GU/Prabhupada 0700 - સેવા મતલબ ત્રણ વસ્તુઓ: સેવા આપનાર, સેવા મેળવનાર, અને સેવા



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969

પ્રભુપાદ: હા?

ભક્ત: ફરીથી, પ્રભુપાદ, આજે સવારના વાંચનમાં...

પ્રભુપાદ: ના, સવારનો પ્રશ્ન નહીં. ઠીક છે, તમે પૂછી શકો છો, પણ પ્રશ્નો અને ઉત્તરો વાંચવાની વિષય વસ્તુના હોવા જોઈએ. નહીં તો પ્રશ્ન અને જવાબનો કોઈ અંત જ નહીં હોય જો તમે બધા જ વિષયો લાવશો. તમે જુઓ. કઈ વાંધો નહીં, તમે તે સમાપ્ત કરી શકો છો. હા, કોઈ પ્રશ્ન?

ભક્ત: તમે કહેલું કે ગોપાળો, કૃષ્ણના મિત્રો, તેમની સાથે રમી રહ્યા છે, અને તેમણે તેમના પૂર્વ જન્મોમાં ઘણા પુણ્યશાળી કાર્યો કર્યા હોવાનું કહેલું છે. હું સમજુ છું કે તેઓ શાશ્વત પાર્ષદો છે...

પ્રભુપાદ: ના, જે લોકો શાશ્વત પાર્ષદો છે... એમાથી અમુક શાશ્વત પાર્ષદો છે; અમુક શાશ્વત સંગ સુધી બઢતી પામ્યા છે. ધારો કે તમે જાઓ અને એક સંગી બનો, કૃષ્ણના મિત્ર. તો હવે તમારી સ્થિતિ પણ બને છે, શાશ્વત. જો ફક્ત કૃષ્ણના શાશ્વત પાર્ષદો જ તેમની સાથે રમી શકે, બીજા નહીં, તો તમારો કૃષ્ણ ભાવનાભાવિત બનવાનો મતલબ શું છે? તમે પણ બની શકો. કેવી રીતે? ઘણા, ઘણા જન્મોના પુણ્યશાળી કાર્યો કરીને. તમે પણ તે સ્થિતિ સુધી બઢતી મેળવી શકો છો. કૃત પુણ્ય પુંજા: (શ્રી.ભા. ૧૦.૧૨.૧૧). વાસ્તવમાં ભૌમ વૃંદાવનમાં, આ ભૌતિક જગતના વૃંદાવનમાં, મોટેભાગે કૃષ્ણના પાર્ષદો આ બદ્ધ જીવો છે જે કૃષ્ણ ભાવનામૃતના સિદ્ધ સ્તર સુધી બઢતી પામ્યા છે. તેમને સૌ પ્રથમ કૃષ્ણને જોવાની અનુમતિ મળે છે તે ગ્રહમાં જ્યાં કૃષ્ણની લીલાઓ ચાલી રહી છે. અને પછી તેઓ દિવ્ય વૃંદાવનમાં બઢતી મેળવે છે. તેથી ભાગવતમાં તે કહ્યું છે: કૃત પુણ્ય પુંજા: તે બધા બઢતી પામેલા છે. પણ જો તેઓ બઢતી પામેલા હોય તો પણ, હવે તો શાશ્વત સંગીઓ છે. શું તે સ્પષ્ટ છે? હરે કૃષ્ણ. તો? બીજો કોઈ પ્રશ્ન?

ભક્ત: પ્રભુપાદ? શું તે શક્ય છે, વ્યક્તિ માટે પોતાને ભક્તિયોગમાં પ્રવૃત્ત કરવું કૃષ્ણની સેવા કર્યા વગર? કહો કે કોઈ વ્યક્તિ...

પ્રભુપાદ: કૃષ્ણ વગર, ભક્તિ ક્યાં છે?

ભક્ત: કોઈ ભગવાન બુદ્ધ અથવા ઈશુ ખ્રિસ્તની પૂજા કરે છે...

પ્રભુપાદ: તે ભક્તિયોગ નથી. ભક્તિયોગ ફક્ત કૃષ્ણના સંબંધે છે. ભક્તિયોગ કોઈને પણ લાગુ ના પાડી શકાય, બીજા કશાને. કેવી રીતે બુદ્ધ સિદ્ધાંતને ભક્તિયોગ સાથે એકરૂપ કરી શકાય? ભક્તિયોગ મતલબ ભગવાનને સમજવું. ભક્ત્યા મામ અભિજાનાતી (ભ.ગી. ૧૮.૫૫). તમે ભગવદ ગીતામાં જોશો, અઢારમાં અધ્યાયમાં. ભક્તિયોગથી તમે ભગવાનને સમજી શકો, પરમ ભગવાનને. પણ બુદ્ધ સિદ્ધાંતમાં કોઈ ભગવાન જ નથી. તે તમે જાણો છો? તો ભક્તિયોગ ક્યાં છે?

ભક્ત: ખ્રિસ્તીઓની બાબતમાં, એમાથી કોઈ ઈશુ ખ્રિસ્તની પૂજા કરે છે.

પ્રભુપાદ: તે ભક્તિયોગ છે. કારણકે તેઓ ભગવાનનો સ્વીકાર કરે છે. જ્યાં સુધી તમે ભગવાનનો સ્વીકાર ના કરો ભક્તિયોગનો કોઈ પ્રશ્ન જ નથી. તો ખ્રિસ્તી ધર્મ પણ વૈષ્ણવ ધર્મ છે, કારણકે તેઓ ભગવાનનો સ્વીકાર કરે છે. હોઈ શકે, કોઈ સ્તર પર, આનાથી અલગ સ્તર પર. ભગવદ સાક્ષાત્કારના પણ વિભિન્ન સ્તરો છે. ખ્રિસ્તી ધર્મ કહે છે "ભગવાન મહાન છે." સ્વીકારો! તે બહુ જ સરસ છે. પણ ભગવાન કેટલા મહાન છે, તે તમે ભગવદ ગીતા અથવા શ્રીમદ ભાગવતમમાથી સમજી શકો. પણ તેમની સ્વીકૃતિ છે કે ભગવાન મહાન છે. તે છે, તેથી, તે ભક્તિની શરૂઆત છે. તમે ભક્તિ કરી શકો છો. મુસ્લિમ ધર્મ. તે પણ ભક્તિયોગ છે. કોઈ પણ ધર્મ જ્યાં ભગવાન લક્ષ્ય છે - તે છે, તેને ભક્તિમાં ગણી શકાય. પણ જ્યારે કોઈ ભગવાન જ નથી, અથવા નિરાકારવાદ, ભક્તિયોગનો કોઈ પ્રશ્ન જ નથી. ભક્તિયોગ મતલબ ભજ ધાતુ ક્તિ, ભજ-સેવયા. સેવા. સેવા મતલબ ત્રણ વસ્તુ, સેવક, સેવા મેળવનાર, અને સેવા. એક વ્યક્તિ હોવો જોઈએ જે સેવા સ્વીકારશે. અને એક વ્યક્તિ હોવો જોઈએ જે સેવા કરશે. અને પછી સાધનોથી, સેવાની વિધિ. તો ભક્તિયોગ મતલબ સેવા. જો સેવા સ્વીકારવા માટે કોઈ છે જ નહીં, તો ભક્તિયોગ ક્યાં છે? તો કોઈ પણ સિદ્ધાંત અથવા ધાર્મિક સિદ્ધાંત જ્યાં ભગવાનની સ્વીકૃતિ નથી, ત્યાં ભક્તિ લાગુ નથી પડતી.