GU/Prabhupada 0687 - વ્યક્તિના મનને શૂન્યમાં કેન્દ્રિત કરવું, તે બહુ જ મુશ્કેલ છે



Lecture on BG 6.35-45 -- Los Angeles, February 20, 1969

ભક્તો: શ્રીલ પ્રભુપાદનો જય.

ભક્ત: શ્લોક પાત્રીસ: "ભગવાને કહ્યું: ઓ વિશાળ ભુજાઓવાળા કુંતીપુત્ર, નિસંદેહ અશાંત મનને અંકુશમાં લાવવું ખૂબ જ મુશ્કેલ છે, પણ તે નિરંતર અભ્યાસ અને વિરક્તિથી શક્ય છે (ભ.ગી. ૬.૩૫)."

પ્રભુપાદ: હા. હવે, કૃષ્ણ કહે છે, "હા." કૃષ્ણ એવું નથી કહેતા કે તે મુશ્કેલ નથી. કૃષ્ણ કહે છે, "હા, તે મુશ્કેલ છે." પણ તે નિરંતર અભ્યાસથી શક્ય છે. આ નિરંતર અભ્યાસ છે વ્યક્તિને કોઈ વસ્તુમાં પ્રવૃત્ત કરવી જે કૃષ્ણ વિશે યાદ અપાવે. કઈક કરો, અને... તેથી આપણે આટલા બધા કાર્યો હોય છે. ફક્ત કીર્તન નહીં, પણ મંદિરના કાર્યો, પ્રસાદમ કાર્યો, (પુસ્તક) પ્રકાશન કાર્યો, ઘણા બધા કાર્યો. દરેક વ્યક્તિ કોઈ કાર્યોમાં પ્રવૃત્ત છે અને, કૃષ્ણ કેન્દ્રબિંદુ છે. તેથી એક વ્યક્તિ જે કૃષ્ણ માટે લખી રહ્યો છે, તે યોગ પદ્ધતિમાં છે. એક વ્યક્તિ જે કૃષ્ણ માટે રાંધી રહ્યો છે, તે યોગ પદ્ધતિમાં છે. એક વ્યક્તિ જે રસ્તા પર કીર્તન કરી રહ્યો છે, આપણા સાહિત્યનું વિતરણ કરતો, તે પણ કૃષ્ણમાં છે. તો સામાન્ય આદતોથી આપણે પ્રવૃત્ત છીએ, જેમ આપણા ભૌતિક જીવનમાં આપણે ઘણી બધી વસ્તુઓમાં પ્રવૃત્ત હોઈએ છીએ. જો આપણે આપણા જીવનને કૃષ્ણના સંપર્કમાં ઢાળીએ, તો દરેક કાર્યમાં કૃષ્ણ ભાવનામૃત છે અને તેથી આપમેળે આ યોગ સિદ્ધિ છે. હા, આગળ વધો.

ભક્ત: શ્લોક છત્રીસ: "જે વ્યક્તિનું મન નિરંકુશ છે, આત્મ-સાક્ષાત્કાર મુશ્કેલ કાર્ય છે. પણ જે વ્યક્તિનું મન નિયંત્રિત છે, અને જે સાચા સાધનોથી પ્રયાસ કરે છે, તેની સફળતાની ખાત્રી છે. તે મારો મત છે (ભ.ગી. ૬.૩૬)." તાત્પર્ય: "પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ઘોષણા કરે છે કે જે વ્યક્તિ મનને ભૌતિક કાર્યોમાથી વિરક્ત કરવાની યોગ્ય સારવાર નથી સ્વીકારતો તે આત્મ-સાક્ષાત્કારમાં ભાગ્યે જ સફળતા મેળવી શકે છે. મનને ભૌતિક આનંદમાં પ્રવૃત્ત રાખીને યોગનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવો તે પાણી નાખતા નાખતા અગ્નિને પ્રજ્વલિત કરવાનો પ્રયાસ કરવો તેના જેવુ છે. તેવી જ રીતે માનસિક નિયંત્રણ વગર યોગ અભ્યાસ તે સમયનો વ્યય છે."

