GU/Prabhupada 0674 - પણ તેટલું બુદ્ધિશાળી હોવું જ તે જાણવા કે તમારા શરીરને ચુસ્ત રાખવા તમારે કેટલું ખાવું



Lecture on BG 6.16-24 -- Los Angeles, February 17, 1969

ભક્ત: પ્રભુપાદ, શું આપણે તે નક્કી કરવા માટે સક્ષમ છીએ કે આપણા માટે કેટલી પર્યાપ્ત ઊંઘ છે, અને કેટલું પર્યાપ્ત ભોજન છે? આપણે પ્રયોગ કરવાનો પ્રયત્ન કરીએ, આપણે ઓછું કરવાનો પ્રયત્ન કરીએ ત્યાં સુધી... (અસ્પષ્ટ) કારણકે ઘણી વાર, આપણે પોતાને છેતરીએ છીએ. આપણે કહીએ છીએ "હા, મારે આટલું ભોજન જોઈએ છે", અથવા "મારે સાત અથવા આઠ કલાકની ઊંઘ જોઈએ છે", પણ વાસ્તવમાં, એ ફક્ત... આપણે તર્ક લગાવીએ છીએ. (અસ્પષ્ટ)

પ્રભુપાદ: ભોજન લેવાનો નિર્ણય? ના, તમારો પ્રશ્ન શું છે, હું...?

ભક્ત: શું આપણે આપણા પોતાના તર્કનો વિશ્વાસ કરી શકીએ? શું આપણે પોતાનો વિશ્વાસ કરી શકીએ તે નક્કી કરવામાં કે કેટલું...?

પ્રભુપાદ: તે હોવું જ જોઈએ, તર્ક હોવો જ જોઈએ. પણ જો તમે ભૂલ કરો, ઓછું ભોજન લઈને, તે ભૂલ ખરાબ નથી. (હાસ્ય) વધુ લેવાનો નિર્ણય ના કરો. ધરોકે તમે કોઈ ભોજન લીધું છે કે તમારે લેવું જોઈએ તેના કરતાં ઓછું છે, તો તે ભૂલ ખરાબ નથી. પણ ઊલટું, જો તમે વધુ લીધું, તે ભૂલ ખરાબ છે. તો તર્ક, જો તમે વિચારો કે તમારી તાર્કિક ક્રિયાઓ યોગ્ય નથી, તો તમે આ બાજુએ ભૂલ કરો, ઓછી બાજુએ. બીજી બાજુએ ભૂલ ના કરો. હા.

ના, તે વિશ્વાસ... તર્ક તો હમેશા હોય જ છે, પણ વ્યક્તિએ તેટલું બુદ્ધિશાળી તો હોવું જ જોઈએ, કેટલું તેણે ખાવું જેથી તેનું શરીર તંદુરસ્ત રહે. તે દરેક વ્યક્તિમાં છે. સામાન્ય રીતે, કોઈ ભૂલ થતી નથી.