GU/Prabhupada 0718 - પુત્રો અને શિષ્યોને હમેશા શિક્ષા કરવી જોઈએ



Morning Walk -- February 1, 1977, Bhuvanesvara

ભક્ત (૧): શ્રીલ પ્રભુપાદ, તે કાતરની કથાની જેમ, કેવી રીતે અમે વૈજ્ઞાનિકોને કૃષ્ણ અને ભગવદ ગીતા સ્વીકારવા મજબૂર કરી શકીએ? કેવી રીતે અમે વૈજ્ઞાનિકો પર ભગવદ ગીતા સ્વીકારવા પર દબાણ કરી શકીએ? મુશ્કેલી એ લાગે છે કે...

પ્રભુપાદ: ના, જો તે હકીકત છે, તમે દબાણ કરી શકો છો, જો તે હકીકત છે. અને જો તે હકીકત નથી, તો તે જીદ છે. જો તે હકીકત છે, તમે દબાણ કરી શકો છો, જેમ કે પિતા બાળકને દબાણ કરે છે, "શાળાએ જા." કારણકે તે જાણે છે કે શિક્ષા વગર તેનું જીવન નિરાશ બની જશે, તેઓ તે દબાણ કરી શકે છે. મને દબાણ હતું. હું શાળાએ ન હતો જતો. હા. (હાસ્ય) મારી માતાએ દબાણ કર્યું હતું. મારા પિતા સૌમ્ય હતા. મારી માતાએ દબાણ કર્યું. તેણે એક માણસને ખાસ કરીને મને શાળાએ પકડીને લઈ જવા માટે રાખ્યો હતો. તો દબાણની જરૂર છે.

ગુરુકૃપા: પણ તે તમારી અધિકૃતતા છે. તમારા માતાપિતા તમારા અધિકારી છે.

પ્રભુપાદ: હા.

ગુરુકૃપા: પણ તેઓ આપણને અધિકારી તરીકે સ્વીકારતા નથી. તેઓ કહે છે, "હું તમારી સમાન છું. વાસ્તવમાં હું તમારા કરતાં વધુ જાણું છું."

પ્રભુપાદ: તે બીજી મૂર્ખતા છે, બીજી મૂર્ખતા. પિતા-માતા, સ્વાભાવિક વાલી, તેઓ દબાણ કરી શકે છે.

સ્વરૂપ દામોદર: આપણે તેમને ઉચ્ચ સમાજ, જ્ઞાનનો ઉચ્ચ ભાગ બતાવવો પડે.

પ્રભુપાદ: હા. બાળક મૂર્ખ હોઈ શકે છે, પણ પિતા-માતા જોઈ ના શકે કે બાળક મૂર્ખ જ રહે. તે દબાણ કરી શકે છે. સરકાર પણ. શા માટે સૈન્યદળ છે? શા માટે પોલીસ દળ છે? જો તમે કાયદાનું ઉલ્લંઘન કરશો, તો તમારે બળપૂર્વક કાયદાને સ્વીકારવો પડશે. દબાણ જરૂરી છે.

ભક્ત (૧): પણ સૌ પ્રથમ બાળકે જોવું પડે કે શાળાએ જવાનો કોઈ ફાયદો છે.

પ્રભુપાદ: બાળક જોઈ ના શકે. તે ધૂર્ત છે. તેને જૂતાંથી મારવો પડે. પછી તે જોશે. બાળક ના જોઈ શકે. પુત્રમ ચ શિષ્યમ ચ તાડયેન ન તુ લાલયેત (ચાણક્ય પંડિત): "પુત્રો અને શિષ્યોને હમેશા શિક્ષા (સજા) કરવી જોઈએ." તે ચાણક્ય પંડિત છે. "ક્યારેય તેમને પંપાળો નહીં." લાલને બહવો દોષાસ તાડને બહવો ગુણા:... "જો તમે પંપાળશો, તો તે બગડી જશે. અને જો તમે શિક્ષા કરશો, તો તે બહુ જ સરસ વ્યક્તિ તરીકે બહાર આવશે. તેથી, એક શિષ્ય અથવા પુત્ર, તેમને શિક્ષા થવી જ જોઈએ." તે ચાણક્ય પંડિતની સલાહ છે. તેમને પંપાળવાનો કોઈ પ્રશ્ન જ નથી.

ગુરુકૃપા: લોકોને ખુશામદ જોઈતી હોય છે. તેમને બહુ કડકાઈથી કહી ના શકાય.

પ્રભુપાદ: અને તે શિષ્યોની પણ સ્થિતિ છે. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું હતું, ગુરુ મોરે મૂર્ખ દેખી (ચૈ.ચ. આદિ ૭.૭૧). ચૈતન્ય મહાપ્રભુ સ્વયમ ભગવાન હતા, અને તેમણે કહ્યું કે "મારા ગુરુ મહારાજે મને પહેલા ક્રમનો મૂર્ખ, ધૂર્ત જોયો છે." શિક્ષા. તેની જરૂર છે. ચાણક્ય પંડિત, એક મહાન નૈતિક શિક્ષક, તેમણે સલાહ આપી છે, તાડયેન ન તુ લાલયેત: "હમેશા તેમને શિક્ષા કરો. નહિતો તેઓ બગડી જશે."

સ્વરૂપ દામોદર: બુદ્ધિશાળી છોકરો જાણે છે કે, કે શિક્ષા તે પણ કૃપા છે.

પ્રભુપાદ: હા, હા.