GU/Prabhupada 0702 - હું આત્મા છું, શાશ્વત - હું પદાર્થ સાથેના સંગથી દૂષિત થયો છું, તેથી હું પીડાઈ રહ્યો છું



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969

પ્રભુપાદ: હા?

શિલાવતી: પ્રભુપાદ, તમે કહ્યું હતું કે જ્યાં સુધી વ્યક્તિ મૈથુન જીવનમાં પ્રવૃત્ત છે તે યોગી ના બની શકે.

પ્રભુપાદ: હા.

શિલાવતી: છતાં તમે પેલા દિવસે ગૃહસ્થ જીવનના સદગુણોના વખાણ કરતાં હતા, અને તમે કહ્યું હતું, તમે કોઈ મહાન આચાર્યોના નામ આપ્યા હતા કે તેઓ ગૃહસ્થ હતા અને તમે કહ્યું હતું...

પ્રભુપાદ: હા, તે ભક્તિયોગ છે. સામાન્ય યોગ પદ્ધતિમાં, જેમ કે તે આ અધ્યાયમાં સમજાવવામાં આવશે, વ્યક્તિએ ચુસ્તપણે બ્રહ્મચર્ય જીવનનું પાલન કરવું પડે. પણ ભક્તિયોગ પદ્ધતિમાં આખો ખ્યાલ છે કે તમારે તમારા મનને કૃષ્ણ પર સ્થિર કરવું પડે. તો જે પણ સ્થિતિ છે... ગૃહસ્થ જીવન મતલબ એવું નથી કે તમે મૈથુન જીવનના ભોગમાં પ્રવૃત્ત થાઓ. એક ગૃહસ્થને પત્ની હોઈ શકે છે, મૈથુન જીવન હોઈ શકે છે, પણ તે ફક્ત બાળકો ઉત્પન્ન કરવા માટે જ, બસ. એક ગૃહસ્થ મતલબ એવું નથી કે તેને વેશ્યાવૃત્તિને કાયદેસર બનાવવાનું પ્રમાણપત્ર મળી ગયું છે. તે ગૃહસ્થ નથી. ગૃહસ્થ મૈથુન જીવન જીવી શકે છે ફક્ત સારું બાળક પ્રાપ્ત કરવા, બસ તેટલું જ, વધુ નહીં. તે ગૃહસ્થ જીવન છે, પૂર્ણપણે નિયંત્રિત. ગૃહસ્થ મતલબ એવું નથી કે તેની પાસે યંત્ર છે અને ગમે ત્યારે તે ઉપયોગ કરી શકે છે. ના. ગૃહસ્થ, પતિ અને પત્ની, બંને કૃષ્ણ ભાવનાભાવિત, કૃષ્ણ ભાવનાભાવિત કાર્યોમાં પ્રવૃત્ત, પણ જ્યારે તેમને એક બાળકની જરૂર છે, કૃષ્ણ ભાવનાભાવિત, બસ. તે પણ સ્વૈચ્છીક ગર્ભનિરોધક પદ્ધતિ છે. એક અથવા બે અથવા ત્રણ બાળકો, બસ, વધુ નહીં. તો ગૃહસ્થ જીવનનો મતલબ એવો નથી કે કોઈ પણ નિયંત્રણ વગરનું મૈથુન જીવન. પણ આધ્યાત્મિક જીવન માટે... જ્યારે વ્યક્તિએ આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવી છે, ક્યાં તો તમે આ ભક્તિયોગ પદ્ધતિનો સ્વીકાર કરો, અથવા આ અષ્ટાંગયોગ પદ્ધતિ અથવા જ્ઞાનયોગ પદ્ધતિ, અનિયંત્રિત મૈથુન વૃત્તિ ક્યારેય હોતી નથી. મૈથુન પ્રવૃતિ મતલબ તમારે ફરીથી આવવું પડશે. જો તમે તમારી ઇન્દ્રિયોનો આનંદ લેવાનો પ્રયત્ન કરો, તે જીવનની ભૌતિક રીત છે.

