GU/Prabhupada 0660 - તમે જો તમારા મૈથુન જીવનને રોકો, તમે એક બહુ જ શક્તિશાળી માણસ બનો છો
Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969
તમાલ કૃષ્ણ: તેર અને ચૌદ: "વ્યક્તિએ તેના શરીર, ગળું અને માથું એક સીધી રેખામાં ટટ્ટાર રાખવા જોઈએ અને સ્થિરતાપૂર્વક નાકની ટોચ પર જોવું જોઈએ. આમ, અવિચલિત, શાંત મને, ભયરહિત રીતે, મૈથુન જીવનથી પૂર્ણપણે મુક્ત થઈને, વ્યક્તિએ હ્રદયમાં મારા ઉપર ધ્યાન ધરવું જોઈએ અને મને જીવનનો અંતિમ ધ્યેય બનાવવો જોઈએ (ભ.ગી. ૬.૧૩)"
પ્રભુપાદ: આ વિધિ છે. સૌ પ્રથમ તમે એક સરસ સ્થળ પસંદ કરો, એકાંત સ્થળ અને તમારે એકલા રહેવાનુ છે. એવું નથી કે તમે એક યોગના વર્ગમાં જાઓ અને તમારું વળતર ચૂકવો અને અમુક શરીરની કસરતો કરો અને ઘરે પાછા આવો અને બધો બકવાસ કરો. તમે જોયું? આ બધી બકવાસ વસ્તુઓના સકંજામાં ના આવતા, તમે જોયું? ફક્ત... આવી સંસ્થાઓ, હું ઘોષણા કરી શકું છું, તે ઠગો અને ઠગાયેલાઓની સંસ્થા છે. તમે જોયું? અહી અભ્યાસ છે. અહી તમે જોઈ શકો છો. જેમ પરમ સત્તા, કૃષ્ણ, દ્વારા બોલવામાં આવ્યું છે. કૃષ્ણ કરતાં વધુ સારો વ્યક્તિ, યોગી કોઈ છે?
અહી અધિકૃત વિધાન છે. કે તમારે આ રીતે અભ્યાસ કરવો પડે. હવે, વ્યક્તિએ પોતાનું શરીર રાખવું પડે... સૌ પ્રથમ તમારે સ્થળ પસંદ કરવું પડે, પવિત્ર સ્થળ, એકાંત, અને વિશેષ બેઠક. પછી તમારે આ રીતે ટટ્ટાર બેસવું પડે. "વ્યક્તિએ તેનું શરીર, ગળું અને માથું ટટ્ટાર રાખવું પડે." સીધી રેખામાં. આ યોગ પદ્ધતિ છે. આ વસ્તુઓ મનને કેન્દ્રિત કરવામાં મદદ કરશે. બસ. પણ યોગનો સાચો હેતુ છે હમેશા કૃષ્ણને તમારી અંદર રાખવા. અહી તે કહ્યું છે, લખેલું છે, કે "વ્યક્તિએ પોતાનું શરીર, ગળું અને માથું એક સીધી રેખામાં ટટ્ટાર રાખવું જોઈએ અને નાકની ટોચ પર સ્થિરતાપૂર્વક જોવું જોઈએ." હવે અહી, તમારે જોવું પડે. અને જો તમે બંધ કરો, ધ્યાન, તમે સૂઈ જશો. મે જોયું છે. ઘણા બધા કહેવાતા ધ્યાન કરવાવાળા, તેઓ ઊંઘે છે. (નસકોરાનો અવાજ બોલાવે છે) મે જોયું છે. તમે જોયું? કારણકે જેવુ તમે તમારી આંખો બંધ કરો છો તે સ્વાભાવિક છે કે તમને ઊંઘ આવે, તમે જોયું? તેથી, અડધી-બંધ. તમારે જોવું પડે. તે વિધિ છે. તમારે તમારા નાકની ટોચને જોવી પડે, બે આંખો. આમ અવિચલિત મનથી... આ વિધિ તમારા મનને સ્થિર થવામાં મદદ કરશે, અવિચલિત મન, શાંત મન, ભયરહિત. હા. કારણકે તમારે... સામાન્ય રીતે યોગીઓ જંગલમાં અભ્યાસ કરતાં હતા, અને જો તે વિચારે