GU/Prabhupada 0684 - યોગ પદ્ધતિની કસોટી - શું તમે વિષ્ણુરૂપ પર તમારું મન કેન્દ્રિત કરી શકો છો
Lecture on BG 6.30-34 -- Los Angeles, February 19, 1969
વિષ્ણુજન: શ્લોક બત્રીસ: "તે એક સિદ્ધ યોગી છે, જે, જાણતા કે પરમાત્મા દરેકમાં રહે છે, દરેક જીવોમાં સાચી સમાનતા જુએ છે, તેમના દુખ અને સુખમાં, બંનેમાં, હે અર્જુન (ભ.ગી. ૬.૩૨)."
પ્રભુપાદ: આ વૈશ્વિક દ્રષ્ટિ છે. એવું નહીં કે ભગવાન તમારા હ્રદયમાં રહે છે અને બિલાડીના હ્રદયમાં અથવા કુતરાના હ્રદયમાં અથવા ગાયના હ્રદયમાં નથી રહેતા. તેઓ દરેકના હ્રદયમાં રહે છે. તે કહ્યું છે સર્વ ભૂતાનામ. સર્વ ભૂત મતલબ બધા જ જીવો. તેઓ મનુષ્યના હ્રદયમાં રહેલા છે, તેઓ કીડીના હ્રદયમાં પણ રહેલા છે. તેઓ કુતરાના હ્રદયમાં રહેલા છે, તેઓ દરેકના હ્રદયમાં રહેલા છે. પણ બિલાડા અને કુતરાઓ, તેઓ સાક્ષાત્કાર ના કરી શકે. તે અંતર છે. પણ એક મનુષ્ય, જો તે પ્રયત્ન કરે, જો તે યોગ પદ્ધતિનું પાલન કરે - સાંખ્યયોગ પદ્ધતિ, ભક્તિયોગ પદ્ધતિ - તો તે શોધી શકે. તે આ મનુષ્ય જીવનનો વિશેષાધિકાર છે. અને જો આપણે આ તક ખોઈ દઈએ છીએ, જો આપણે શોધતા નથી, જો આપણે આપણા અસ્તિત્વને ભગવાન સાથે ઓળખાવતા નથી, તો આપણે આ તક ગુમાવીએ છીએ. આ, ઉત્ક્રાંતિની ક્રિયા પછી, ૮૪,૦૦,૦૦૦ જીવનની યોગીઓ પછી આવતું, જ્યારે આપણને આ મનુષ્ય જીવન મળે છે, જો આપણે આ તક ખોઈશું, તો તમારે કેટલું નુકસાન સહન કરવું પડશે તમે જાણતા નથી. તો આપણે તે વિશે સચેત હોવું જોઈએ. આપણે આ તક ગુમાવવી જોઈએ નહીં. તમને ઘણું સારું શરીર મળ્યું છે, મનુષ્ય શરીર, બુદ્ધિ અને સભ્ય જીવન. આપણે પ્રાણીઓની જેવા નથી. આપણે શાંતિથી વિચારી શકીએ છીએ, આપણને પ્રાણીઓની જેમ જીવન માટે કોઈ સખત સંઘર્ષ નથી. તો આપણે ઉપયોગ કરવો જોઈએ. આ ભગવદ ગીતાની શિક્ષા છે. આ અવસર ગુમાવો નહીં. તેનો યોગ્ય ઉપયોગ કરો. આગળ વધો.
વિષ્ણુજન: શ્લોક તેત્રીસ. "અર્જુને કહ્યું: હે મધુસૂદન, યોગ પદ્ધતિનો સાર જે તમે આપ્યો છે, તે મને અવ્યવહારુ અને અશક્ય લાગે છે, કારણકે મન અશાંત અને અધીર છે (ભ.ગી. ૬.૩૩)."
પ્રભુપાદ: હવે, અહી યોગ પદ્ધતિની મહત્વની કસોટી છે - જો તમે મનને વિષ્ણુરૂપ પર કેન્દ્રિત કરી શકો. પદ્ધતિનું પહેલા વર્ણન થયું છે કે તમારે આ રીતે બેસવું જોઈએ, તમારે આવી રીતે જોવું પડે, તમારે આવી રીતે રહેવું પડે, ઘણી બધી વસ્તુઓની ચર્ચા આપણે પહેલા કરી છે. પણ અર્જુન કહે છે કે "તે મારા માટે ખૂબ જ મુશ્કેલ છે." આપણે આ મુદ્દો સમજવો પડે. તે કહે છે, "હે મધુસૂદન, તમે જે યોગ પદ્ધતિનો સાર આપ્યો છે..." આ પદ્ધતિને અષ્ટાંગયોગ કહેવાય છે. અષ્ટાંગયોગ, આઠ વિભિન્ન ભાગો. યમ, નિયમ. સૌ પ્રથમ ઇન્દ્રિય નિયંત્રણ, નીતિ નિયમોનું પાલન, પછી બેસવાની મુદ્રાનો અભ્યાસ. પછી શ્વાસ ક્રિયાનો અભ્યાસ. પછી મનને કેન્દ્રિત કરવું. પછી રૂપમાં લીન થવું. આઠ વિધિઓ છે, અષ્ટાંગ યોગ.
