GU/Prabhupada 0714 - ભલે કોઈ લાભ હોય કે નહીં, હું કૃષ્ણ વિશે બોલીશ



Lecture on SB 1.16.24 -- Hawaii, January 20, 1974

કાલ, સમય, બહુ જ શક્તિશાળી છે. સમય... સમયમાં દરેક વસ્તુ થઈ શકે છે. સમયમાં તમે બહુ જ સુખી બની શકો છો, અને સમયમાં તમે બહુ દુખી બની શકો છો. સમય આપી શકે છે. અને સમય પણ કૃષ્ણ છે, કાલ-રૂપેણ. જ્યારે... તમે ભગવદ ગીતામાં તે જોશો, અગિયારમાં અધ્યાયમાં... હું અત્યારે ભૂલી ગયો છું, તે... "તમે કોણ છો?" વિરાટરૂપ, વિશ્વરૂપ જોઈને, અર્જુને કહ્યું, "તમે કોણ છો, શ્રીમાન?" તો તેમણે કહ્યું કે "હું કાલ-રૂપમાં છું, સમયના રૂપમાં, અત્યારે. હું તમને બધાને મારવા આવ્યો છું, તમને બધાને." તો તેથી આપણું કાર્ય હોવું જોઈએ કે આ જીવન ફક્ત કૃષ્ણ ભાવનામૃતને પૂર્ણ કરવા માટે જ વાપરવું જોઈએ. બીજું કોઈ કાર્ય નહીં. તે ચૈતન્ય મહાપ્રભુનો સંપ્રદાય છે. અને તે બહુ મુશ્કેલ નથી. જરા પણ મુશ્કેલ નથી. કીર્તનીય સદા હરિ: (ચૈ.ચ. આદિ ૧૭.૩૧). પણ તે મુશ્કેલ છે. ચોવીસ કલાક હરે કૃષ્ણ મંત્રનો જપ કરવો બહુ જ મુશ્કેલ છે. જે લોકોને ટેવ નથી, તેઓ ફક્ત જપથી પાગલ બની જશે. તેવું નથી (અસ્પષ્ટ). તમે હરિદાસ ઠાકુરનું અનુકરણ ના કરી શકો, કે "હવે હું એક એકાંત સ્થળે જઈશ અને હરે કૃષ્ણ જપ કરીશ." તે શક્ય નથી, શ્રીમાન. જ્યારે આધ્યાત્મિક જીવનમાં મહાન પ્રગતિ થાય છે ત્યારે વ્યક્તિ હરે કૃષ્ણ મંત્રના જપ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તે બહુ સરળ નથી.