જીવનની ભૌતિક રીત છે કે મારી પાસે સરસ ઇન્દ્રિયો છે, મને તેનો ભરપૂર આનંદ માણવા દો. તે ભૌતિક રીતનું જીવન છે. જેમ કે બિલાડીઓ, કુતરાઓ અને ભૂંડો. ભૂંડો, જ્યારે પણ તેમની મૈથુન ઈચ્છા પ્રબળ થાય છે, તેઓ પરવાહ નથી કરતાં કે તે તેની માતા છે કે બહેન કે આ કે તે. તમે જોયું? તે શ્રીમદ ભાગવતમમાં કહેલું છે: નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન અરહતે વિદભુજામ યે (શ્રી.ભા. ૫.૫.૧). વિદભુજામ. વિદભુજામ મતલબ, વીત મતલબ મળ, અને ભુજામ મતલબ ખાવાવાળો. તો મળ ખાવાની ઇન્દ્રિય તૃપ્તિ આ મનુષ્ય જીવન માટે નથી. મળ ખાવાવાળો મતલબ ભૂંડ. ભૂંડની ઇન્દ્રિય તૃપ્તિ આ મનુષ્ય જીવન માટે નથી. પ્રતિબંધ. તેથી આ મનુષ્ય જીવનમાં લગ્ન પ્રથા છે. શા માટે? લગ્ન અને વેશ્યાવૃતિ શું છે? લગ્ન પ્રથા મતલબ મૈથુન જીવનનું નિયંત્રણ. લગ્ન પ્રથા મતલબ એવું નથી કે તમારે એક પત્ની છે, આહ - કોઈ પણ મૂલ્ય ચુકવ્યા વગર તમે અનિયંત્રિત મૈથુન કરતાં જાઓ - ના, તે લગ્ન નથી. લગ્ન મતલબ તમારા મૈથુન જીવનને નિયંત્રિત કરવું. તે મૈથુન માટે અહી અને ત્યાં શિકાર કરશે? ના, તે તમે ના કરી શકો. અહી તમારી પત્ની છે, અને તે પણ ફક્ત બાળક માટે. તે અંકુશ છે.

ચાર વસ્તુઓ હોય છે: લોકે વ્યવાયામિષ મદ્ય સેવા નિત્ય હી જંતોર ન હી તત્ર ચોદના (શ્રી.ભા. ૧૧.૫.૧૧). વ્યવાય - મૈથુન જીવન, અને માંસાહાર, આમીષ. આમીષ મતલબ માંસ, માછલી, ઈંડા ખાવા. તો, વ્યવાય મતલબ મૈથુન. મૈથુન અને માંસાહાર. આમીષ... મદ્ય સેવા, નશો. નિત્યાસુ જંતુ: દરેક બદ્ધ જીવને સ્વાભાવિક વૃત્તિ હોય છે. પ્રવૃત્તિ. પણ વ્યક્તિએ તેનું નિયંત્રણ કરવું પડે. તે મનુષ્ય જીવન છે. જો તમે પોતાને તે સ્વાભાવિક વૃત્તિના પ્રવાહમાં મુકશો, તે મનુષ્ય જીવન નથી. તમારે અંકુશ મૂકવો પડે. આખું મનુષ્ય જીવન આ અંકુશ મૂકવાનું શીખવા માટે છે. તે મનુષ્ય જીવન છે. તે પૂર્ણ વેદિક સભ્યતા છે. તપો દિવ્યમ યેન શુધ્યેત સત્ત્વમ (શ્રી.ભા. ૫.૫.૧). વ્યક્તિએ તેનું અસ્તિત્વ શુદ્ધ કરવું પડે. તે અસ્તિત્વ શું છે? હું આત્મા છું, નિત્ય, શાશ્વત. અત્યારે હું આ પદાર્થથી દૂષિત છું, તેથી હું પીડાઈ રહ્યો છું. તો મારે શુદ્ધ કરવું પડે. જેમ કે તમારે રોગી અવસ્થામાથી મુક્ત થવાનું છે. જ્યારે તમને તાવ આવે છે તમે ઈલાજ લો છો. કોઈ અનિયંત્રિત આનંદ નહીં. ડોક્ટર કહે છે, "આ ના કરો, આ ના કરો, આ ના કરો." તેવી જ રીતે આ મનુષ્ય જીવન જીવનની આ રોગી અવસ્થા - ભૌતિક શરીર હોવું - તેમાથી બહાર આવવા માટે છે. તો જો આપણે અંકુશ નહીં રાખીએ તો સારવાર ક્યાં છે? ઈલાજ ક્યાં છે? આખી પદ્ધતિ છે અંકુશ રાખવું. તપો દિવ્યમ (શ્રી.ભા. ૫.૫.૧). વ્યક્તિના તપસ્યાના કાર્યો ફક્ત દિવ્ય સાક્ષાત્કાર માટે કેન્દ્રિત કરવા. તે મનુષ્ય જીવન છે.

