GU/Prabhupada 0703 - જો તમે તમારું મન કૃષ્ણમાં લીન કરો તો તે સમાધિ છે



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969

ભક્ત: પ્રભુપાદ? શું અષ્ટાંગયોગ પદ્ધતિની સિદ્ધિ જે સમાધિ કહેવાય છે તે અને ભક્તિયોગની સમાધિ એક જ છે?

પ્રભુપાદ: હા. સમાધિ મતલબ મનને વિષ્ણુમાં લીન કરવું. તે સમાધિ છે. તો જો તમે તમારા મનને કૃષ્ણમાં લીન કરો તો તે સમાધિ જ છે. (તોડ) કોઈ પ્રશ્ન. તે પૂછશે. ઠીક છે.

યુવાન છોકરો: સ્વામીજી? તમે કહ્યું કે, કે જ્યારે, જો તમે બહુ જ ખાઓ તમે ભોગવશો. પણ ભક્તોનું શું? જ્યારે તે લોકો બહુ જ પ્રસાદ ખાય છે ત્યારે તેમનું શું?

પ્રભુપાદ: તમારે વધારે ખાવું છે?

યુવાન છોકરો: મારે ફક્ત જાણવું છે કે..

પ્રભુપાદ: તમે વિચારો છો કે તમે વધુ ખાઓ છો? તો તમે વધુ ખાઈ શકો છો.

યુવાન છોકરો: હું વિચારતો હતો કે હું ખાઈ શકું છું...

પ્રભુપાદ: હા, તો તમે વધુ ખાઈ શકો છો. હા, તે તબીબી સલાહ છે, કે ખાવામાં બે પ્રકારની ભૂલો હોય છે. વધુ ખાવું અને ઓછું ખાવું. તો વૃદ્ધ માણસ માટે ઓછા ખાવાની ભૂલ બહુ સારી છે. અને છોકરાઓ માટે વધુ ખાવાની ભૂલ, તે સારી છે. તો તમે વધુ ખાઈ શકો છો. હું નહીં.

યુવાન છોકરો: તમાલ અને વિષ્ણુજનનું શું? (હાસ્ય)

પ્રભુપાદ: તે ના કરી શકે. તમે કરી શકો. તમે જેટલું ઈચ્છો તેટલું ખાઈ શકો છો. છૂટ છે. (હાસ્ય)