GU/Prabhupada 0722 - આળસુ ના બનો. હમેશા પ્રવૃત્ત રહો



Arrival Lecture -- Mexico, February 11, 1975, (With Spanish Translator)

તો હું તમને જોઈને ખૂબ જ પ્રસન્ન છું, ઘણા બધા કૃષ્ણના અંશ. તમે કૃષ્ણ ભાવનામૃતને સમજવા આવ્યા છો. તો સિદ્ધાંતો પર વળગેલા રહો, તો તમારું જીવન સફળ છે. સિદ્ધાંત છે પોતાને શુદ્ધ બનાવવું. જેમ કે જ્યારે એક માણસ માંદો પડે છે, તેણે પોતાને શુદ્ધ બનાવવો પડે નિયમો દ્વારા, આહાર દ્વારા, દવા દ્વારા, તેવી જ રીતે, આપણને આ ભૌતિક રોગ છે, ભૌતિક શરીરથી ઢંકાયેલા છીએ, અને દુખના લક્ષણો છે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ. તો વ્યક્તિ કે જે આ ભૌતિક બંધનથી બહાર નીકળવા માટે ગંભીર છે અને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગથી મુક્ત થવા, તો તેણે આ કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરવું જ જોઈએ. તે બહુ જ સરળ અને સહેલું છે. જો તમે જાણતા નથી, જો તમે શિક્ષિત નથી, જો તમારી પાસે કોઈ સંપત્તિ નથી, તમે ફક્ત હરે કૃષ્ણ મહા મંત્ર જપ કરી શકો છો. અને જો તમે શિક્ષિત છો, તાર્કિક, તત્વજ્ઞાની, તમે અમારી પુસ્તકો વાંચી શકો છો, જે પચાસ જેટલી છે. આશરે પંચોતેર પુસ્તકો હશે ચારસો પાનાની, તત્વજ્ઞાનીઓ, વૈજ્ઞાનીઓ, શિક્ષકોને આશ્વસ્ત કરાવવા કે કૃષ્ણ ભાવનામૃત શું છે. તે અંગ્રેજી અને અન્ય યુરોપીયન ભાષાઓમાં પ્રકાશિત છે. તેનો લાભ લો. આ મંદિરમાં અર્ચવિગ્રહની પૂજાની સાથે, ઓછામાં ઓછા પાંચ કલાક વર્ગો લો. જેમ શાળાઓમાં અને કોલેજોમાં નિયમિત વર્ગો હોય છે, પિસ્તાલીસ મિનિટનો વર્ગ, પછી પાંચ અથવા દસ મિનિટનો અંતરાલ, ફરીથી પિસ્તાલીસ મિનિટનો વર્ગ, આ રીતે, તો આપણી પાસે પૂરતી વિષય વસ્તુ છે અભ્યાસ કરવા માટે. અને જો આપણે આ બધી પુસ્તકોનો અભ્યાસ કરીશું, તેમને પૂરી કરવા માટે ઓછામાં ઓછા પચ્ચીસ વર્ષો લાગશે. તો તમે બધા યુવાન છો. હું તમને વિનંતી કરું છું તમારો સમય પુસ્તકો વાંચવામાં પ્રવૃત્ત કરવા માટે, જપ કરવામાં, અર્ચવિગ્રહની પૂજા કરવામાં, પ્રચાર કરવા જવામાં, પુસ્તક વિતરણમાં. આળસુ ના બનો. હમેશા પ્રવૃત્ત રહો. તો તે કૃષ્ણ ભાવનામૃત છે.

કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે,

મામ હી પાર્થ વ્યાપાશ્રિત્ય
યે અપિ સ્યુ: પાપ યોનય:
સ્ત્રીય: વૈશ્યાસ તથા શુદ્રાસ
તે અપિ યાંતી પરામ ગતિમ
(ભ.ગી. ૯.૩૨)

કોઈ ભેદભાવ નથી કે "આ પુરુષને અનુમતિ આપવી જોઈએ; આ સ્ત્રીને અનુમતિ ના આપવી જોઈએ." ના. કૃષ્ણ કહે છે "કોઈ પણ" - સ્ત્રીય: વૈશ્યસ તથા શુદ્રાસ જે પણ વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરે છે, તે ભૌતિક બંધનમાથી મુક્ત બને છે અને ભગવદ ધામ પાછો જાય છે. તો આ આંદોલનને ગંભીરતાથી લો અને સિદ્ધાંતોનું પાલન કરો, જે છે માંસાહાર નહીં, અવૈધ મૈથુન નહીં, નશો નહીં, જુગાર નહીં, અને સોળ માળાનો જપ કરવો.