તેથી, નવા ભક્તો માટે, આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ હોવી જ જોઈએ. નવા ભક્તના સ્તર પર, જો તમે ઉન્નત સ્તરનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરશો, તો તે ફક્ત હાસ્યજનક હશે. નવા ભક્તના સ્તરમાં આપણે હમેશા પ્રવૃત્ત હોવું જોઈએ. કૃષ્ણની સેવા કરવાની ઘણી જગ્યાઓ છે. તમે કૃષ્ણની સેવા ઘણી બધી રીતે કરી શકો છો. કર્મણા મનસા વાચા (ચૈ.ચ. આદિ ૯.૪૩), એતાવજ જન્મ સાફલ્યમ દેહીનામ ઈહ દેહીશુ (શ્રી.ભા. ૧૦.૨૨.૩૫). કર્મણા મનસા વાચા શ્રેય આચરણમ સદા (ચૈ.ચ. આદિ ૯.૪૨). કર્મણા મનસા, આપણી પાસે ત્રણ જગ્યાઓ છે: કામ કરીને, કર્મણા; વિચારીને, મનસા, કર્મણા મનસા વાચા, અને બોલીને. આપણે ત્રણ વસ્તુઓ કરી શકીએ. કર્મણા મનસા વાચા. તો આ ત્રિદંડા સન્યાસ મતલબ... ચાર દંડાઓ હોય છે. એક દંડો છે, શું કહેવાય છે, વ્યક્તિનું પ્રતિક. અને બીજા ત્રણ દંડા, તે તેના શરીર, મન અને વાણીનું પ્રતિક છે. આ દંડો મતલબ, કદાચ તમે જાણો છો, નથી જાણતા. તમે પ્રયત્ન કરો... તો કર્મણા, આ દંડા, મતલબ "મે પ્રતિજ્ઞા લીધી છે પોતાને પ્રવૃત્ત કરવાની, જે પણ મારી પાસે સંપત્તિ છે." તો મારી પાસે મારી સંપત્તિ છે. હું મારા શરીરથી કામ કરી શકું, હું મારા મનથી કામ કરી શકું, અને હું મારી વાણીથી કામ કરી શકું. તો ત્રિદંડા-સન્યાસ મતલબ જે વ્યક્તિએ તેનું જીવન સમર્પિત કર્યું છે, મતલબ તેના કાર્યો, તેનું શરીર અને તેની વાણી. તે છે ત્રિદંડા સન્યાસ. જે પણ વ્યક્તિએ તેના મન, શરીર અને વાણીને ભગવાનની સેવામાં સમર્પિત કર્યા છે, તે સન્યાસી છે. સન્યાસીનો મતલબ ફક્ત વેશ બદલવો અને બીજું વિચારવું તે નથી. ના. સન્યાસી, કોઈ પણ વ્યક્તિ, તેનો ફરક નથી પડતો કે તેણે વસ્ત્ર બદલ્યુ છે કે નહીં, જો તે પૂર્ણ રીતે તેના શરીર, મન અને વાણીથી પ્રવૃત્ત છે, સ સન્યાસી.

અનાશ્રિત: કર્મફલમ કાર્યમ કર્મ કરોતી ય: સ સન્યાસી (ભ.ગી. ૬.૧), કૃષ્ણ કહે છે. સન્યાસી કોણ છે? અનાશ્રિત: કર્મફલમ. "હું કૃષ્ણ વિશે બોલીશ." તો તમને શું લાભ મળશે? "કોઈ વાંધો નહીં મને શું લાભ મળશે, હું કૃષ્ણ વિશે બોલીશ. બસ." સ સન્યાસી, કૃષ્ણ કહે છે. "તે મારૂ કર્તવ્ય છે, કાર્યમ." કાર્યમ મતલબ કર્તવ્ય. "માત્ર કૃષ્ણ વિશે બોલવું તે મારુ કર્તવ્ય છે. બસ. હું બીજું કશું બોલવાનો નથી." તે સન્યાસી છે. અનાશ્રિત: કર્મ... હવે, જો તમે કોઈ વકીલને તમારા માટે ન્યાયાલયમાં બોલવા માટે પ્રવુત્ત કરો, "તરત જ મને બે હજાર ડોલર આપો." તે મહેનતાણું લે છે. પણ એક સન્યાસી, તે ચોવીસ કલાક કૃષ્ણ વિશે બોલશે, કોઈ લાભની આશા વગર. તે સન્યાસી છે. ચોવીસ કલાક તેના શરીરને કૃષ્ણના કાર્ય માટે પ્રવૃત્ત કરે છે - તે સન્યાસી છે. ચોવીસ કલાક કૃષ્ણ વિશે વિચારે છે - તે સન્યાસી છે. આ સન્યાસી છે. બીજું કોઈ કાર્ય નહીં. અનાશ્રિત: કર્મફલમ કાર્યમ કર્મ... દરેક વ્યક્તિ તેના વ્યક્તિગત સ્વાર્થ માટે કાર્ય કરી રહ્યું છે, "મને કેટલું ધન મળશે? મને કેટલું નામ અને મોભો અને પ્રતિષ્ઠા મળશે?" તેના વ્યક્તિગત સ્વાર્થ માટે. અને તે ભૌતિક છે. તે ભૌતિક છે. જેવુ તમે તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે કાર્ય કરો છો, તે ભૌતિક છે. અને જેવુ તમે કૃષ્ણના લાભ માટે કાર્ય કરો છો, તે આધ્યાત્મિક છે. બસ તેટલું જ. આ ભૌતિક અને આધ્યાત્મિક વચ્ચેનો ફરક છે.