GU/Prabhupada 0662 - ચિંતાઓથી ભરેલા કારણકે તેમણે કોઈ કામચલાઉ વસ્તુ પકડી લીધી છે
Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969
તમાલ કૃષ્ણ: શ્લોક પંદર: "આ રીતે ધ્યાન કરવાથી, હમેશા શરીર, મન અને કાર્યોના નિયંત્રણથી, આધ્યાત્મવાદી યોગીઓ શાંતિ પ્રાપ્ત કરે છે (પરમ નિર્વાણ) જે મારામાં રહે છે (ભ.ગી. ૬.૧૫)."
પ્રભુપાદ: નિર્વાણ મતલબ, વાસ્તવિક શબ્દ નિર્વાણ સંસ્કૃતમાં, નિર્વાણ મતલબ સમાપ્ત. સમાપ્ત. તેને નિર્વાણ કહેવાય છે. તેનો મતલબ ભૌતિક કાર્યો સમાપ્ત. હવે કોઈ નહીં. તેને નિર્વાણ કહેવાય છે. અને જ્યાં સુધી તમે આ બકવાસ કાર્યો બંધ ના કરો, શાંતિનો કોઈ પ્રશ્ન જ નથી. જ્યાં સુધી તમે ભૌતિક કાર્યોમાં પ્રવૃત્ત રહેશો, શાંતિનો કોઈ પ્રશ્ન જ નથી. પ્રહલાદ મહારાજે તેમના પિતાને કહ્યું, તત સાધુ મન્યે અસુર વર્ય દેહીનામ સદા સમુદ્વિગ્ન ધિયામ અસદ ગ્રહાત. તેમના પિતાએ તેમને કહ્યું, "મારા પ્રિય પુત્ર, તું શિક્ષણ લઈ રહ્યો છે..." એક નાનો છોકરો, પાંચ વર્ષનો. પિતા હમેશા પ્રેમાળ હોય છે, અને તે પૂછી રહ્યા હતા, "મારા પ્રિય પુત્ર, તું અત્યાર સુધીમાં સૌથી શ્રેષ્ઠ વસ્તુ શું શીખ્યો છું?" ઓહ, તેમણે તરત જ, "હા પિતાશ્રી, હું તમને કહીશ, શ્રેષ્ઠ વસ્તુ." "તે શું છે?" તેમણે કહ્યું, તત સાધુ મન્યે અસુર વર્ય દેહીનામ. "મારા પ્રિય પિતાશ્રી, આ શ્રેષ્ઠ વસ્તુ છે." કોની પાસેથી? શ્રેષ્ઠ વસ્તુ કોની પાસેથી? તેમણે કહ્યું, તત સાધુ મન્યે અસુર વર્ય દેહીનામ સદા સમુદ્વિગ્ન ધિયામ અસદ ગ્રહાત (શ્રી.ભા. ૭.૫.૫). આ લોકો, આ ભૌતિકતાવાદી લોકો જેમણે કોઈ કામચલાઉ વસ્તુ સ્વીકારી છે... જરા દરેક શબ્દ સમજવાનો પ્રયત્ન કરો. આ ભૌતિકતાવાદી લોકો, તેઓ કોઈ કામચલાઉ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી રહ્યા છે, બસ. તમે જોયું છે, અનુભવથી. હવે તે રાષ્ટ્રપતિ, શ્રીમાન કેનેડી, તેઓ ખૂબ ધનવાન માણસ હતા. તેમને રાષ્ટ્રપતિ બનવું હતું, અને તેમણે પુષ્કળ ધન ખરચ્યું. તેઓ રાષ્ટ્રપતિ બની ગયા. તેમને સરસ પરિવાર, પત્ની, બાળકો, રાષ્ટ્રપતિપદ હતું - એક સેકંડમાં સમાપ્ત. તેવી જ રીતે દરેક વ્યક્તિ પ્રયાસ કરી રહ્યો છે, આ ભૌતિક જગતમાં, કોઈ કામચલાઉ વસ્તુને પ્રાપ્ત કરવાનો. આપણ હું આધ્યાત્મિક આત્મા છું, કાયમી.
