GU/Prabhupada 0658 - શ્રીમદ ભાગવતમ પરમ જ્ઞાનયોગ અને ભક્તિયોગ બંને એક સાથે છે



Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969

ભક્ત: શ્રીલ પ્રભુપાદનો જય હો.

પ્રભુપાદ: હરે કૃષ્ણ. સાંખ્ય યોગ છે અષ્ટાંગ યોગ. આ બેસવાની મુદ્રા અને ધ્યાન, આને સાંખ્ય યોગ કહેવાય છે. અને જ્ઞાનયોગ મતલબ, તત્વજ્ઞાનની રીતે. વિશ્લેષલની વિધિથી શું બ્રહ્મ છે અને શું બ્રહ્મ નથી. નેતિ નેતિ. તે જ્ઞાનયોગ છે. જેમ કે વેદાંત સૂત્ર, જ્ઞાનયોગ. તમારા વેદાંતસૂત્રનો અભ્યાસ, તે કહે છે જન્માદિ અસ્ય યત: (શ્રી.ભા. ૧.૧.૧). તે લોકો ફક્ત એક જ ઈશારો આપે છે, કે પરબ્રહ્મ, પરમ સત્ય છે તે કે જેમાથી બધુ જ ઉદભવ્યું છે. હવે આપણે સમજવાનો પ્રયાસ કરીએ તે શું હોવુ જોઈએ. તે શ્રીમદ ભાગવતમમાં સમજાવેલું છે. પરમ સત્યનો સ્વભાવ શું છે. પરમ સત્ય, શ્રીમદ ભાગવતમના પ્રથમ શ્લોકમાં તે કહ્યું છે: જન્માદિ અસ્ય યતો અન્વયાદ ઇતરતસ ચાર્થેશુ અભિજ્ઞ: સ્વરાટ (શ્રી.ભા. ૧.૧.૧). હવે પરમ સત્ય, જો તે બધા જ ઉદ્ભવનું પરમ કારણ છે, તો તેના લક્ષણો શું છે? ભાગવતે કહ્યું છે કે તે જાણકાર હોવો જ જોઈએ. તે મૃત નથી. તે જાણકાર હોવો જ જોઈએ. અને કયા પ્રકારની જાણકારી? અન્વયાદ ઇતરતસ ચાર્થેશુ. જેમ કે હું જાણકાર છું, તમે પણ જાણકાર છો. પણ હું મારી જાતને જાણતો નથી, મારા શરીરમાં કેટલા વાળ છે. હું આને મારુ માથું હોવાનો દાવો કરું છું. પણ જો હું કોઈને પણ પૂછું, "શું તમે જાણો છો તમારા શરીરમાં કેટલા વાળ છે?" તે પ્રકારનું જ્ઞાન તે જ્ઞાન નથી. પણ પરમ, ભાગવત કહે છે કે તેઓ બધુ જ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જાણે છે. હું જાણું છું કે હું ખાઉ છું, પણ હું જાણતો નથી કે કેવી રીતે મારી ખાવાની ક્રિયા મારા લોહીના ભ્રમણમાં મદદ કરે છે, કેવી રીતે તે પરિવર્તિત થાય છે, કેવી રીતે તે કામ કરી રહ્યું છે, કેવી રીતે તે શિરાઓમાં જાય છે. હું કશું જાણતો નથી. પણ ભગવાન જાણતા હોવા જ જોઈએ - તેમની રચનાના દરેક ખૂણે શું ચાલે છે તે જાણતા હોવા જ જોઈએ. તેથી ભાગવત સમજાવે છે, કે પરમ સત્ય, જેમનામાથી બધુ જ ઉદ્ભવ પામ્યું છે, તે પરમ જાણકાર હોવા જ જોઈએ. જાણકાર. અભિજ્ઞ:, અભિજ્ઞ મતલબ જાણકાર.

