GU/Prabhupada 0727 - હું કૃષ્ણના દાસના દાસનો દાસ છું



Lecture on SB 7.9.28 -- Mayapur, March 6, 1976

ભક્તિવિનોદ ઠાકુરે આ ભજન ગાયું છે, શરીર અવિદ્યા જલ, જડેન્દ્રિય તાહે કાલ. કાલ મતલબ સર્પો, કાલ-સર્પ. કાલ-સર્પ, તે તમને કોઈ પણ ક્ષણે ડંખી શકે છે અને સમાપ્ત કરી શકે છે. આપણને દરેક ક્ષણે ડંખ વાગી રહ્યો છે. તે કૃષ્ણની કૃપા છે કે આપણે જીવી રહ્યા છીએ. નહિતો, આપણી ઇન્દ્રિયો એટલી બધી ભયાનક છે કે તે મને કોઈ પણ ક્ષણે નીચે નાખી શકે છે, કાલ-સર્પ. ઘણી બધી જગ્યાઓ છે, કાલ-સર્પ-પટલી પ્રોત્ખાત દંસ્ત્રાયતે. એક ભક્ત કહે છે, "હા, હું કાલ-સર્પથી ઘેરાયેલો છું, સાપથી, તે સારું છે; પણ હું દાંતને તોડી શકું છું." પણ જો કાલ-સર્પ છે... શું કહેવાય તેને? ઝેરી દાંતો? જો તે તૂટી જાય - તેને કાઢી નાખવામાં આવે - તે પછી ભયાનક નથી. ભયાનક. તે ભયાનક છે જ્યાં સુધી ઝેરી દાંતો હોય. તો પ્રોત્ખાત દંસ્ત્રાયતે. શ્રી પ્રબોદાનંદ સરસ્વતીએ કહ્યું હતું, કાલ-સર્પ પટલી પ્રોત્ખાત દંસ્ત્રાયતે (ચૈતન્ય ચંદ્રામૃત ૫): "હા, મારે મારા કાલ-સર્પો છે, પણ ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી મે તેના ઝેરી દાંતો તોડી નાખ્યા છે, તો તે હવે ભયાનક નથી." તે કેવી રીતે શક્ય છે. ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી તે શક્ય છે. જેમ કે તમે ઝેરી દાંતો તોડી શકો... ઘણા નિષ્ણાત સાપ પકડવાવાળા હોય છે. કારણકે આ ઝેરની કોઈ તબીબી ઉદેશ્યથી જરૂર હોય છે, તો તેઓ તે લઈ લે છે. પછી તે બેકાર છે. પણ તે ફરીથી વિકસિત થાય છે. સાપનું શરીર તેવું બનેલું હોય છે, જો તમે એક વાર દાંત લઈ પણ લો, ફરીથી તે વિકસિત થાય છે. તે અહી કહેલું છે, કે કેવી રીતે તે શક્ય છે? કામાભિકામમ અનુ ય: પ્રપતન પ્રસંગાત. એક વાર તે તૂટી શકે છે, પણ જો તમને ખરાબ સંગ હોય, તે ફરીથી વિકસિત થશે. કામાભિકામમ. એક કામ, એક કામેચ્છા, બીજી કામેચ્છાને ઉત્પન્ન કરે છે. આ રીતે, એક પછી બીજી, આ ચાલી રહ્યું છે. તે આપણા નિરંતર જન્મ અને મૃત્યનું કારણ છે. ભૂત્વા ભૂત્વા પ્રલિયતે (ભ.ગી. ૮.૧૯). તો તેથી, જો આપણે ભક્તિના સ્તર પર પ્રવેશ કરવો હોય, તો આપણે આ છોડવું પડે. અન્યાભિલાષીતા શૂન્યમ (ભ.ર.સિ. ૧.૧.૧૧). અન્યાભિલાષીતા શૂન્યમ.

તો "તે શૂન્ય કેવી રીતે બની શકે? હું એક જીવ છું. તે શૂન્ય કેવી રીતે બની શકે? હું હમેશા વિચારું છું, યોજના બનાવું છું. મારે ઘણી બધી ઈચ્છાઓ છે." તે લોકો કહે છે... જે વ્યક્તિ જીવની સ્થિતિ જાણતો નથી, તે કહે છે, કે "ઈચ્છાનો ત્યાગ કરો. ઇચ્છારહિત." તે શક્ય નથી. ઇચ્છારહિત થવું તે શક્ય નથી. કારણકે હું એક જીવ છું, મને ઈચ્છા તો હોય જ. તેથી ઈચ્છાઓનું શુદ્ધિકરણ થઈ શકે. તેની જરૂર છે. તમે ઈચ્છાઓને શૂન્ય ના કરી શકો. તે શક્ય નથી. સર્વોપાધિ વિનિરમૂકતમ તત પરત્વેન નિર્મલમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). હવે આપણી ઈચ્છાઓ મારી નિર્ધારિત સ્થિતિ પ્રમાણે હોય છે. "હું હિન્દુ છું," "હું મુસ્લિમ છું." "હું શા માટે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરું?" કારણકે મને ઉપાધિ છે, મે આ ઉપાધિ ગ્રહણ કરેલી છે, "હું હિન્દુ છું," "હું મુસ્લિમ છું," "હું ખ્રિસ્તી છું." તેથી આપણે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ નથી કરી શકતા. "ઓહ, આ છે... કૃષ્ણ હિન્દુ ભગવાન છે. કૃષ્ણ ભારતીય છે. હું કેમ કૃષ્ણને ગ્રહણ કરું?" ના. "તમારે ઈચ્છારહિત થવું પડે" નો અર્થ છે તમારે આ તમારી ખોટી સમજણને શુદ્ધ કરવી પડે કે "હું હિન્દુ છું," "હું મુસ્લિમ છું," "હું ખ્રિસ્તી છું," "હું ભારતીય છું," "હું આ છું." આનું શુદ્ધિકરણ કરવું પડે. વ્યક્તિએ સમજવું પડે કે "હું ગોપી-ભર્તુર પદ કમલયોર દાસ (ચૈ.ચ. મધ્ય ૧૩.૮૦) છું." હું કૃષ્ણના સેવકના સેવકનો સેવક છું." તે શુદ્ધિકરણ છે. પછી ઈચ્છા કરો. પછી તમે કૃષ્ણની સેવા સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં કરો. તે પૂર્ણતા છે. જ્યારે તમે સ્તર પર આવશો, કે તમે કૃષ્ણની સેવા સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં કરો, હમેશા, ચોવીસ કલાક, ત્યારે તમે મુક્ત છો. સર્વોપાધિ વિનિરમૂકતમ તત પરત્વેન નિર્મલમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). પછી તમે નિર્મલમ બનો છો, કોઈ ભૌતિક છાંટ વગર. માત્ર તે સ્થિતિમાં જ, ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિર ઉચ્યતે. પછી... મારી ઇન્દ્રિયો તો રહેશે જ; એવું નથી કે હું ઇન્દ્રિયહીન બની જઈશ. ના. મારી ઇન્દ્રિયો છે. તે કાર્ય કરશે. તેઓ ફક્ત કૃષ્ણની સેવા માટે કાર્ય કરશે. તેની જરૂર છે. તો તે શક્ય છે જ્યારે તમે કૃષ્ણના સેવક દ્વારા પ્રશિક્ષિત થાઓ છો. નહિતો તે શક્ય નથી.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય પ્રભુપાદ. (અંત)