તો આ ધૂર્તો ભાનમાં નથી આવતા કે "હું કાયમી છું. શા માટે હું કામચલાઉ પાછળ છું?" જો હું હમેશા આ શરીરના આરામની પાછળ છું, પણ હું જાણું છું કે આ શરીર, આજે અથવા કાલે અથવા સો વર્ષો પછી સમાપ્ત થઈ જશે, અને જ્યાં સુધી મારો સવાલ છે, હું આત્મા છું, મને કોઈ જન્મ નથી, મને કોઈ મૃત્યુ નથી. તો મારૂ કાર્ય શું છે? તે શારીરિક કાર્ય છે, જ્યાં સુધી હું કરી રહ્યો છું, આ ભૌતિક કાર્યો. તેથી પ્રહલાદ મહારાજે કહ્યું અસદ ગ્રહાત. જરા જુઓ કેટલું સરસ. તેઓ ચિંતિત છે, તેઓ ચિંતાથી ભરેલા છે કારણકે તેમણે કઈક કામચલાઉ પ્રાપ્ત કરેલું છે. તેમના બધા કાર્યો કેન્દ્રિત છે કશું કામચલાઉ મેળવવા માટે. તેથી હમેશા તેઓ ચિંતાઓથી ભરેલા છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવ, માણસ કે પશુ અથવા પ્રાણી અથવા પક્ષી હમેશા ચિંતિત. આ ભૌતિક રોગ છે. તો જો તમે હમેશા ચિંતાઓથી ભરેલા છો, તો શાંતિનો પ્રશ્ન જ ક્યાં છે? તમે જાઓ, હું રસ્તા પર જાઉં છું, હું કહું છું, "કુતરાઓથી સાવધ રહો." તેઓ બહુ જ સરસ ઘરમાં રહે છે, પણ ચિંતાઓથી ભરેલા. કોઈ ના પણ આવે. કુતરાને આવવા દો. અમે જોયું? "કુતરાઓથી સાવધ." "કોઈ રાહદારી નહીં." તેનો મતલબ ભલે તેઓ સરસ ઘરમાં રહે છે, બહુ જ સરસ, પણ ચિંતાઓથી ભરેલા. ચિંતાઓથી ભરેલા. કાર્યાલયમાં બેસેલા, બહુ જ સરસ પગાર, હમેશા વિચારતા, "ઓહ હું આ કાર્યાલય ગુમાવીશ તો નહીં ને." તમે જોયું? તમે જોયું? અમેરિકન દેશ, ખૂબ જ ધનવાન દેશ, ઘણું સારું સંરક્ષણ, સંરક્ષણ સેના, બધુ જ. હમેશા ચિંતિત. "ઓહ, આ વિયેતનામી લોકો અહી આવી ના જાય." તમે જોયું? તો ચિંતાથી મુક્ત કોણ છે? તેથી નિષ્કર્ષ છે કે જો તમારે ચિંતાઓથી મુક્ત થઈને શાંતિ જોઈએ છે, તો તમારે કૃષ્ણ ભાવનામૃતમાં આવવું પડશે. બીજો કોઈ વિકલ્પ નથી. તે વ્યાવહારિક છે. જરા સમજવાનો પ્રયાસ કરો.
તેથી અહી તે કહ્યું છે, "આ રીતે ધ્યાન કરીને, મારા પર, કૃષ્ણ પર, ધ્યાન કરીને, હમેશા શરીરને નિયંત્રણ કરીને." પહેલું નિયંત્રણ છે જીભ. અને બીજું નિયંત્રણ છે જનનેંદ્રિય. પછી તમે બધુ નિયંત્રિત કરી શકો છો. તમે તમારી જીભને પ્રવૃત્તિ આપી દો જપ કરવામાં અને કૃષ્ણ પ્રસાદ આરોગવામાં, તે નિયંત્રિત છે, સમાપ્ત. અને જેવુ તમારી જીભ નિયંત્રિત થાય છે, તરત જ તમારું પેટ નિયંત્રિત થાય છે, તરત જ પછીનું, તમારી જનનેંદ્રિય નિયંત્રિત થાય છે. સરળ વસ્તુ. શરીરનું, મનનું, નિયંત્રણ. મન કૃષ્ણ પર સ્થિર કરીને, બીજી કોઈ પ્રવૃત્તિ નહીં, નિયંત્રિત. કાર્યો - હમેશા કૃષ્ણનું કાર્ય કરવું. માળીનું કાર્ય, લખવું, રાંધવું, કામ કરવું, બધુ કૃષ્ણ માટે - કાર્યો. "આધ્યાત્મવાદી યોગી પછી - તરત જ તે આધ્યાત્મવાદી યોગી બની જાય છે - શાંતિ પ્રાપ્ત કરે છે, પરમ નિર્વાણ, જે મારામાં રહે છે." તે બધુ કૃષ્ણમાં છે. તમે કૃષ્ણના કાર્યોની બહાર શાંતિ શોધી ના શકો. કૃષ્ણ ભાવનામૃતની બહાર. તે શક્ય નથી. આગળ વધો.