GU/Prabhupada 0725 - વસ્તુઓ બહુ સરળતાથી નથી થવાની. માયા બહુ, બહુ જ શક્તિશાળી છે



Lecture on SB 7.9.22 -- Mayapur, February 29, 1976

આને મનુષ્ય જીવન કહેવાય છે, જ્યારે વ્યક્તિ સમજે છે... પશુ જીવન, તેઓ સમજતા નથી કે પીડા શું છે. બિલાડીઓ અને કુતરાઓ, તેઓ વિચારે છે કે તેઓ બહુ જ સુખેથી રહે છે. પણ મનુષ્ય જીવનમાં તે લોકો તે સમજણ પર આવવા જોઈએ કે "વાસ્તવમાં, આપણે સુખેથી નથી રહેતા. આપણે સમયના ચક્રમાં ઘણી બધી રીતે કચડાઈ રહ્યા છીએ." નિશ્પિદ્યમાનમ. જ્યારે આ સમજણ આવે છે, ત્યારે તે એક મનુષ્ય છે. નહિતો તે એક પશુ છે. જો તે વિચારે છે કે તે ઠીક છે... તે ૯૯.૯ ટકા લોકો વિચારે છે કે "હું ઠીક છું." જીવનની સૌથી દુખમય સ્થિતિમાં પણ, જેમ કે એક ભૂંડ અને કૂતરો, છતાં, તે વિચારે છે, "હું ઠીક છું." તો જ્યાં સુધી આ અજ્ઞાનતા ચાલશે, તે ફક્ત પશુ છે. યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે સ્વ ધિ: કલત્રાદીશુ ભૌમ ઈજ્ય ધિ: (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩). આ ચાલી રહ્યું છે. આત્મ-બુદ્ધિ:, ત્રિધાતુકે. આ શરીર, જે કફ, પિત્ત, વાયુનું બનેલું છે, દરેક વ્યક્તિ વિચારે છે કે, "હું આ શરીર છું." આખું જગત ચાલી રહ્યું છે. ફક્ત આપણે, કૃષ્ણ ભાવનામૃત આંદોલનના થોડાક સભ્યો, આપણે બારણે બારણે જઈએ છીએ અને તેમને આશ્વસ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, "શ્રીમાન, તમે આ શરીર નથી." તેઓ તેની પરવાહ નથી કરતાં. "હું છું." "હું આ શરીર છું," "હું મિસ્ટર જોન છું," "હું અંગ્રેજ છું," "હું અમેરિકન છું," "હું ભારતીય છું." "તમે કહો છો કે હું આ શરીર નથી." તો બહુ જ મુશ્કેલ કાર્ય. તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન, આગળ વધારવા માટે, મોટી ધીરજ, ખંત, સહનશીલતાની જરૂર છે. પણ ચૈતન્ય મહાપ્રભુની આજ્ઞા છે,

તૃણાદ અપિ સુનીચેન
તરોર અપિ સહિષ્ણુના
અમાનીના માનદેન
કીર્તનીય: સદા હરિ:
(ચૈ.ચ. આદિ ૧૭.૩૧)

તો જે લોકો કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે છે, તેમણે હમેશા જાણવું જોઈએ કે વસ્તુઓ એટલી સરળતાથી નહીં થાય. માયા ખૂબ, ખૂબ જ શક્તિશાળી છે. ખૂબ, ખૂબ જ શક્તિશાળી. પણ છતાં, આપણે માયાની સામે સંઘર્ષ કરવાનો છે. તે માયાની સામે યુદ્ધની ઘોષણા છે. માયા જીવોને તેના તાબે લેવાનો પ્રયત્ન કરે છે, અને આપણે જીવોને તેનાથી બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ... તે ફરક છે. કાલો વાશી કૃત વિસૃજ્ય વિસર્ગ શક્તિ: (શ્રી.ભા. ૭.૯.૨૨). આ શક્તિ, વિસર્ગ શક્તિ:, તે ખૂબ, ખૂબ જ બળવાન છે, પણ તે નિયંત્રણ હેઠળ છે. જો કે તે બહુ જ, તે બહુ જ બળવાન છે, પણ તે કૃષ્ણના નિયંત્રણ હેઠળ છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ: સુયતે સ-ચરાચરમ (ભ.ગી. ૯.૧૦). જોકે પ્રકૃતિ આટલી અદ્ભુત છે, તે ઘણું જ મોટું કાર્ય કરી રહી છે, કે તરત જ વાદળ આવે છે. હવે તે બહુ જ તેજસ્વી છે. એક સેકંડમાં એક મોટું, ઘેરું વાદળ આવી શકે છે અને તરત જ વિનાશ સર્જી શકે છે. તે શક્ય છે. આ માયાના અદ્ભુત કાર્યો છે. પણ છતાં, તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના નિયંત્રણ હેઠળ છે. આપણે જોઈએ છીએ કે સૂર્ય એટલો મોટો છે, આ પૃથ્વી કરતાં ચૌદસો ગણો મોટો, અને તમે જુઓ છો સવારમાં, કેવું તરત જ તે ઉઠી જાય છે, આવી રીતે, તરત જ. ગતિ છે સેકંડની સોળ હજાર માઈલ. તો કેવી રીતે તે થાય છે? યસ્યાજ્ઞયા ભ્રમતી સંભૃત કાલ ચક્રો ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ... (બ્ર.સં. ૫.૫૨). તે ગોવિંદની આજ્ઞા હેઠળ થઈ રહ્યું છે. તો તેથી તેઓ વિભુ છે. તેઓ મહાન છે. પણ આપણે જાણતા નથી કે તેઓ કેટલા મહાન છે. તેથી આપણે મૂર્ખતાપૂર્વક કોઈ બનાવટીને, કોઈ ઠગને, ભગવાન તરીકે સ્વીકારીએ છીએ. આપણે જાણતા નથી કે ભગવાનનો અર્થ શું છે. પણ તે ચાલી રહ્યું છે. આપણે મૂર્ખાઓ છીએ. અંધા યથાન્દૈર ઉપનિયમાનાસ (શ્રી.ભા. ૭.૫.૩૧). આપણે આંધળા છીએ, અને બીજો આંધળો માણસ આપણું માર્ગદર્શન કરે છે: "હું ભગવાન છું. તમે ભગવાન છો. દરેક વ્યક્તિ ભગવાન છે." પણ ભગવાન તેવા નથી. અહી તે કહ્યું છે કે ભગવાન તે છે જે... કાલો વાશી કૃત વિસૃજ્ય વિસર્ગ શક્તિ: "તેઓ કાળને અને સૃષ્ટિની શક્તિને નિયંત્રણમાં રાખે છે." તે ભગવાન છે.