GU/Prabhupada 0704 - હરે કૃષ્ણ જપ કરો અને આ સાધન (તમારા કાન) નો સાંભળવામાં ઉપયોગ કરો
Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969
પ્રભુપાદ: હા?
વિષ્ણુજન: પ્રભુપાદ? ભૌતિક જગતમાં વિભિન્ન પ્રકારની શક્તિઓ માપવા માટે સાધનો હોય છે. કેવી રીતે વ્યક્તિ માપે, કયા પ્રકારનું સાધન, કેવી રીતે તે વિકસિત કરે, આધ્યાત્મિક શક્તિ માપવા?
પ્રભુપાદ: ભૌતિક શક્તિ... તમારો પ્રશ્ન છે, જેમ કે શક્તિ અને વીજળી?
વિષ્ણુજન: આપણે તેને કોઈ ચોક્કસ સાધન અથવા યંત્રથી માપી શકીએ છીએ. પણ કૃષ્ણની આધ્યાત્મિક શક્તિને માપવાનું સાધન શું છે?
પ્રભુપાદ: તે સાધન આપણી પાસે છે. આ મૃદંગ અને કરતાલ. બસ વગાડો. તે બહુ જ સરસ સાધન છે. સાધન છે તમારી જીભ. હરે કૃષ્ણ જપ કરો. તમારી પાસે છે, દરેક વ્યક્તિએ પાસે છે, તમારે ખરીદવાનું નથી. સાધન છે તમારા કાન. ફક્ત ધ્વનિને સાંભળો. તમારી પાસે બધા જ સાધનો છે. તમારે ખરીદવાના કે કોઈ જગ્યાએથી ભાડે લેવાના નથી. તમારી પાસે જીભ છે અને તમારી પાસે કાન છે. હરે કૃષ્ણ જપ કરો અને આ સાધનથી સાંભળો. સમાપ્ત. બધી જ પૂર્ણતા છે. તેમાં શિક્ષિત વૈજ્ઞાનિક અથવા તત્વજ્ઞાની, આ કે તે, બનવાની જરૂર નથી. તમે ફક્ત હરે કૃષ્ણ જપ કરો અને સાંભળો. બધુ જ છે. દરેક વ્યક્તિ પાસે આ સાધનો છે. તમારે કોઈ કર ચૂકવવાનો નથી. તમે વીજળી વાપરો તો તમારે તેના માટે કર ચૂકવવો પડે છે. પણ અહી તમારી પાસે બધુ જ પૂર્ણ છે. પૂર્ણમ ઈદમ પૂર્ણમ અદ: (શ્રી ઇશોપનિષદ, આહવાન). ભગવાન દ્વારા સર્જિત બધુ જ પૂર્ણ છે. તમે આ પૃથ્વીને નથી જોતાં? આ પૃથ્વીનું એકંદર અસ્તિત્વ લો. તે પૂર્ણ છે. પૂરતો પાણીનો જથ્થો છે સમુદ્રો અને મહાસાગરોમાં. સૂર્યપ્રકાશ કાર્ય કરી રહ્યો છે, પાણીનું બાષ્પીભવન અને તે વાદળમાં પરિવર્તિત થાય છે. પછી તે આખી ભૂમિ પર ઘેરાય છે અને પછી પડે છે. અને નદીઓ વહે છે. તમે તમારી પાણીની ટાંકીને ઊંચે રાખો છો, અને પર્વતોના શિખરો છે, પાણીનો જથ્થો છે અને આખું વર્ષ નદી વહી રહી છે, પાણીનો પુરવઠો. તમે જોતાં નથી કે કેટલું સરસ મગજ છે? શું તમે પાણી રેડી શકો? જો તમારે સો ગેલન પાણી ઉડાવવું હોય તો તમારે ઘણી બધી યાંત્રિક વ્યવસ્થા કરવી પડે. અને અહી, લાખો ટન પાણી તરત જ મહાસાગર અને સમુદ્રમાથી લેવાય છે, અને વાદળમાં પરિવર્તિત થાય છે, આછું વાદળ જેથી તે તરત જ પડી ના જાય. તમે જોયું? એક ટાંકીની જેમ નહીં? અને તે પર્વતની ટોચ પર મૂકી રાખવામા આવે છે, અને તે આખી ભૂમિ પર છાંટવામાં આવે છે જેથી બધુ જ છે. તમને ધાન્ય, શાકભાજી ઉત્પન્ન કરવા માટે પાણીની જરૂર પડે છે. તો બધુ જ છે.
પૂર્ણમ અદ: પૂર્ણમ ઈદમ (શ્રી ઇશોપનિષદ, આહવાન). કારણકે તે પૂર્ણ બુદ્ધિશાળી મગજ દ્વારા નિર્મિત છે, બધુ જ પૂર્ણ છે. તેવી જ રીતે તમારું શરીર પણ આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે પૂર્ણ છે. તમારે બહારથી કોઈ વસ્તુ શોધવાની જરૂર નથી. ફક્ત આ યોગ પદ્ધતિ છે કે, તે પૂર્ણતાને સમજવી. બધુ જ પૂર્ણ છે. તમારું ભોજન પૂર્ણ છે, તમારી વ્યવસ્થા પૂર્ણ છે, તમારું મનુષ્ય શરીર પૂર્ણ છે. ફક્ત તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો અને આમાથી પૂર્ણપણે મુક્ત બનો, જીવનના પાશમાથી. શબ્દ (અસ્પષ્ટ). વેદાંત સૂત્ર, ફક્ત શબ્દ ધ્વનિથી વ્યક્તિ મુક્તિ મેળવી શકે છે. તો આ શબ્દ - શબ્દ મતલબ ધ્વનિ. શબ્દ (અસ્પષ્ટ). તમે જોયું? તો યંત્ર પહેલેથી જ તમારી પાસે છે, દરેક વ્યક્તિ પાસે. બસ તેનો ઉપયોગ કરો. આ સરળ પદ્ધતિ છે. હરે કૃષ્ણ જપ કરો અને સાંભળો. બસ તેટલું જ. હા.