GU/Prabhupada 0699 - એક ભક્ત કૃષ્ણને તેમના મૂળ રૂપમાં પ્રેમ કરવા ઈચ્છે છે



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969

ભક્ત: પ્રભુપાદ, આપણે આજે સવારે ભગવદ ગીતામાથી વાંચતાં હતા, કૃષ્ણના વિશ્વરૂપ ઉપર - જ્યારે તેમણે પોતાને અર્જુન સમક્ષ પ્રકટ કર્યા - અને તેમણે કહ્યું કે દેવો, અને ભક્તો, અને દાનવો તેઓ બધા તેમના વિશ્વરૂપને જોઈને ભયભીત હતા. તેવું કેવી રીતે થઈ શકે કે કૃષ્ણના ભક્તો, જેમ કે દેવતાઓ, વિશ્વરૂપ જોઈને ભયભીત થાય?

પ્રભુપાદ: કારણકે તેઓ વિશ્વરૂપને પ્રેમ નથી કરતાં. શું તે ઠીક છે? શું તમે વિશ્વરૂપને પ્રેમ કરો છો? જો કૃષ્ણ તમારી સમક્ષ વિશ્વરૂપના રૂપમાં આવે, (હસે છે) તમે તમારો પ્રેમ ભૂલી જશો. વિશ્વરૂપને પ્રેમ કરવાનો પ્રયત્ન ના કરો. શ્યામસુંદરને પ્રેમ કરો, બસ. આપણે કૃષ્ણને યુદ્ધ સમયે વિશ્વરૂપમાં જોયા છે. હું જાણું છું, મને લાગે છે ૧૯૪૨માં, ડિસેમ્બર, તારીખ હું ભૂલી ગયો છું. હું બસ ખાતો હતો અને બોંબમારાની બ્યૂગલ વાગી, કલકત્તામાં. તમે જોયું? તો વ્યવસ્થા હતી, જેવુ બોંબમારાની બ્યૂગલ વાગે, સરકારે એક જગ્યા, આશ્રય સ્થાનન પસંદ કર્યું હતું, તમારા ઘરમાં આ ઓરડો આશ્રય સ્થાન હશે. તો અમારે તે આશ્રય સ્થાનમાં જવું પડતું અને બોંબમારો શરૂ થતો - (બોંબમારાના ધ્વનિનું અનુકરણ કરે છે). તો અમે તે વિશ્વરૂપ જોતાં હતા તે સમયે. તો, અવશ્ય, હું વિચારતો હતો કે આ પણ કૃષ્ણનું બીજું રૂપ છે. પણ તે રૂપ બહુ પ્રેમ કરી શકાય તેવું નથી, તમે જોયું? (હાસ્ય) તો ભક્ત જે પ્રેમમાં છે, તે કૃષ્ણને તેમના મૂળ રૂપમાં પ્રેમ કરવા ઈચ્છે છે. આ વિશ્વરૂપ તેમનું મૂળ રૂપ નથી. તેઓ કોઈ પણ રૂપમાં પ્રકટ થઈ શકે છે, તેઓ સર્વ-શક્તિમાન છે. પણ પ્રેમ કરવાનું રૂપ છે કૃષ્ણ, શ્યામસુંદર.

ધારોકે એક પિતાનો પિતા છે પોલીસ અધિકારી. તો જો પિતા પોલીસ અધિકારી તરીકે બંદૂકમાથી ગોળીઓ છોડતા આવે, તો બાળક પિતાને પ્રેમ કરવાનું ભૂલી જશે. તમે જોયું? તો સ્વાભાવિક રીતે બાળક પિતાને પ્રેમ કરે છે જ્યારે તેઓ ઘરે છે, પિતાની જેમ. તેવી જ રીતે આપણે કૃષ્ણને પ્રેમ કરીએ છીએ - શ્યામસુંદર તરીકે. વિશ્વરૂપ જે અર્જુનને બતાવવામાં આવ્યું હતું તે ધૂર્ત મનુષ્યોને ચેતવણી આપવા માટે હતું. કારણકે કૃષ્ણએ કહ્યું, "હું ભગવાન છું." કૃષ્ણનું અનુકરણ કરીને, ઘણા બધા ધૂર્તો ઘોષણા કરે છે કે "હું ભગવાન છું." તેથી અર્જુન કહે છે, "કૃપા કરીને મને તમારું વિશ્વરૂપ બતાવો." જેથી આ ધૂર્તોને પણ કહી શકાય કે તમારું વિશ્વરૂપ બતાવો. તો જો તમે ભગવાન છો, તમારું વિશ્વરૂપ બતાવો. તે તેઓ ના બતાવી શકે. હા?