તો અર્જુન કહે છે, "આ અષ્ટાંગયોગ પદ્ધતિ ખૂબ જ મુશ્કેલ છે." તે કહે છે, કે "અવ્યવહારુ." "લાગે છે", અવ્યવહારુ નહીં. તેના માટે. જેમ કે, તે અવ્યવહારુ નથી. જો તે અવ્યવહારુ હોય તો કૃષ્ણએ તેનું વર્ણન ના કર્યું હોત અને આટલી બધુ કષ્ટ ના લીધું હોત. તે અવ્યવહારુ નથી, પણ તેવું લાગે છે. શું... એક વસ્તુ જે મારા માટે અવ્યવહારુ હોઈ શકે છે, પણ તમારા મારે વ્યવહારુ છે, તે અલગ વસ્તુ છે. પણ સામાન્ય રીતે આ પદ્ધતિ સામાન્ય માણસ માટે અવ્યવહારુ છે. અર્જુન પોતાને સામાન્ય માણસ તરીકે પ્રસ્તુત કરે છે, એ રીતે કે તે એક ભિખારી નથી, અથવા તેણે પારિવારિક જીવનમાથી સન્યાસ નથી લીધો, અથવા તેને તેની રોજીરોટીની કોઈ સમસ્યા નથી. કારણકે તે સામ્રાજ્ય મેળવવા માટે યુદ્ધ ભૂમિ પર હતો. તો તે એક સામાન્ય માણસ તરીકે હતો. તો સામાન્ય માણસો કે જે આ દુનિયાના કાર્યોમાં પ્રવૃત છે રોજીરોટી મેળવવા માટે, પારિવારિક જીવન, બાળકો, પત્ની, ઘણી બધી સમસ્યાઓ, તે વ્યવહારુ નથી. તે મુદ્દો અહી છે. જે માણસે પહેલેથી જ બધુ પૂર્ણપણે છોડી દીધું છે તેના માટે તે વ્યવહારુ છે. એક એકાંત પવિત્ર સ્થળમાં, જેમ કે પહાડ ઉપર અથવા પહાડની ગુફામાં. એકલા, કોઈ જનતાની ખલેલ નહીં. તો સામાન્ય માણસ માટે અવસર ક્યાં છે, આપણા માટે, વિશેષ કરીને આ યુગમાં? તેથી આ યોગ પદ્ધતિ વ્યવહારુ નથી. તે અર્જુન દ્વારા સ્વીકૃત છે, જે મહાન યોદ્ધા હતો. અને તે ઘણો ઉન્નત હતો. તે રાજાશાહી પરિવારથી હતો, અને ઘણી બધી વસ્તુઓમાં ખૂબ જ નિષ્ણાત હતો. તે કહે છે કે તે અવ્યવહારુ છે. જરા સમજવાનો પ્રયત્ન કરો. અને અર્જુનની સરખામણીમાં આપણે શું છીએ? જો આપણે આ પદ્ધતિની કોશિશ કરીએ, તે શક્ય નથી. નિષ્ફળતા નિશ્ચિત છે. આગળ તાત્પર્ય વાંચો.
વિષ્ણુજન: "યોગની પદ્ધતિ જે ભગવાન કૃષ્ણે અર્જુનને વર્ણન કરી હતી, તેનો અહી અર્જુન દ્વારા અસ્વીકાર કરવામાં આવી રહ્યો છે..."
પ્રભુપાદ: હા, અસ્વીકાર, અર્જુન, હા.
વિષ્ણુજન: "... અસક્ષમતા અનુભવવાને કારણે. સામાન્ય માણસ માટે ઘર છોડવું અને એક એકાંત સ્થળે જવું શક્ય નથી આ કલિયુગમાં યોગ અભ્યાસ માટે પહાડોમાં અથવા જંગલોમાં. વર્તમાન યુગનું લક્ષણ છે ટૂંક સમયના જીવન માટે કડવો સંઘર્ષ."
પ્રભુપાદ: હા. સૌ પ્રથમ જીવન અવધિ ખૂબ જ ટૂંકી છે. જો તમે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરો તો તમે જોશો કે તમારા પરપિતાઓ જે લોકો સો વર્ષ અથવા એસી, નેવું વર્ષ જીવ્યા હતા. હવે લોકો સાઈઠ વર્ષ, સિત્તેર વર્ષ જીવી રહ્યા છે. ધીમે ધીમે તે ઘટશે. આ યુગમાં યાદશક્તિ, જીવન અવધિ, દયા, ઘણી બધી વસ્તુઓ ઘટશે. તે આ યુગનું લક્ષણ છે. આગળ વધો.