GU/Prabhupada 0720 - તમારી કામેચ્છાઓને કૃષ્ણ ભાવનામૃતથી નિયંત્રિત કરો



Lecture on BG 16.10 -- Hawaii, February 6, 1975

કૂતરો ખૂબ ગર્વિત છે, ભસીને, "યાઉ! યાઉ! યાઉ!" તે જાણતો નથી કે "હું સાંકળથી બંધાયેલો છું." (હસે છે) તે એટલો મૂર્ખ છે, કે જેવો તેનો માલિક કહે છે - "ચલો." (હાસ્ય) તો માયા માલિક છે: "તું ધૂર્ત, અહી આવ." "હા." અને આપણે તેને જોઈએ છીએ, ગર્વિત: "હું કઈક છું." આ કૂતરાની સભ્યતા, નષ્ટ બુદ્ધય, બધી જ બુદ્ધિનો નાશ... આને ઓછા બુદ્ધિશાળી કહેવાય છે. કામમ દુશ્પુરમ. તો કામમ, કામવાસનાઓ... આ શરીરને કારણે કામવાસનાઓ હોય છે. આપણે તેને નકારી ના શકીએ. પણ તેને દુશ્પુરમ ના બનાવો - ક્યારેય સંતૃપ્ત થાય નહીં તેવી. તો પછી સમાપ્ત. તેને સીમિત બનાવો. તેને સીમિત બનાવો. તેથી, વેદિક સભ્યતા અનુસાર, કામવાસના છે, પણ તમે ફક્ત તેનો એક સરસ બાળક મેળવવા માટે જ ઉપયોગ કરી શકો. તેને પૂરમ કહેવાય છે, મતલબ નિયંત્રિત.

તો બ્રહ્મચારીને તે રીતે શિક્ષા આપવામાં આવે છે. પચ્ચીસ વર્ષો સુધી તે એક યુવાન છોકરીને જોઈ ના શકે. તે જોઈ પણ ના શકે. આ બ્રહ્મચારી છે. તે જોઈ ના શકે. પછી તે પ્રશિક્ષિત થાય છે તે રીતે, કે તે બ્રહ્મચારી જીવન ચાલુ રાખી શકે છે. નૈષ્ઠિક બ્રહ્મચારી. પણ જો તે કરી ના શકે, તો તેને લગ્ન કરવાની અનુમતિ છે. તેને ગૃહસ્થ જીવન કહેવાય છે, પારિવારિક જીવન. કારણકે પચ્ચીસ વર્ષથી પચાસ વર્ષની વચ્ચે, આ યુવાનીનો સમય છે, તો તેની કામુક ઈચ્છાઓ ખૂબ જ બળવાન હોય છે. જે વ્યક્તિ નિયંત્રણ ના કરી શકે... બધા માટે નહીં. ઘણા નૈષ્ઠિક બ્રહ્મચારીઓ છે. નૈષ્ઠિક બ્રહ્મચારી - આખું જીવન, બ્રહ્મચર્ય. પણ તે આ યુગમાં શક્ય નથી, કે ન તો બ્રહ્મચારી રહેવું શક્ય છે. સમય બદલાઈ ગયો છે, આ યુગમાં. તેથી તમે તમારી કામેચ્છાઓને કૃષ્ણ ભાવનામૃતથી નિયંત્રિત કરી શકો. નહિતો તે શક્ય નથી.

યદ અવધિ મમ ચેત: કૃષ્ણ પદારવિંદે. એક સમ્રાટ, તે રાજા હતો, તો સ્વાભાવિક રીતે તે કામુક પણ હતો. તો તેણે તે કામેચ્છાનું જીવન છોડી દીધું, એક ભક્ત બની ગયો. તો જ્યારે તે પૂર્ણ રીતે સ્થિત થઈ ગયો, તો તે કહે છે, યમુનાચાર્ય - તે રામાનુજાચાર્યના ગુરુ હતા - તો તે કહે છે કે યદ અવધિ મમ ચેત: કૃષ્ણ પદારવિંદે: "જ્યારથી મે મારા મનને કૃષ્ણના ચરણકમળનમી સેવામાં પ્રવૃત કરવાનું પ્રશિક્ષણ આપ્યું છે," યદ અવધિ મમ ચેત: કૃષ્ણ પદારવિંદે નવ નવ ધામની ઉદ્યતમ રસ, "રોજ હું કૃષ્ણને સેવા આપું છું, મને નવો, નવો આનંદ મળે છે." આધ્યાત્મિક જીવન મતલબ... જો વ્યક્તિ વાસ્તવમાં આધ્યાત્મિક જીવનમાં સ્થિત થાય તો તેને મળશે આધ્યાત્મિક આનંદ, દિવ્ય આનંદ, વધુ અને વધુ સેવા આપીને, નવો અને નવો. તે આધ્યાત્મિક જીવન છે. તો યમુનાચાર્યે કહ્યું, યદ અવધિ મમ ચેત: કૃષ્ણ પદારવિંદે નવ નવ ધામની ઉદ્યતમ રંતુમ આસિત" "જ્યારે હું કૃષ્ણના ચરણકમળની સેવા કરીને દરેક ક્ષણે દિવ્ય આનંદ અનુભવું છું," તદ અવધિ, "ત્યારથી," બટ નારી સંગમે... ક્યારેક આપણે સૂક્ષ્મ આનંદ લઈએ છીએ, મૈથુન જીવનનો વિચાર કરીને. તેને નારી સંગમે કહેવાય છે. નારી મતલબ સ્ત્રી, અને સંગ મતલબ સંગ. તો જે લોકો અભ્યાસુ છે, તો જ્યારે વાસ્તવમાં કોઈ સંગ નથી, તેઓ સંગ વિશે વિચારે છે. તો યમુનાચાર્ય કહે છે કે "સ્ત્રીનો વાસ્તવમાં સંગ નહીં, પણ જ્યારે હું સંગ વિશે વિચારું છું," તદ અવધિ બટ નારી સંગમે સ્મર્યમાને, સ્મર્યમાને, "ફક્ત વિચારવાથી," ભવતિ મુખ વિકાર:, "ઓહ, તરત જ હું ઘૃણા કરું છું: 'આહ, આ અધમ વસ્તુ શું છે?' " સુષ્ઠુ નિષ્ઠી... (થૂકવાનો અવાજ કરે છે) તે પૂર્ણતા છે. (મંદ હાસ્ય) આ સિદ્ધિ છે. હા. જ્યાં સુધી આપણે વિચારીશું, જેને સૂક્ષ્મ મૈથુન કહેવાય છે, વિચારવું. તે લોકો મૈથુનનું સાહિત્ય વાંચે છે. તે સૂક્ષ્મ મૈથુન છે. સ્થૂળ મૈથુન અને સૂક્ષ્મ મૈથુન. તો વ્યક્તિએ આ બધી જ કામેચ્છાઓથી પૂર્ણ રીતે મુક્ત થવું પડે, વધુ ફસાવું નહીં જે ક્યારેય સંતૃપ્ત નહીં થાય - અસંતૃપ્ત, દુશ્પુરમ.