પ્રભુપાદ: કારણકે હું ધ્યાન માટે બેસું છું. અવશ્ય જો ધ્યાન છે વિષ્ણુ પર મનને કેન્દ્રિત કરવા માટે, તે બહુ જ સરસ છે. પણ ઘણી બધી યોગની સંસ્થાઓ છે, તે લોકો તેમના વિદ્યાર્થીઓને તેમનું મન કોઈ શૂન્ય, કોઈ રંગ પર કેન્દ્રિત કરવાનું શીખવાડે છે. વિષ્ણુ રૂપ પર નહીં. તમે જુઓ. તો તે બહુ જ મુશ્કેલ કાર્ય છે. તે પણ ભગવદ ગીતામાં સમજાવેલું છે.... ક્લેશો અધિકતરસ તેશામ અવ્યક્તાસક્ત ચેતસામ (ભ.ગી. ૧૨.૫). જે વ્યક્તિ મનને નિરાકાર, અથવા શૂન્યતા, પર કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરે છે, તે બહુ જ મુશ્કેલ અને કષ્ટદાયક છે. ઓછામાં ઓછું અહી આ મંદિરમાં - આ વિદ્યાર્થીઓ તેમના મનને કૃષ્ણ પર કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરે છે. પણ વ્યક્તિના મનને શૂન્ય પર કેન્દ્રિત કરવું, તે બહુ જ મુશ્કેલ છે. તો સ્વાભાવિક રીતે, મારૂ મન અસ્થિર છે. કોઈ શૂન્ય શોધવાને બદલે, મારુ મન બીજા કશામાં પ્રવૃત્ત છે. કારણકે મનને પ્રવૃત્તિ હોવી જ જોઈએ, કઈ પણ. જો તે કૃષ્ણમાં પ્રવૃત્ત નથી, તો તે માયામાં પ્રવૃત હોવું જ જોઈએ. તો જો તમે તે ના કરી શકો, તો આ કહેવાતા ધ્યાન અને બેસવાની મુદ્રા તે ફક્ત સમયનો વ્યર્થ બગાડ છે. આગળ વધો.

ભક્ત: "યોગ અભ્યાસનો આવો દેખાડો ભૌતિક રીતે લાભદાયી હોઈ શકે છે, પણ જ્યાં સુધી આધ્યાત્મિક સાક્ષાત્કારનો પ્રશ્ન છે તે બેકાર છે."

પ્રભુપાદ: હા. ભૌતિક રીતે લાભદાયી. ધારોકે હું એક યોગ વર્ગ ખોલું છું, અને હું બેસવાના પાંચ ડોલર લઉં છું. ધન તમારા દેશમાં બહુ મોટી વસ્તુ નથી, તમે આવશો. પણ જો હું તમને કોઈ બેસવાની મુદ્રા અને નાક દબાવવાનું અને આ અને તે આપું, પણ જો તમે સાચું, મારા કહેવાનો મતલબ, યોગ અભ્યાસનું પરિણામ પ્રાપ્ત ના કરો, તો તમે તમારો સમય અને ધન વ્યય કર્યા છે અને મે તમને છેતર્યા છે. બસ તેટલું જ. તે શક્ય નથી. તે શક્ય નથી. વ્યકિએ એની મન વિષ્ણુ રૂપ પર કેન્દ્રિત કરવું પડે, સ્થિર, નિરંતર, તેને સમાધિ કહેવાય છે. તો તેજ વસ્તુ અલગ રીતે કરવામાં આવી રહી છે, આ યુગ માટે અનુકૂળ. આ કૃષ્ણ ભાવનામૃત છે. આગળ વધો.

ભક્ત: "તેથી મનને નિરંતર ભગવાનની દિવ્ય પ્રેમમય સેવામાં પ્રવૃત્ત કરીને નિયંત્રિત કરવું જોઈએ."

પ્રભુપાદ: હા.

ભક્ત: જ્યાં સુધી વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન નથી, તે સ્થિરતાપૂર્વક મનને નિયંત્રિત ના કરી શકે. એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ સહેલાઈથી યોગ અભ્યાસના પરિણામને પ્રાપ્ત કરે છે, અલગ પ્રયાસ વગર, પણ એક યોગ અભ્યાસુ કૃષ્ણ ભાવનાભાવિત બન્યા વગર પૂર્ણ સફળતા પ્રાપ્ત નથી કરી શકતો."

પ્રભુપાદ: પછી? આગળ વધો.