GU/Prabhupada 0713 - વ્યસ્ત મૂર્ખ ભયાનક છેLecture on SB 1.16.23 -- Hawaii, January 19, 1974

ગમે તેટલી સરસ રીતે તમે આ બધી ભૌતિક સુવિધાઓ બનાવી હોય, તમે અહી રહી ના શકો. તમે ના રહી શકો... તમારી પાસે એક ચોક્કસ જથ્થાની શક્તિ છે. તો તે શક્તિ બીજા ઉદેશ્ય માટે છે. તો તમારી શક્તિ જીવનના વાસ્તવિક ઉદેશ્ય માટે નથી વપરાઈ રહી, જો તમે તેને કહેવાતા ભૌતિક સુખને વધારવા માટે વાપરો... વાસ્તવમાં, તે લોકો સુખી નથી બની ગયા. નહિતો, કેમ આટલા બધા યુવકો અને યુવતીઓ, તેઓ હતાશ છે? કારણકે આ પ્રકારની પ્રગતિ આપણને સુખી નહીં કરે. તે હકીકત છે. તેથી, જો તમે તમારી શક્તિનો વ્યય કરો તેવી વસ્તુઓ માટે જેની જરૂર નથી, તો તમે વિકાસ નથી કરી રહ્યા, તમે પરાસ્ત થઈ રહ્યા છો. તે લોકો તે જાણતા નથી. તે શ્રીમદ ભાગવતમમાં કહેલું છે. પરાભવસ તાવદ અબોધ જાતો યાવન ન જિજ્ઞાસત આત્મ-તત્ત્વમ (શ્રી.ભા. ૫.૫.૫). પરાભવ. પરાભવ મતલબ પરાજય. તાવત, "જ્યાં સુધી." ભૌતિકવાદી વ્યક્તિના બધા જ કાર્યો ફક્ત પરાજય છે. પરાભવ તાવદ અબોધ જાત: અબોધ. અબોધ મતલબ મૂર્ખ, ધૂર્ત, અજ્ઞાની, જન્મથી મૂર્ખ, ધૂર્ત, અજ્ઞાની. આપણે બધા જન્મથી મૂર્ખ છીએ. તો જો આપણે યોગ્ય રીતે શિક્ષિત નહીં થઈએ, તો આપણે મૂર્ખ અને ધૂર્ત જ રહીશું, અને મૂર્ખાઓ અને ધૂર્તોના કાર્યો, આ ફક્ત સમયનો બગાડ છે. કારણકે... તેને શું કહેવાય છે? વ્યસ્ત ધૂર્ત, વ્યસ્ત ધૂર્ત. જો એક ધૂર્ત વ્યસ્ત છે, તેનો મતલબ તે ફક્ત તેની શક્તિ બગાડી રહ્યો છે.

જેમ કે વાંદરો. વાંદરો બહુ જ વ્યસ્ત હોય છે. અવશ્ય, શ્રીમાન ડાર્વિનના અનુસાર, તે લોકો વાંદરામાથી આવ્યા છે. તો વાંદરાનું કાર્ય છે ફક્ત સમયનો બગાડ. તે બહુ જ વ્યસ્ત છે. તમે તેને હમેશા વ્યસ્ત જોશો. તો વ્યસ્ત મૂર્ખ બહુ જ ભયાનક છે. ચાર પ્રકારના માણસો હોય છે: આળસુ બુદ્ધિશાળી, વ્યસ્ત બુદ્ધિશાળી, આળસુ મૂર્ખ અને વ્યસ્ત મૂર્ખ. તો પ્રથમ વર્ગનો માણસ છે આળસુ બુદ્ધિશાળી. જેમ કે તમે જુઓ છો ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને. તેઓ બહુ જ આળસુ છે અને સૌથી વધુ બુદ્ધિશાળી. તે પ્રથમ વર્ગનો માણસ છે. તેઓ બધી જ વસ્તુ બહુ જ સ્વસ્થતાથી કરે છે. અને પછીનો વર્ગ છે વ્યસ્ત બુદ્ધિશાળી. બુદ્ધિનો ઉપયોગ બહુ જ સ્વસ્થતાથી કરવો જોઈએ. અને ત્રીજો વર્ગ છે: આળસુ મૂર્ખ - આળસુ, તે જ સમયે, મૂર્ખ. અને ચોથો વર્ગ છે: વ્યસ્ત મૂર્ખ. વ્યસ્ત મૂર્ખ બહુ જ ભયાનક છે. તો આ બધા લોકો, તેઓ વ્યસ્ત છે. આ દેશમાં પણ, દરેક જગ્યાએ, આખી દુનિયામાં, આ દેશમાં કે તે દેશમાં નહીં. તેમણે ઘોડા વગરની ગાડીની શોધ કરી છે - બહુ જ વ્યસ્ત. "હોંસ, હોંસ," (ગાડીના હોર્નનું અનુકરણ કરે છે) આ બાજુ આ બાજુ, આ બાજુ. પણ વાસ્તવમાં, તેઓ બુદ્ધિશાળી નથી. વ્યસ્ત મૂર્ખ. તેથી તેઓ સમસ્યાઓ ઉપર સમસ્યાઓ સર્જી રહ્યા છે. તે હકીકત છે. તેઓ એટલા વ્યસ્ત છે, પણ કારણકે તેઓ મૂર્ખાઓ છે, તેથી તેઓ સમસ્યાઓ સર્જી રહ્યા છે.