કે, "કોઈ વાઘ આવી રહ્યો છે કે નહીં, તે શું છે?" (હાસ્ય) તમે જોયું? અથવા કોઈ સાપ આવી રહ્યો છે. કારણકે તમારે જંગલમાં એકલું બેસવાનું છે. તમે જુઓ. ઘણા બધા પ્રાણીઓ છે. વાઘ, અને હરણ, અને સાપ. તો તેથી તે ખાસ કરીને કહ્યું છે, "ભયરહિત." યોગ આસનમાં હરણની ચામડી ખાસ કરીને વપરાય છે કારણકે તેને કોઈ તબીબી અસર હોય છે કે સાપ આવે નહીં. જો તમે તે ચામડી પર બેસો, સાપ અને બીજા સરિસૃપો આવશે નહીં. તે હેતુ છે. તમે વિચલિત નહીં થાઓ. ભયરહિત, પૂર્ણ રીતે મૈથુન જીવનમાથી મુક્ત. તમે જુઓ. જો તમે મૈથુન જીવનમાં પ્રવૃત્ત થાઓ, તમે તમારા મનને કોઈ પર કેન્દ્રિત કરી ના શકો. તે બ્રહ્મચારી જીવનની અસર છે. જો તમે બ્રહ્મચારી રહો, મૈથુન જીવન વગર, તો તમે અડગ રહી શકો છો.
જેમ કે અમે ભારતમાં મહાત્મા ગાંધીનું વ્યાવહારિક ઉદાહરણ જોયું છે. હવે, તેમણે એક આંદોલન શરૂ કર્યું, અહિંસા, અસહકાર. આંદોલન, લડાઈની ઘોષણા થઈ હતી સૌથી શક્તિશાળી અંગ્રેજ સામ્રાજ્યની વિરુદ્ધમાં, જરા જુઓ. અને તેમણે નિર્ણય કર્યો કે "હું અંગ્રેજોની સાથે અહિંસાથી લડીશ. કોઈ શસ્ત્ર વગર." કારણકે ભારત નિર્ભર હતું, કોઈ શસ્ત્ર હતું નહીં. અને ઘણી વાર પ્રયાસ થયો હતો, શસ્ત્રની ચળવળનો. પણ આ અંગ્રેજો વધુ શક્તિશાળી છે, તેમણે કાપી નાખ્યું. તો ગાંધી, તેમણે આ ક્રિયાની શોધ કરી, કે "હું અંગ્રેજો સાથે લડાઈ કરીશ, જો તેઓ હિંસક પણ બને, હું હિંસક નહીં બાનુ. તો મને દુનિયાની સહાનુભૂતિ મળશે." અને... તો આ તેમની યોજના હતી. તેઓ એક મહાન રાજ્યભક્ત હતા. પણ તેમનો નિશ્ચય આટલો સ્થિર હતો કારણકે તેઓ એક બ્રહ્મચારી હતા. છત્રીસ વર્ષની આયુથી તેમણે છોડી દીધું. તેમને પત્ની હતી પણ તેમણે મૈથુન જીવન છોડી દીધું. તેઓ એક પારિવારિક માણસ હતા, તેમને બાળકો હતા, તેમને પત્ની હતી. પણ છત્રીસ વર્ષની આયુથી, યુવાન માણસ, એક છત્રીસ વર્ષનો, તેમણે તેમની પત્ની સાથે મૈથુન જીવનનો ત્યાગ કર્યો. તેણે તેમને આટલા અડગ બનાવ્યા, કે "હું આ અંગ્રેજોને ભારતની ભૂમિ પરથી કાઢી મૂકીશ," અને તેમણે તે કર્યું. તમે જોયું? અને વાસ્તવમાં તેમણે તે કર્યું. તો મૈથુન જીવન પર નિયંત્રણ, મૈથુન જીવન પર પ્રતિબંધ આટલું શક્તિશાળી છે. તમે કશું ના પણ કરો, જો તમે ફક્ત મૈથુન જીવન પર પ્રતિબંધ મૂકો, તમે એક ખૂબ જ શક્તિશાળી માણસ બનો છો. લોકો રહસ્યને જાણતા નથી. તો જે કઈ પણ તમે કરો, જો તમારે તે નિશ્ચય સાથે કરવું છે, તમારે મૈથુન જીવન બંધ કરવું પડે. તે રહસ્ય છે.
