GU/Prabhupada 0723 - રસાયણો જીવનમાથી આવે છે; જીવન રસાયણમાથી નથી આવતું



Lecture on BG 7.4 -- Bombay, February 19, 1974

પ્રભુપાદ: તો આત્મા છે અને સ્થૂળ ભૌતિક શરીર છે અને સૂક્ષ્મ ભૌતિક શરીર છે. આત્મા મૂળ સિદ્ધાંત છે, પણ એક શરીર મેળવવા માટે, જેમ મે પહેલા જ સમજાવેલું છે, પિતા અને માતા દ્વારા છોડાયેલા પ્રવાહીઓ, તે મિશ્રિત થાય છે, તેનું સંયોજન બને છે અને તે એક વટાણાના શરીરનું રૂપ ધારણ કરે છે. અને આત્મા પિતાના વીર્ય દ્વારા આવે છે અને તે ત્યાં બેસે છે. પછી શરીર વિકસિત થાય છે. હવે, જરા સમજવાનો પ્રયત્ન કરો. કારણકે આત્મા છે, તેથી પદાર્થ વિકસી રહ્યો છે. જો આત્મા નથી, જો બાળક મૃત છે, કોઈ વિકાસ નથી. કોઈ વિકાસ નથી. કોઈ મૃત બાળક શરીર વિકસિત ના કરી શકે. દરેક વ્યક્તિ જાણે છે. તેથી આ ભૌતિક ઘટકો આત્મામાથી આવે છે, એવું નથી કે આત્મા ભૌતિક ઘટકોમાથી આવે છે. આવું નથી. આ ખોટો સિદ્ધાંત છે. જો તે ભૌતિક સંયોજનથી આવતું હોત, તો કેમ તમે... એક પ્રયોગશાળામાં જીવને ઉત્પન્ન કરો. એક પ્રયોગશાળામાં, ના, તે ના થઈ શકે... એક ભૌતિક... કારણકે... ભૌતિક સૃષ્ટિ છે કારણકે મને જોઈતું હતું, આવા સંજોગો, વાતાવરણ, અને અનુમંતા, પરમ ભગવાન, તેઓ પરમ અનુમતિ આપવાવાળા છે - તેમણે મને એક ચોક્કસ પ્રકારની માતાના ગર્ભમાં પ્રવેશ કરવાની તક આપી, અને ભૌતિક (શરીર) વિકસિત થાય છે.

તો વાસ્તવિક હકીકત છે કે આત્મામાથી, શક્તિ, ભૌતિક શક્તિ બહાર આવે છે. ઉદાહરણ લો... કે હું આપું છું, કે રસાયણો. હવે, એક લીંબુનું વૃક્ષ લો. તે જીવ છે, અને તે સાઈટ્રિક એસિડના ઓછામાં ઓછા સેંકડો પાઉન્ડ ઉત્પન્ન કરે છે. લીંબુ, દરેક વ્યક્તિ જાણે છે. તમે આજે પચાસ લીંબુ લો, ફરીથી પચાસ લીંબુ લો, અને જો તમે લીંબુનો રસ કાઢો, તમે પુષ્કળ જથ્થામાં સાઈટ્રિક એસિડ મેળવશો. તો સાઈટ્રિક એસિડ ક્યાથી આવે છે? કારણકે વૃક્ષમાં જીવ છે. તેથી નિષ્કર્ષ હોવો જોઈએ કે રસાયણો જીવમાથી આવે છે; જીવન રસાયણમાથી નથી આવતું. જો જીવન રસાયણમાથી આવતું હોત, તો તમે ઉત્પન્ન કરો. હું તમને રસાયણ આપું, જે પણ રસાયણો તમારે જોઈએ છે. તો રસાયણ ઉત્પન્ન કરી શકાય. જેમ કે તમને અનુભવ છે કે જ્યારે પરસેવો થાય છે. તમે પરસેવાનો સ્વાદ કરો; તે મીઠું છે. મીઠું ક્યાથી આવી રહ્યું છે? મીઠું છે... રાસાયણિક નામ શું છે? સોડિયમ કાર્બોનેટ, ના?

ભક્ત: ક્લોરાઇડ.

પ્રભુપાદ: સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ચ્લોરોડીએ, તે ક્યાથી આવે છે? તે તમારા શરીરમાથી આવે છે, અને શરીર આત્મામાથી આવે છે. તેથી સોડિયમ ક્લોરાઇડનું મૂળ કારણ છે આત્મા. તો જેમ તમે વિશ્લેષણ કરો છો એક થોડી માત્રામાં રસાયણ તમારા શરીરમાથી, વૃક્ષના શરીરમાથી, કોઈ પણ શરીરમાથી, તો તમે જરા વિચારો કે અસીમિત શરીર, કૃષ્ણના વિશાળકાય શરીર, વિરાટપુરુષ, કેટલું રસાયણ તે ઉત્પન્ન કરી શકે. તેથી, એવું ના લો કે આ બધુ કલ્પના છે. કૃષ્ણ કહે છે,

ભૂમિર અપો અનલો વાયુ:
ખમ મનો બુદ્ધિર એવ ચ
અહંકાર ઈતિયમ મે
ભિન્ના પ્રકૃતિર અષ્ટધા
(ભ.ગી. ૭.૪)

"આ આઠ પ્રકારના ઘટકો, સ્થૂળ અને સૂક્ષ્મ, તે મારી શક્તિ છે." તે કૃષ્ણમાથી આવી રહ્યા છે. જો તમે... કૃષ્ણ કોઈ બકવાસ નથી કરી રહ્યા. તેઓ તમને ભૂલ-ભુલામણીમાં નથી નાખતા. ઓછામાં ઓછું જે લોકો ઉન્નત છે, તમે કેમ ભગવદ ગીતા વાંચો છો? કારણકે તે અધિકૃત છે; કૃષ્ણ બોલી રહ્યા છે. તે હકીકત છે. સૌથી ઉત્કૃષ્ટ અધિકારી. આપણે અધિકારી પાસેથી જ્ઞાન લેવું પડે; આપણે જ્ઞાનનું નિર્માણ ના કરી શકીએ. તે નથી... તે અપૂર્ણ જ્ઞાન છે, કારણકે આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે.