GU/Prabhupada 0683 - વિષ્ણુરૂપ સાથે સમાધિમાં રહેલો યોગી અને કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ, કોઈ ફરક નથી



Lecture on BG 6.30-34 -- Los Angeles, February 19, 1969

વિષ્ણુજન: "કૃષ્ણ આ પરમાત્માના રૂપમાં દરેકના હ્રદયમાં વિરાજમાન છે. વધુમાં, અસંખ્ય જીવોના હ્રદયમાં રહેલા અસંખ્ય પરમાત્માઓ વચ્ચે કોઈ અંતર નથી. કે નથી કોઈ અંતર..."

પ્રભુપાદ: ઉદાહરણ તરીકે, જેમ કે આકાશમાં એક સૂર્ય છે. પણ જો તમે પૃથ્વી પર લાખો પાણીના ઘડા રાખો, તમે દરેક પાણીના ઘડામાં સૂર્યનું પ્રતિબિંબ જોશો. અથવા બીજું ઉદાહરણ, બપોરના સમયે તમે તમારા મિત્રને માત્ર પૂછો, દસ હજાર માઈલ દૂર, "સૂર્ય ક્યાં છે? તે કહેશે, "મારા માથા ઉપર." તો લાખો અને કરોડો લોકો સૂર્યને તેમના માથા પર જુએ છે. પણ સૂર્ય એક જ છે. અને બીજું ઉદાહરણ, પાણીનો ઘડો. સૂર્ય એક જ છે, પણ જો લાખો પાણીના ઘડા હોય, તમે દરેક ઘડામાં સૂર્યનું પ્રતિબિંબ જોશો. તેવી જ રીતે અસંખ્ય જીવો છે. કોઈ ગણતરી નથી. જીવસ્ય અસંખ્ય. વેદિક ભાષામાં તે કહ્યું છે કે જીવો, કોઈ ગણતરી નથી. અસંખ્ય. તો તેવી જ રીતે વિષ્ણુ છે... જો સૂર્ય જેવી એક ભૌતિક વસ્તુ દરેકે દરેક ઘડામાં પ્રતિબિંબિત થઈ શકે, તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ કેમ નહીં, જે દરેકના હ્રદયમાં રહે છે? તે સમજવું મુશ્કેલ નથી. તેઓ રહે છે. તે કહેલું છે. અને યોગીએ તેનું મન તે વિષ્ણુ રૂપ પર કેન્દ્રિત કરવું પડે. તો આ વિષ્ણુ કૃષ્ણના પૂર્ણ અંશ છે.

તો જે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન છે, તે પહેલેથી જ પૂર્ણ યોગી છે. તે સમજાવવામાં આવશે. તે એક સિદ્ધ યોગી છે. તે આપણે આ અધ્યાયના અંતિમ શ્લોકમાં સમજાવીશુ. આગળ વધો.

વિષ્ણુજન: "કે નથી કોઈ અંતર એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિમાં કે જે હમેશા કૃષ્ણની દિવ્ય પ્રેમમય સેવામાં પ્રવૃત્ત છે, અને એક પૂર્ણ યોગીમાં કે જે પરમાત્માના ધ્યાનમાં પ્રવૃત્ત છે."

પ્રભુપાદ: કોઈ ફરક નથી. એક યોગી કે જે સમાધિમાં છે, દિવ્યતામાં, વિષ્ણુ રૂપ સાથે, અને એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિમાં, કોઈ અંતર નથી. આગળ વધો.

વિષ્ણુજન: "કૃષ્ણ ભાવનામૃતમાં યોગી, ભલે વિભિન્ન કાર્યોમાં પ્રવૃત્ત હોય ભૌતિક અસ્તિત્વમાં રહેવા છતાં, તે હમેશા કૃષ્ણમાં રહે છે. ભગવાનનો એક ભક્ત જે કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરે છે તે આપમેળે મુક્ત છે."

પ્રભુપાદ: તે આપણે આ ભગવદ ગીતાના બારમાં (ચૌદમાં) અધ્યાયમાં જોઈશું, કે જે વ્યક્તિ...