પણ સમાજના વિભિન્ન આશ્રમો હોય છે: બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સન્યાસ. આખી પદ્ધતિ છે નિયંત્રિત કરવું. પણ ગૃહસ્થ, મતલબ થોડી છૂટ આપવી જે પૂર્ણપણે મૈથુન જીવનનું નિયંત્રણ કરી ના શકે. બસ તેટલું જ. ગૃહસ્થ મતલબ અનિયંત્રિત મૈથુન જીવન નહીં. જો તમે આ વિવાહિત જીવનને તે રીતે સમજતા હોય, તે ખોટી ધારણા છે. તમારે જો આ જીવનની રોગી અવસ્થામાથી બહાર નીકળવું હોય તો તમારે નિયંત્રણ કરવું પડે. તમે અનિયંત્રિત રીતે તમારી ઇન્દ્રિયોનો ભોગ કરતાં કરતાં રોગમાથી બહાર ના નીકળી શકો. ના. તે શક્ય નથી. યદ ઇન્દ્રિય પ્રિતય આપૃણોતી ન સાધુ મન્યે યત આત્મનો અયમ અસન્ન અપિ ક્લેશદ આસ દેહ: (શ્રી.ભા. ૫.૫.૪). જે લોકો અનિયંત્રિત રીતે ઇન્દ્રિય ભોગના સમાજમાં જોડાયેલા છે... તે સારું નથી. કારણકે તે તેમને ફરીથી આ ભૌતિક શરીર સ્વીકારવા તરફ લઈ જશે. હોઈ શકે મનુષ્ય શરીર, અથવા પ્રાણી શરીર, અથવા કોઈ પણ. પણ તેણે શરીર સ્વીકારવું પડશે જ. અને જેવુ તમે આ શરીર સ્વીકારો છો તો તમારે શરીરના દુખોમાથી પસાર થવું પડે. જન્મ મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રોગ. આ દુખના લક્ષણો છે.

તો લોકો... વ્યક્તિએ વૈજ્ઞાનિક રીતે આ વસ્તુઓને સમજાવી પડે પણ તે લોકો અવગણી રહ્યા છે. તો તેથી પીડાઈ રહ્યા છે. તે લોકો પીડાવાની પણ પરવાહ નથી કરતાં. જેમ કે પ્રાણીઓ, તેઓ પીડાઈ રહ્યા છે, પણ તેઓ તેની દરકાર નથી કરતાં. તેઓ ભૂલી જાય છે. તો વ્યાવહારિક રીતે આ ઇન્દ્રિય તૃપ્તિનો સમાજ મતલબ પ્રાણી સમાજ. થોડોક સભ્ય, બસ તેટલું જ.