Please join, like or share our Vanipedia Facebook Group
Go to Vaniquotes | Go to Vanisource


Vanipedia - the essence of Vedic knowledge

GU/Prabhupada 0724 - ભક્તિની કસોટી

From Vanipedia


ભક્તિની કસોટી
- Prabhupāda 0724


Lecture on SB 7.9.15 -- Mayapur, February 22, 1976

આ ભૌતિક જગત ભક્તો માટે ખૂબ જ, ખૂબ જ ભીષણ છે. તેઓ આનાથી ખૂબ જ, ખૂબ જ ભયભીત હોય છે. તે ફરક છે. ભૌતિકવાદી વ્યક્તિઓ, તેઓ વિચારી રહ્યા છે, "આ જગત બહુ જ આનંદદાયી છે. આપણે આનંદ કરી રહ્યા છીએ. ખાવું, પીવું, મજા કરવી અને આનંદ માણવો." પણ ભક્તો, તેઓ વિચારે છે, "તે બહુ જ, બહુ જ ભયાનક છે. કેટલા જલ્દી આપણે તેનાથી બહાર નીકળી જઈશું?" મારા ગુરુ મહારાજ કહેતા હતા કે "આ ભૌતિક જગત કોઈ પણ સજ્જન માટે રહેવા લાયક નથી." તેઓ કહેતા હા. "કોઈ સજ્જન અહી રહી ના શકે." તો આ વસ્તુઓ અભક્તો દ્વારા સમજાતી નથી, કેટલું પીડાકારક આ ભૌતિક જગત છે. દુખાલય... કૃષ્ણ કહે છે તે છે દુખાલયમ આશાશ્વતમ (ભ.ગી. ૮.૧૫). તે ફરક છે ભક્ત અને અભક્ત વચ્ચે. દુખાલયમ, તેઓ તેને ઠીક કરવાનો પ્રયત્ન કરે છે જેથી તે સુખાલયમ બને. તે શક્ય નથી.

તો જ્યાં સુધી વ્યક્તિ આ ભૌતિક જગતથી ઘૃણા નથી કરતો, તે સમજવું જોઈએ કે તેણે હજી આધ્યાત્મિક સમજણમાં પ્રવેશ નથી કર્યો. ભક્તિ: પરેશાનુભવો વિરક્તિર અન્યત્ર સ્યાત (શ્રી.ભા. ૧૧.૨.૪૨). આ ભક્તિની કસોટી છે. જો વ્યક્તિએ ભક્તિમય સેવાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે, આ ભૌતિક જગત તેના માટે જરા પણ રૂચિકર નહીં રહે. વિરક્તિ. વધુ નહીં. આર નારે બાપા (?). જગાઈ માધાઈ, ખૂબ જ ભૌતિકવાદી, સ્ત્રી-શિકારીઓ, દારૂડિયાઓ, માંસાહારી... તો આ વસ્તુઓ હવે સામાન્ય કાર્યો બની ગઈ છે. પણ તે ભક્તો માટે ખૂબ જ, ખૂબ જ ભયાનક છે. તેથી અમે કહીએ છીએ, "નશો નહીં, અવૈધ મૈથુન નહીં, માંસાહાર નહીં." તે બહુ જ, બહુ જ ભયાનક છે. પણ તે લોકો જાણતા નથી. મૂઢા: નાભિજાનાતી. તેઓ જાણતા નથી. તેઓ તેમાં પ્રવૃત્ત થાય છે. આખું જગત આ સ્તર પર ચાલી રહ્યું છે. તે જાણતો નથી કે તે એક ખૂબ જ, ખૂબ જ ભયાનક પરિસ્થિતીનું નિર્માણ કરી રહ્યો છે આ પાપમય કાર્યોમાં પ્રવૃત્ત થઈને.

તો આ આદતોમાથી બહાર નીકળવા માટે, તપસા, તપસ્યાની જરૂર પડે છે.

તપસા બ્રહ્મચર્યેણ
શમેન દમેન વા
ત્યાગેન શૌચ...
યમેન નિયમેન વા
(શ્રી.ભા. ૬.૧.૧૩)

આને આધ્યાત્મિક જીવનની પ્રગતિ કહેવાય છે, તપસા. પ્રથમ વસ્તુ છે તપસ્યા, સ્વૈચ્છીક રીતે ભૌતિક જગતની આ કહેવાતી આરામદાયક અવસ્થાનો અસ્વીકાર કરવો. તેણે તપસ્યા કહેવાય છે. તપસા બ્રહ્મચર્યેણ. અને તે તપસ્યાનું પાલન કરવા માટે, પ્રથમ વસ્તુ છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય મતલબ મૈથુન પ્રવૃત્તિને બંધ કરવી. તેને બ્રહ્મચર્ય કહેવાય છે.