GU/Prabhupada 0688 - ભ્રામક શક્તિ, માયા, ની વિરુદ્ધમાં યુદ્ધની ઘોષણા કરવી
Lecture on BG 6.35-45 -- Los Angeles, February 20, 1969
જ્યાં સુધી યોગ અભ્યાસનો પ્રશ્ન છે, તે સમજાવેલું છે, કૃષ્ણ અને અર્જુન વચ્ચેની ચર્ચા. હવે, ધારોકે હું યોગ અભ્યાસ કરું છું - મારો મતલબ, વાસ્તવિક યોગ, આ બનાવટી યોગ નહીં. અને જો હું તે યોગ્ય રીતે ના કરી શકું, હું નિષ્ફળ જાઉં છું. તો પરિણામ શું છે? ધારોકે હું મારો વેપાર છોડી દઉં છું, હું મારો સામાન્ય વ્યવસાય છોડી દઉં છું અને યોગ અભ્યાસ શરૂ કરું છું. પણ એક યા બીજ રીતે તે પૂર્ણ નથી થતું, તે નિષ્ફળ જાય છે. તો પરિણામ શું છે? તે અર્જુન દ્વારા પ્રશ્ન પુછવામાં આવી રહ્યુ છે. તેનો કૃષ્ણ દ્વારા જવાબ આપવામાં આવશે. તે શું છે? આગળ વધો. "અર્જુને કહ્યું..."
ભક્ત: "અર્જુને કહ્યું: "એક શ્રદ્ધાવાન માણસ જે ખંતપૂર્વક નથી કરતો તેનું અંતિમ મુકામ શું છે? જે શરૂઆતમાં આત્મ-સાક્ષાત્કારની વિધિ લે છે, પણ પછી દુનિયામાં મન લગાવવાને કારણે છોડી દે છે અને તેથી યોગની પૂર્ણતા નથી પ્રાપ્ત કરતો?' (ભ.ગી. ૬.૩૭)" તાત્પર્ય: "આત્મ-સાક્ષાત્કાર, અથવા યોગ, નો માર્ગ, ભગવદ ગીતામાં વર્ણવ્યો છે. આત્મ-સાક્ષાત્કારનો મૂળ સિદ્ધાંત છે જ્ઞાન કે જીવ આ ભૌતિક શરીર નથી, પણ તે તેનાથી અલગ છે, અને તેનું સુખ શાશ્વત, આનંદમય અને જ્ઞાનમય જીવનમાં છે."
પ્રભુપાદ: હવે, આત્મ-સાક્ષાત્કારના બિંદુ પર આવ્યા પહેલા, વ્યક્તિએ તે સ્વીકારવું જ જોઈએ - તે ભગવદ ગીતાની શરૂઆત છે, કે તે આ શરીર નથી. કે જીવ આ ભૌતિક શરીર નથી પણ તે તેનાથી અલગ છે, અને તેનું સુખ શાશ્વત જીવનમાં છે. આ જીવન શાશ્વત નથી. યોગ પદ્ધતિની સિદ્ધિ મતલબ શાશ્વત જીવન પ્રાપ્ત કરવું, આનંદમય જીવન, અને જ્ઞાનથી પૂર્ણ. તે સિદ્ધિ છે. તો આપણે કોઈ પણ યોગ પદ્ધતિ તે લક્ષ્ય સાથે કરવી જોઈએ. એવું નહીં કે હું કોઈ યોગ વર્ગમાં હાજરી આપું ચરબી ઘટાડવા અને મારા શરીરને ઇન્દ્રિય તૃપ્તિ માટે ચુસ્ત રાખવા. આ યોગ પદ્ધતિનો હેતુ નથી. પણ લોકોને તે પ્રમાણે શિખવાડવામાં આવ્યું છે. "ઓહ, જો તમે આ યોગ પદ્ધતિનો અભ્યાસ કરશો..." તે તમે કરી શકો છો, જો તમે કોઈ પણ કસરતની ક્રિયા કરશો તમારું શરીર ચુસ્ત રહેશે. ઘણી બધી શારીરિક કસરતો છે, સેંડો પદ્ધતિ, આ વજન ઊંચકવાની પદ્ધતિ, આ... ઘણી બધી રમતગમતની પદ્ધતિઓ છે, તે પણ શરીરને ચુસ્ત રાખે છે. તે ખોરાકને સરસ રીતે પચાવી શકે છે, તે ચરબી ઘટાડી શકે છે. આ હેતુ માટે યોગ અભ્યાસની કોઈ આવશ્યકતા નથી. સાચો હેતુ અહી છે - કે તે સાક્ષાત્કાર કરવો કે હું આ શરીર નથી. મારે શાશ્વત સુખ જોઈએ છે; મારે પૂર્ણ જ્ઞાન જોઈએ છે; મારે શાશ્વત જીવન પણ જોઈએ છે. તે યોગ પદ્ધતિનું અંતિમ બિંદુ છે. આગળ વધો.