તો કોઈ પણ વિધિ, વેદિક વિધિ ગ્રહણ કરો. ક્યાં તો તમે યોગ પદ્ધતિ ગ્રહણ કરો અથવા ભક્તિ પદ્ધતિ અથવા જ્ઞાન પદ્ધતિ, કોઈ પણ પદ્ધતિમાં મૈથુન વ્યવહારની અનુમતિ નથી. મૈથુન વ્યવહારની અનુમતિ ફક્ત છે, પારિવારિક જીવનમાં, ફક્ત સરસ બાળકો મેળવવા. બસ. મૈથુન જીવન ઇન્દ્રિય ભોગ માટે નથી. જોકે સ્વભાવથી તેમાં આનંદ છે. જો કોઈ આનંદ ના હોય, તો કોઈ પારિવારિક જીવનની જવાબદારી કેમ લેશે? તે પ્રકૃતિની ભેટનું રહસ્ય છે. પણ આપણે તેનો લાભ ના લેવો જોઈએ. આ જીવનના રહસ્યો છે. (બાજુમાં): તમે તે લઈ શકો છો. આ જીવનના રહસ્યો છે. તો યોગ પદ્ધતિ, આટલી સરસ વસ્તુ. જો તમે મૈથુન જીવનમાં પ્રવૃત્ત થાઓ, આ ફક્ત બકવાસ છે. ફક્ત બકવાસ. અને જો કોઈ વ્યક્તિ કહે કે તમે જેટલું કરવું હોય તેટલું મૈથુન જીવન કરતાં જાઓ, અને તે જ સમયે તમે એક યોગી બનો છો, ફક્ત મારુ વળતર ચૂકવો. હું તમને કોઈ 'જાદુઈ મંત્ર' આપું છું. આ બધુ બકવાસ છે. બધુ બકવાસ. પણ આપણને છેતરાવું છે. આપણને છેતરાવું છે. આપણને કઈક ઉત્કૃષ્ટ બહુ જ સસ્તું જોઈએ છે. તેનો મતલબ આપણને છેતરાવું છે. જો તમારે કોઈ સારી વસ્તુ જોઈતી હોય તો તમારે તેનું મૂલ્ય ચૂકવવું પડે. "ના, હું એક દુકાનમાં જઈશ, શ્રીમાન, હું તમને દસ સેંટ ચૂકવીશ, તમે મને તેના માટે શ્રેષ્ઠ વસ્તુ આપો." તમે કેવી રીતે આશા રાખી શકો, દસ સેંટમાં? જો તમારે કોઈ મૂલ્યવાન વસ્તુઓ ખરીદવી હોય, જો તમારે સોનું ખરીદવું હોય, તો તમારે તેના માટે મૂલ્ય ચૂકવવું પડે. તેવી જ રીતે જો તમારે યોગ પદ્ધતિમાં પૂર્ણતા જોઈએ છે, તો તમારે આ રીતે તેનું મૂલ્ય ચૂકવવું પડે. તેને બાલિશ કાર્ય ના બનાવશો. તે ભગવદ ગીતાની શિક્ષા છે. જો તમે તેને બાલિશ કાર્ય બનાવશો તો તમે છેતરાઈ જશો. અને ઘણા બધા ઠગો તૈયાર છે તમને છેતરવા અને તમારું ધન લેવા અને જતાં રહેવા. બસ. અહી વિધાન છે, અધિકૃત વિધાન. મૈથુન જીવનથી મુક્તિ.