું. યારે દેખ, તારે કહ 'કૃષ્ણ'-ઉપદેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). "જેને પણ તમે મળો, જ્યાં પણ તમે મળો, ફક્ત તેને આ કૃષ્ણ ભાવનામૃત શીખવાડવાનો પ્રયત્ન કરો." કૃષ્ણકથા. ભગવાન કૃષ્ણના શબ્દો. તમે સુખી રહેશો અને તેઓ સુખી રહેશે. આગળ વધો.

ભક્ત: "એક આધ્યાત્મવાદીએ હમેશા તેના મનને પરમાત્મામાં કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેણે એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ અને હમેશા સાવચેતીપૂર્વક તેના મનનું નિયંત્રણ કરવું જોઈએ. તેણે ઈચ્છાઓ અને મેળવવાની ભાવનાથી મુક્ત રહેવું જોઈએ."

પ્રભુપાદ: હા. આ આધ્યાત્મિક જીવનની શરૂઆત છે. આ, આ અધ્યાયમાં, ભગવાન કૃષ્ણ યોગ પદ્ધતિના સિદ્ધાંતો શીખવાડવાનો પ્રયત્ન કરશે. તો અહિયાં તેઓ શરૂઆત કરે છે. કે એક આધ્યાત્મવાદીએ હમેશા તેનું મન પરમાત્મામાં કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરમાત્મા મતલબ કૃષ્ણ અથવા ભગવાન. તેઓ પરમાત્મા છે, જેમ મે સમજાવ્યું, નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તેઓ પરમ શાશ્વત છે. તેઓ પરમ જીવ છે. તો આખી યોગ પદ્ધતિ છે મનને પરમાત્મા પર કેન્દ્રિત કરવું. આપણે પરમાત્મા નથી. તે તમે સમજી શકો છો. પરમાત્મા ભગવાન છે. આ દ્વૈતવાદ છે. દ્વૈતતા. દ્વૈતતા મતલબ ભગવાન મારાથી અલગ છે. તેઓ પરમ છે. હું આધીન છું. તેઓ મહાન છે, હું સૂક્ષ્મ છું. તેઓ અનંત છે, હું અતિ સૂક્ષ્મ છું. આ સંબંધ છે. તો કારણકે આપણે અતિ સૂક્ષ્મ છીએ, આપણે આપણા મનને અનંત, પરમાત્મા, પર કેન્દ્રિત કરવું જોઈએ. તેથી, તેણે એકલું રહેવું જોઈએ. એકલું. આ સૌથી મહત્વની વસ્તુ છે. એકલું મતલબ એવા લોકો સાથે ના રહેવું જે લોકો કૃષ્ણ ભાવનાભાવિત અથવા ભગવદ ભાવનાભાવિત નથી. તે એકલું છે. તેણે એકાંત જગ્યાએ એકલું રહેવું જોઈએ. એકાંત જગ્યા, તે છે, અથવા, જંગલમાં. વનમાં. તે બહુ જ એકાંતનું સ્થળ છે. પણ આ યુગમાં જંગલમાં જવું અને એકાંત સ્થળ શોધવું ખૂબ જ મુશ્કેલ છે. એકાંત સ્થળ મતલબ જ્યાં ફક્ત ભગવદ ભાવનામૃત શીખવાડવામાં આવે છે. તે એકાંત સ્થળ છે. તે એકાંત સ્થળ છે. પછી? અને હમેશા સાવચેતીપૂર્વક તેના મન પર નિયંત્રણ રાખવું જોઈએ. કેવી રીતે મનનું નિયંત્રણ કરવું? બસ તમારું મન પરમાત્મા અથવા કૃષ્ણ પર સ્થિર કરો. બીજું કશું નહીં.

સ વૈ મન: કૃષ્ણ પદારવિંદયો: (શ્રી.ભા. ૯.૪.૧૮). પછી તમારું... પેલા દિવસે જેમ મે સમજાવ્યું, જો તમે તમારું મન હમેશા કૃષ્ણ પર બેસાડો... કૃષ્ણ પ્રકાશ, સૂર્ય સમાન છે. તો મન પર અંધકાર આવવાનો કોઈ પ્રશ્ન જ નથી. કોઈ શક્યતા નથી. જેમ કે સૂર્યપ્રકાશમાં, અંધકારની કોઈ શક્યતા નથી. તેવી જ રીતે, જો તમે કૃષ્ણને હમેશા તમારા મનમાં રાખો, આ માયા અથવા ભ્રમ ત્યાં પહોંચી ના શકે. તે ત્યાં પહોંચી નહીં શકે. તે વિધિ છે. તેણે ઈચ્છા અને મેળવવાની ભાવનાથી મુક્ત થવું જોઈએ. આખો ભૌતિક રોગ છે કે મારે મેળવવું છે - અને ઈચ્છા. અને જે કઈ પણ ખોવાઈ ગયું છે, હું તેના માટે પસ્તાવો કરું છું, અને જે કઈ પણ છે, જે કઈ પણ આપણી પાસે નથી, આપણે તેના માટે ઈચ્છા કરીએ છીએ. તો, બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા (ભ.ગી. ૧૮.૫૪) - જે વ્યક્તિ વાસ્તવમાં ભગવદ ભાવનાભાવિત છે, કૃષ્ણ ભાવનાભાવિત છે, તેને કોઈ ભૌતિક પ્રાપ્તિ માટે કોઈ ઈચ્છા નથી. તેની એક માત્ર ઈચ્છા છે કૃષ્ણની સેવા કરવી. તેનો મતલબ તેની ઈચ્છા શુદ્ધ થઈ ગઈ છે. આ ઈચ્છા છે, તમે ઈચ્છાનો ત્યાગ ના કરી શકો. તે શક્ય નથી. તમે જીવ છો, તમને ઈચ્છા હોય જ. પણ આપણી ઈચ્છા, વર્તમાન સમયે, દૂષિત છે. "મારે જોઈએ છે, મારે ભૌતિક પ્રાપ્તિઓથી મારી ઇન્દ્રિયો તૃપ્ત કરવી છે." પણ જો તમે કૃષ્ણ માટે ઈચ્છા કરો, આ ભૌતિક પ્રાપ્તિની ઈચ્છા આપમેળે સમાપ્ત થઈ જશે. આગળ વધો.