GU/Prabhupada 0719 - સન્યાસ લેવો - તેને પૂર્ણ રીતે રાખો



Excerpt from Sannyasa Initiation of Viraha Prakasa Swami -- Mayapur, February 5, 1976

શ્રી ચૈતન્ય મહાપ્રભુ આ જગ્યાના નિવાસી હતા જ્યાં તમે સન્યાસ લઈ રહ્યા છો. તો તેમનો સન્યાસ લેવાનો ઉદેશ્ય શું હતો? તેઓ બહુ જ આદરણીય બ્રાહ્મણ હતા, નિમાઈ પંડિત. આ ભૂમિનો પ્રદેશ, નવદ્વીપ, અનંતકાળથી ઉચ્ચ શિક્ષિત બ્રાહ્મણોનું સ્થળ છે. તો શ્રી ચૈતન્ય મહાપ્રભુ એક આદરણીય બ્રાહ્મણ પરિવારથી હતા, જગન્નાથ મિશ્રાના પુત્ર, તેમના દાદા, નીલાંબર ચક્રવર્તી. બહુ જ આદરણીય, આદરણીય વ્યક્તિઓ. તેમણે તે પરિવારમાં જન્મ લીધો. વ્યક્તિગત રીતે તેઓ ખૂબ જ સુંદર હતા; તેથી તેમનું બીજું નામ છે ગૌરસુંદર. અને તેઓ બહુ જ શિક્ષિત વિદ્વાન પણ હતા; તેથી તેમનું બીજું નામ છે નિમાઈ પંડિત. તો, અને તેમના પારિવારિક જીવનમાં તેમને ખૂબ જ સરસ, સુંદર યુવાન પત્ની હતી, વિષ્ણુપ્રિયા, અને બહુ જ પ્રેમાળ માતા, અને તેઓ ખૂબ જ પ્રભાવશાળી હતા. તમે તે જાણો છો. એક દિવસમાં તેમણે કાઝીની આજ્ઞાની વિરુદ્ધમાં વિદ્રોહ કરવા માટે આશરે એક લાખ અનુયાયીઓ એકત્રિત કર્યા હતા. તો આ રીતે તેમની સામાજિક સ્થિતિ ખૂબ જ અનુકૂળ હતી. વ્યક્તિગત સ્થિતિ ખૂબ જ અનુકૂળ હતી. છતાં, તેમણે સન્યાસ લીધો, ઘર છોડયું. કેમ? દયિતયે: ઉદ્ધાર કરવા, જગતના પતિત આત્માઓ પર કૃપા દાખવવા.

તો તેમણે એક વારસો છોડયો છે કે જે પણ વ્યક્તિએ ભારતમાં જન્મ લીધો છે,

ભારત ભૂમિતે મનુષ્ય જન્મ હઈલ યાર
જન્મ સાર્થક કરી કર પર ઉપકાર
(ચૈ.ચ. આદિ ૯.૪૧)

તો તેમણે વ્યક્તિગત રીતે બતાવ્યુ કેવી રીતે પર-ઉપકાર કરવો, બીજાનું કલ્યાણ, પતિત આત્માઓનું. તો આ સન્યાસ મતલબ શ્રી ચૈતન્ય મહાપ્રભુની આજ્ઞાનું પાલન કરવું કે,

આમાર આજ્ઞાય ગુરુ હયા તાર એઈ દેશ
યારે દેખ તારે કહ 'કૃષ્ણ' ઉપદેશ
(ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮)

અમે એવી સ્થિતિનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે ફક્ત ભારતીયોને જ આ તક નથી, પણ શ્રી ચૈતન્ય મહાપ્રભુના અનુસાર, કોઈ પણ વ્યક્તિ - પૃથ્વીતે આછે યત નગરાદી ગ્રામ (ચૈ.ભા. અંત્યખંડ ૪.૧૨૬) - તેમણે આ પ્રચારક કાર્ય લેવું જોઈએ. અને હું તમારો, અમેરિકન છોકરાઓ અને છોકરીઓનો, એટલો બધો આભારી છું, કે તમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ઘણું જ ગંભીરતાથી લીધું છે. અને શ્રી ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી તમે સન્યાસ લઈ રહ્યા છો, તમારામાથી અમુક. તેને બહુ જ પૂર્ણ રીતે રાખજો અને નગરથી નગર, શહેરથી શહેર, ગામથી ગામ જાઓ, આખી દુનિયામાં અને આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ફેલાવો જેથી દરેક વ્યક્તિ સુખી બની શકે. લોકો બહુ જ પીડાઈ રહ્યા છે. તે લોકો, કારણકે તેઓ મૂઢ, ધૂર્તો છે, તેઓ જાણતા નથી કેવી રીતે મનુષ્ય રૂપમાં કેવી રીતે જીવવાની સ્થિતિને ગોઠવવી. આ ભાગવત-ધર્મ દરેક જગ્યાએ છે. તો મનુષ્ય જીવન કુતરા અને ભૂંડ બનવા માટે નથી. તમારે એક પૂર્ણ મનુષ્ય બનવું જોઈએ. શુદ્ધયેત સત્ત્વ. તમારા અસ્તિત્વને શુદ્ધ કરો. તમે કેમ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગમાથી પસાર થાઓ છો? કારણકે તમે અશુદ્ધ છો. હવે, જો આપણે આપણા અસ્તિત્વને શુદ્ધ કરીએ, તો જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ જેવી કોઈ વસ્તુઓ હશે નહીં. તે શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને સ્વયમ કૃષ્ણનું વિધાન છે. ફક્ત કૃષ્ણને સમજવાથી, તમે શુદ્ધ બનો છો અને તમે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગના દૂષણથી પરે થાઓ છો.

તો સામાન્ય લોકોને, તત્વજ્ઞાનીઓને, ધર્મવાદીઓને આશ્વસ્ત કરવાનો પ્રયત્ન કરો. આપણને આવો કોઈ, સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ નથી. કોઈ પણ વ્યક્તિ આ આંદોલનમાં જોડાઈ શકે છે અને પોતે શુદ્ધ બની શકે છે. જન્મ સાર્થક કરી કર પર-ઉપકાર (ચૈ.ચ. આદિ ૯.૪૧). તો હું ખૂબ જ પ્રસન્ન છું. તમે પહેલેથી જ સમાજને સેવા આપેલી છે. હવે તમે સન્યાસ લો અને આખી દુનિયામાં પ્રચાર કરો જેથી લોકોને લાભ મળે. આપનો ખૂબ ખૂબ આભાર. ભક્તો: જય શ્રીલ પ્રભુપાદ.