મામ ચ યો અવ્યભિચારેણ
ભક્તિયોગેન સેવતે
સ ગુણાન સમતીત્યૈતાન
બ્રહ્મભૂયાય કલ્પતે
(ભ.ગી. ૧૪.૨૬)

તે કહ્યું છે કે જે વ્યક્તિ મારી શુદ્ધ ભક્તિમય સેવામાં પ્રવૃત્ત છે, તે પહેલેથી જ ભૌતિક પ્રકૃતિના ગુણોથી પરે છે. બ્રહ્મભૂયાય કલ્પતે. તે બ્રહ્મ સ્તર પર છે - તેનો મતલબ મુક્ત. મુક્ત બનવું મતલબ બ્રહ્મ સ્તર પર સ્થિર થવું. ત્રણ સ્તરો છે. શારીરિક અથવા ઇન્દ્રિયનું સ્તર, પછી માનસિક સ્તર, પછી આધ્યાત્મિક સ્તર. તે આધ્યાત્મિક સ્તરને બ્રહ્મ સ્તર કહેવાય છે. તો મુક્ત બનવું મતલબ બ્રહ્મ સ્તર પર ઊભું રહેવું. બદ્ધ જીવ, આપણે વર્તમાન સમયે આપણે જીવનના આ શારીરિક સ્તર પર અથવા ઇન્દ્રિય સ્તર પર છીએ. જે લોકો થોડા ઉપર છે, તેઓ માનસિક સ્તર પર છે, તાર્કિક, તત્વજ્ઞાનીઓ. અને આ સ્તરથી ઉપર બ્રહ્મ સ્તર છે. તો તમે ભગવદ ગીતાના બારમાં અધ્યાયમાં જોશો, અથવા મને લાગે છે ચૌદમાં અધ્યાયમાં, કે જે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં છે, તે પહેલેથી જ બ્રહ્મ સ્તર પર છે. તેનો મતલબ મુક્ત. આગળ વધો.

વિષ્ણુજન: "નારદ પંચરાત્રમાં આની પુષ્ટિ આ રીતે થઈ છે: 'વ્યક્તિનું ધ્યાન કૃષ્ણના દિવ્ય રૂપ પર કેન્દ્રિત કરવાથી, જે સર્વ-વ્યાપક છે અને સમય અને જગ્યાથી પરે છે, વ્યક્તિ કૃષ્ણના વિચારોમાં લીન થાય છે અને તેમના દિવ્ય સંગની સુખી અવસ્થા પ્રાપ્ત કરે છે.' કૃષ્ણ ભાવનામૃત યોગ અભ્યાસની સમાધિનું સર્વોચ્ચ સ્તર છે. આ સમજ જ, કે કૃષ્ણ દરેકના હ્રદયમાં પરમાત્મા તરીકે વિદ્યમાન છે, યોગીને ક્ષતિરહિત બનાવે છે. વેદો ભગવાનની આ અચિંત્ય શક્તિની પુષ્ટિ આ રીતે કરે છે: 'વિષ્ણુ એક છે અને છતાં તેઓ ચોક્કસપણે સર્વ-વ્યાપક છે. તેમની અચિંત્ય શક્તિથી, તેમનું એક રૂપ હોવા છતાં, તેઓ દરેક જગ્યાએ વિદ્યમાન છે. સૂર્યની જેમ, તેઓ ઘણી જગ્યાએ એક જ સમયે રહે છે."

પ્રભુપાદ: હા, તે ઉદાહરણ મે પહેલેથી જ આપ્યું છે. જેમ સૂર્ય એક જ સમયે ઘણી બધી જગ્યાએ રહી શકે છે, તેવી જ રીતે, વિષ્ણુ રૂપ અથવા કૃષ્ણ દરેકના હ્રદયમાં રહી શકે છે. તે વાસ્તવમાં વિદ્યમાન છે. ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રદ-દેશે અર્જુન (ભ.ગી. ૧૮.૬૧). તેઓ બેસેલા છે. જગ્યા પણ કહેલી છે. હ્રદ-દેશે. હ્રદ-દેશે મતલબ હ્રદય. તો યોગનું ધ્યાન મતલબ તે શોધવું કે વિષ્ણુ હ્રદયમાં ક્યાં બેઠેલા છે. તે છે. આગળ વધો.