GU/Prabhupada 0659 - તમે ફક્ત ગંભીરતાથી અને વિનમ્રતાથી સાંભળશો, તો તમે કૃષ્ણને સમજશો



Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969

પ્રભુપાદ: હા?

ભક્ત: પ્રભુપાદ, તમે કહ્યું હતું કે કૃષ્ણને કોઈ શરીરના અવયવો નથી, આંખો નહીં, રૂપ નહીં કે જે આપણે સમજી શકીએ. તો આપણે કૃષ્ણનું રૂપ જે આપણને ચિત્રો અને મૂર્તિઓમાં મળે છે તેને કેવી રીતે સમજવું?

પ્રભુપાદ: હા, તે મે સમજાવેલું છે. તે તમારે ફક્ત તેમની સેવા કરવી પડે, પછી તેઓ પ્રકટ કરશે. તમે કૃષ્ણને તમારી ઊર્ધ્વગામી વિધિથી સમજી ના શકો. તમારે કૃષ્ણની સેવા કરી પડે અને કૃષ્ણ તમારી સમક્ષ પોતાને પ્રકટ કરશે. તે ભગવદ ગીતામાં કહ્યું છે, તમે દસમા અધ્યાયમાં જોશો,

તેશામ એવાનુકંપાર્થમ
અહમ અજ્ઞાન જમ તમ:
નાશયામી આત્મભાવસ્થો
જ્ઞાનદીપેન ભાસ્વત
(ભ.ગી. ૧૦.૧૧)

"જે લોકો હમેશા મારી સેવામાં જોડાયેલા છે, ફક્ત તેમના પર વિશેષ કૃપા કરવા માટે," તેશામ એવાનુકંપાર્થમ, અહમ અજ્ઞાન જમ તમ: નાશયામી. "હું બધા જ પ્રકારના અજ્ઞાનનો અંધકાર જ્ઞાનના પ્રકાશથી દૂર કરું છું." તો કૃષ્ણ તમારી અંદર છે. અને જ્યારે તમે ભક્તિની પદ્ધતિથી કૃષ્ણની નિષ્ઠાપૂર્વક શોધ કરો છો, જેમ તે ભગવદ ગીતામાં કહ્યું છે, તમે અઢારમાં અધ્યાયમાં જોશો, ભક્તયા મામ અભિજાનાતી (ભ.ગી. ૧૮.૫૫). "વ્યક્તિ મને ફક્ત આ ભક્તિની પદ્ધતિથી જ જાણી શકે." ભક્તયા. અને ભક્તિ શું છે? ભક્તિ આ છે: શ્રવણમ કિર્તનમ વિષ્ણો (શ્રી.ભા. ૭.૫.૨૩). ફક્ત વિષ્ણુ વિશે સાંભળવું અને કીર્તન કરવું. આ ભક્તિની શરૂઆત છે.

તો જો તમે ફક્ત નિષ્ઠાપૂર્વક અને વિનમ્રતાપૂર્વક સાંભળશો, તો તમે કૃષ્ણને સમજશો. કૃષ્ણ પોતાને તમારી સમક્ષ પ્રકટ કરશે. શ્રવણમ કિર્તનમ વિષ્ણો સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ, નવ પ્રકારના ભિન્ન પ્રકારો છે. તો વંદનમ, પ્રાર્થના કરવી, તે પણ ભક્તિ છે. શ્રવણમ, તેમના વિશે સાંભળવું. જેમ કે આપણે આ ભગવદ ગીતામાથી કૃષ્ણ વિશે સાંભળી રહ્યા છે. તેમની મહિમાનું ગુણગાન, હરે કૃષ્ણ. આ શરૂઆત છે. શ્રવણમ કિર્તનમ વિષ્ણો (શ્રી.ભા. ૭.૫.૨૩). વિષ્ણુ મતલબ, આ... બધુ જ વિષ્ણુ છે. ધ્યાન વિષ્ણુ છે. ભક્તિ વિષ્ણુ છે. વિષ્ણુ વગર નહીં. અને કૃષ્ણ વિષ્ણુનું મૂળ સ્વરૂપ છે. કૃષ્ણસ તુ ભગવાન સ્વયમ (શ્રી.ભા. ૧.૩.૨૮). પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું મૂળ સ્વરૂપ. તો જો આપણે આ પદ્ધતિનું પાલન કરીએ તો આપણે કોઈ પણ સંશય વગર સમજી શકીશું.