ભક્ત: "આ દિવ્ય છે, બંને શરીર અને મનથી પરે. આત્મ-સાક્ષાત્કાર જ્ઞાનમાર્ગથી કરવામાં આવે છે, અષ્ટાંગયોગ દ્વારા, અથવા ભક્તિયોગ દ્વારા. આ દરેક વિધિઓમાં વ્યક્તિએ જીવની બંધારણીય સ્થિતિ સમજવી પડે, તેનો ભગવાન સાથે સંબંધ, અને કાર્યો કે જેથી તે ખોવાયેલી કડીને પુનઃસ્થાપિત કરી શકે અને કૃષ્ણ ભાવનામૃતનું સર્વોચ્ચ સિદ્ધ સ્તર પ્રાપ્ત કરી શકે. ઉપર જણાવેલી ત્રણમાથી કોઈ પણ પદ્ધતિનું પાલન કરીને, વ્યક્તિ મોડા કે વહેલા પરમ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સુનિશ્ચિત છે. આની બીજા અધ્યાયમાં ભગવાન દ્વારા ખાત્રી આપવામાં આવી છે. ભક્તિયોગના દિવ્ય માર્ગ પર એક નાનો પ્રયાસ પણ આ યુગમાં ખાસ કરીને અનુકૂળ છે, કારણકે તે ભગવદ સાક્ષાત્કારની સૌથી પ્રત્યક્ષ વિધિ છે. ફરીથી આશ્વસ્ત થવા માટે, અર્જુન ભગવાન કૃષ્ણને તેમના પહેલાના વિધાનની પુષ્ટિ કરવાનું કહે છે. વ્યક્તિ ગંભીરતાપૂર્વક આત્મ-સાક્ષાત્કારનો માર્ગ સ્વીકારી શકે છે. પણ જ્ઞાનની કેળવણીની વિધિ અને અષ્ટાંગયોગનો અભ્યાસ સામાન્ય રીતે આ યુગમાં બહુ જ મુશ્કેલ છે. તેથી વ્યક્તિના પ્રમાણિક પ્રયાસ છતાં વ્યક્તિ ઘણા કારણોથી તે નિષ્ફળ નીવડી શકે છે. પ્રાથમિક કારણ છે વ્યક્તિનું વિધિના પાલન માટે પૂરતું ગંભીર ના હોવું. દિવ્ય માર્ગ પર ચાલવું મતલબ ઓછા વત્તે ભ્રામક શક્તિ (માયા) સામે યુદ્ધની ઘોષણા કરવી."
પ્રભુપાદ: જ્યારે આપણે કોઈ પણ આત્મ-સાક્ષાત્કારની વિધિ સ્વીકારીએ છીએ, તે વ્યાવહારિક રીતે ભ્રામક શક્તિ, માયા, સામે યુદ્ધની ઘોષણા છે. તો જ્યારે માયાનો પ્રશ્ન હોય, અથવા લડાઈ અથવા યુદ્ધનો પ્રશ્ન હોય, માયા દ્વારા ઘણી બધી મુશ્કેલીઓ મૂકવામાં આવશે, તે ચોક્કસ છે. તેથી નિષ્ફળતાનો અવકાશ છે, પણ વ્યક્તિએ બહુ જ ધીર બનવું જોઈએ. આગળ વધો.
ભક્ત: "પરિણામસ્વરૂપ જ્યારે વ્યક્તિ ભ્રામક શક્તિના ફંદામાથી છૂટવાનો પ્રયાસ કરે છે, તે અભ્યાસુને વિભિન્ન લલચામણીઓ દ્વારા પરાજિત કરવાનો પ્રયાસ કરે છે. એક બદ્ધ જીવ પહેલેથી જ ભૌતિક શક્તિના ગુણોથી આકર્ષિત હોય છે, અને આવો દિવ્ય અભ્યાસ કરતાં ફરીથી આકર્ષિત થવાનો અવકાશ હોય જ છે. આને કહેવાય છે યોગાચ ચલિત માનસ:... "
પ્રભુપાદ: ચલિત માનસ: ચલિત માનસ: મતલબ મનને યોગાભ્યાસથી વિચલિત કરવું. યોગાચ ચલિત માનસ: યોગાત મતલબ યોગાભ્યાસ અને ચલિત મતલબ ભટકામણી. માનસ: મતલબ મન. યોગાચ ચલિત માનસ: તો તેથી દરેક તક છે. દરેક વ્યક્તિને અનુભવ છે. તમે કોઈ પુસ્તક વાંચવાનો પ્રયત્ન કરો છો, ધ્યાનથી, પણ મન અનુમતિ નથી આપતું, તે વિચલિત છે. તો તે બહુ જ મહત્વપૂર્ણ પરિબળ છે મનને નિયંત્રિત કરવામાં. તે સાચો અભ્યાસ છે. આગળ વધો.
ભક્ત: "... જે વ્યક્તિ દિવ્ય માર્ગ પરથી વિચલિત છે. અર્જુન આત્મ-સાક્ષાત્કારના માર્ગ પરથી વિચલનના પરિણામો વિશે જાણવા જિજ્ઞાસુ હતો."
પ્રભુપાદ: હા, તે બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. કે વ્યક્તિ કોઈ પણ પ્રકારના યોગનો અભ્યાસ કરવાની શરૂઆત કરી શકે છે, ક્યાં તો અષ્ટાંગયોગ પદ્ધતિ, અથવા જ્ઞાનયોગ પદ્ધતિ, તત્વજ્ઞાનથી તર્ક કરવા, અને ભક્તિયોગ પદ્ધતિ, ભક્તિમય સેવા. પણ જો વ્યક્તિ યોગ પદ્ધતિને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે, તો પરિણામ શું છે? તે બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે, અને તે અર્જુન દ્વારા મૂકવામાં આવ્યો છે, અને કૃષ્ણ તેનો જવાબ આપશે. (તોડ)