ભક્ત: શું આપણે માયાને (કૃષ્ણની) શક્તિ તરીકે આદર આપવો ના જોઈએ...?

પ્રભુપાદ: હમ્મ?

ભક્ત: શું આપણે માયાદેવીને (કૃષ્ણની) શક્તિ તરીકે આદર આપવો ના જોઈએ...?

પ્રભુપાદ: જો તમે કૃષ્ણને આદર આપશો, તમે બધાને આદર આપશો. તે ભક્તની યોગ્યતા છે. તમે એક કીડીને પણ આદર આપશો, અને તો માયાની તો વાત જ શું કરવી? માયા કૃષ્ણની એક મહત્વપૂર્ણ શક્તિ છે. તમારે માયાને આદર કેમ ના આપવો જોઈએ? તે આપણે.... માયા, દુર્ગા, આપણે પ્રાર્થના કરીએ છીએ, "દુર્ગા" - સૃષ્ટિ સ્થિતિ પ્રલય સાધન શક્તિર એકા છાયેવ યસ્ય (બ્ર.સં. ૫.૪૪) - જ્યારે આપણે દુર્ગાને પ્રાર્થના કરીએ છીએ, આપણે કૃષ્ણને તરત જ પ્રાર્થના કરીએ છીએ. કારણકે આપણે કૃષ્ણને દરેક જગ્યાએ જોવા પડે. આપણે માયાના કાર્યો જોઈએ છીએ. તો આપણે કૃષ્ણને તરત જ જોવા પડે - "ઓહ, આ માયા કૃષ્ણના નિર્દેશન હેઠળ આટલી સરસ રીતે કામ કરી રહી છે." તો પોલીસ અધિકારીને આદર આપવું મતલબ સરકારને આદર આપવું. જ્યાં સુધી માણસ કાર્યાલયમાં છે, આપણે આદર આપીએ છીએ. અને કાર્યાલય વગર. એક સજ્જન કાર્યાલયની અંદર અથવા બહાર આદર આપે છે. તેનો ફરક નથી પડતો. પણ વાસ્તવમાં તમે એક પોલીસ અધિકારીને આદર આપો - માયા મતલબ પોલીસ દળની જેમ કાર્ય કરે છે. તેનો મતલબ તમે સરકારને આદર આપો છો. તો આ આદર આપવું છે. ગોવિંદમ આદિ પુરુષમ.

સૃષ્ટિ સ્થિતિ પ્રલય સાધન શક્તિર એકા
છાયેવ યસ્ય ભુવનાની વિભર્તી દુર્ગા
ઈચ્છાનુરુપમ અપિ યસ્ય ચ ચેષ્ટતે સા
ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ
(બ્ર.સં. ૫.૪૪)

આ દુર્ગા, આ ભૌતિક શક્તિ, એટલી શક્તિશાળી છે - તે સર્જન કરી શકે છે, તે વિનાશ કરી શકે છે, તે પાલન કરી શકે છે. પણ તે કૃષ્ણના નિર્દેશન હેઠળ કાર્ય કરે છે. તો હું મારા દંડવત પ્રણામ કરું છું ગોવિંદને જેના નિર્દેશન હેઠળ તે કાર્ય કરી રહી છે. તો જ્યારે તમે માયાને પ્રણામ કરો તેનો મતલબ તમે તરત જ કૃષ્ણને પ્રણામ કરો છો.