તે, તમે પ્રશ્ન પૂછી શકો છો, "જો તેઓ આટલા શક્તિશાળી છે, ડાહ્યા અને જાણકાર, તેમણે કોઈ તેમના જેવા પાસેથી શીખ્યું હશે..." ના. અમે કહીએ છીએ કે જો તેમણે જ્ઞાન બીજા કોઈ પાસેથી શીખ્યું છે તો તે ભગવાન નથી. સ્વરાટ. આપમેળે. તેઓ આત્મ-સ્વતંત્ર છે. આ જ્ઞાનયોગ છે. અભ્યાસ, શું પ્રકૃતિ છે જેના દ્વારા... ફક્ત વિશ્લેષણ કરો કે પરમ ભગવાન કે જેમનામાથી બધુ જ ઉદ્ભવ પામ્યું છે તેમનો સ્વભાવ શું હોવો જોઈએ. આ શ્રીમદ ભાગવતમમાં સમજાવેલું છે. તેથી શ્રીમદ ભાગવતમ પરમ જ્ઞાનયોગ અને ભક્તિયોગ બંને જોડે છે. હા. જ્ઞાનયોગની વિધિ મતલબ પરમ સત્યની શોધ કરવી, અથવા પરમ સત્યનો સ્વભાવ તત્વજ્ઞાનની રીતે જાણવો. અને આને જ્ઞાનયોગ કહેવાય છે. અને આપણો ભક્તિયોગ છે. ભક્તિયોગ મતલબ, વિધિ એક જ છે, લક્ષ્ય એક જ છે. એક પરમ અંતિમ લક્ષ્યને તત્વજ્ઞાનની રીતે પહોંચવાનો પ્રયત્ન કરે છે, એક તેનું મન પરમ ભગવાન પર કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરે છે, અને બીજા, ભક્તો, તેઓ ફક્ત પોતાને પરમ ભગવાનની સેવામાં પ્રવૃત કરે છે જેથી તેઓ પોતાને પ્રકટ કરે. એક વિધિ છે ઊર્ધ્વગમી વિધિથી જાણવું. અને બીજી વિધિ છે અધોગામી વિધિ. જેમ કે અંધકારમાં, જો તમે સમજવાનો પ્રયત્ન કરો કે સૂર્ય શું છે ઊર્ધ્વગામી વિધિથી, તમારા બહુ જ શક્તિશાળી વિમાનો અથવા અવકાશયાનો ઉડાવીને, આકાશમાં ફરતા જાઓ, તમે જોઈ ના શકો. પણ અધોગામી વિધિ છે, જ્યારે સૂર્ય ઊગશે, તમે તરત જ સમજી જશો. ઊર્ધ્વગામી વિધિ - મારો પ્રયાસ, તેને કહેવાય છે પ્રત્યક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ. જેમ કે મારા પિતા કહે છે માણસ નાશવંત છે. હું સ્વીકાર કરું છું. હવે જો તમારે અભ્યાસ કરવો છે કે શું માણસ નાશવંત છે, તમે અભ્યાસ કરો, તમે જુઓ ઘણા હજારો માણસોને , શું તે શાશ્વત છે કે નાશવંત. તે ઘણો બધો સમય લેશે. પણ જો તમે જ્ઞાન ઉપરી સત્તા પાસેથી લેશો, કે માણસ નાશવંત છે, તમારું જ્ઞાન પૂર્ણ છે.

તો અથાપિ તે દેવ પદામ્બુજ દ્વય પ્રસાદ લેશાનુગૃહિતા એવ હી જાનાતી તત્ત્વમ ભગવન મહીમ્નો ન ચાન્ય એકો અપિ ચિરમ વિચિન્વન (શ્રી.ભા. ૧૦.૧૪.૨૯). તેથી તે કહ્યું છે, "મારા પ્રિય પ્રભુ, એક વ્યક્તિ જેને તમારી થોડી કૃપા પણ મેળવી છે, તે તમને બહુ જ ઝડપથી સમજી શકે છે. અને બીજા જે લોકો તમે ઊર્ધ્વગામી વિધિથી સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ લાખો વર્ષો માટે પણ તર્ક કરતાં જશે, તેઓ ક્યારેય સમજશે નહીં." તેઓ ક્યારેય સમજશે નહીં. તેઓ હતાશા અને ગૂંચવાડાના બિંદુ પર આવશે. "ઓહ, ભગવાન શૂન્ય છે." બસ, સમાપ્ત. જો ભગવાન શૂન્ય છે, તો કેવી રીતે શૂન્યમાથી, મારો કહેવાનો મતલબ, આંકડાઓ બહાર આવી રહ્યા છે? ભગવાન શૂન્ય નથી. ભાગવત કહે છે, વેદાંત કહે છે જન્માદિ અસ્ય યત: (શ્રી.ભા. ૧.૧.૧). દરેક વસ્તુ, ઉદ્ભવ પામ્યું છે પરમ ભગવાનમાથી. હવે આપણે અભ્યાસ કરવો પડે કેવી રીતે તે ઉદ્ભવ પામ્યું. તે પણ સમજાવેલું છે, કઈ રીત છે, કઈ ક્રિયા છે, કેવી રીતે તે જાણવું. આ છે વેદાંતસૂત્ર. વેદાંત મતલબ અંતિમ જ્ઞાન. વેદ મતલબ જ્ઞાન અને અંત મતલબ અંતિમ. તો વેદાંત મતલબ અંતિમ જ્ઞાન. અંતિમ જ્ઞાન છે પરમ ભગવાન.