GU/Prabhupada 0728 - જે વ્યક્તિ રાધા-કૃષ્ણની લીલાને ભૌતિક સમજે છે, તે પથભ્રષ્ટ થાય છે



Lecture on CC Adi-lila 7.5 -- Mayapur, March 7, 1974

અગ્નિ કૃષ્ણમાથી આવે છે. મહી, પૃથ્વી, તે કૃષ્ણમાથી આવે છે. અગ્નિ, મહી, ગગન, આકાશ, તે કૃષ્ણમાથી આવે છે. અંબુ, પાણી, કૃષ્ણમાથી આવે છે. અગ્નિ મહી ગગનમ અંબુ.... મરુત, હવા, કૃષ્ણમાથી આવે છે. કારણકે તે કૃષ્ણમાથી આવે છે, તે કૃષ્ણથી ભિન્ન નથી. બધુ જ કૃષ્ણ છે. પણ જ્યારે તમે હવાનો સ્વાદ કરો, સુસવાટો, અને પાણી અને પૃથ્વી અને અગ્નિ, તમે કહી ના શકો, "કારણકે હવા કૃષ્ણમાથી આવે છે અને પાણી કૃષ્ણમાથી આવે છે, તો હું ક્યાં તો હવામાં રહું અથવા દરિયામાં, તે બધુ જ એકસમાન છે." આપણે હવામાં રહીએ છીએ, પણ જો હું વિચારું કે હવા અને પાણી એક જ છે, હું મહાસાગરમાં કૂદી પડું, તે બહુ સારો ખ્યાલ નથી. પણ વાસ્તવમાં, હવા પણ કૃષ્ણ જ છે, પાણી પણ કૃષ્ણ જ છે, પૃથ્વી પણ કૃષ્ણ જ છે, અગ્નિ પણ કૃષ્ણ જ છે, કારણકે તે બધી કૃષ્ણની શક્તિ છે.

તો આ રીતે, જો આપણે પંચતત્ત્વને સમજવાનો પ્રયત્ન કરીશું, શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદી ગૌર ભક્ત વૃંદ... આ પંચતત્ત્વ છે: શ્રી કૃષ્ણ ચૈતન્ય, શ્રી નિત્યાનંદ, શ્રી અદ્વૈત, શ્રી ગદાધર, અને શ્રીવાસાદી. શ્રીવાસાદી મતલબ જીવતત્ત્વ. જીવતત્ત્વ, શક્તિતત્ત્વ, વિષ્ણુતત્ત્વ, આ બધા તત્ત્વો છે. તો પંચતત્ત્વ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પરમ તત્ત્વ છે, કૃષ્ણ. શ્રી કૃષ્ણ ચૈતન્ય, રાધાકૃષ્ણ નહે અન્ય. આપણે રાધાકૃષ્ણની પૂજા કરીએ છીએ. તો શ્રી કૃષ્ણ ચૈતન્ય રાધાકૃષ્ણ એક સાથે છે. શ્રી કૃષ્ણ ચૈતન્ય, રાધાકૃષ્ણ નહે અન્ય.

રાધા કૃષ્ણ પ્રણય વિકૃતિર આહ્લાદીની શક્તિર અસ્માદ
એકાત્માનાવ અપિ ભૂવી પૂરા દેહ ભેદમ ગતૌ તૌ
ચૈતન્યાખ્યમ પ્રકટમ અધુના તદ દ્વયમ ચૈક્યમ આપ્તમ...
(ચૈ.ચ. આદિ ૧.૫)

રાધાકૃષ્ણ... કૃષ્ણ પરમ છે. જ્યારે કૃષ્ણને આનંદ કરવો હોય... ભોક્તા... ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯). તેઓ ભોક્તા છે. તો જ્યારે તેમને ભોગ કરવો હોય છે, તે ભૌતિક આનંદ નથી. તે આધ્યાત્મિક આનંદ છે - પરા (ચડિયાતી) શક્તિ, ભૌતિક શક્તિ નહીં. કારણકે કૃષ્ણ સર્વોચ્ચ છે, તેથી તેઓ પરા શક્તિનો ભોગ કરે છે. તો કૃષ્ણ... રાધાકૃષ્ણની લીલાઓ ભૌતિક નથી. જે વ્યક્તિ રાધાકૃષ્ણની લીલાઓને ભૌતિક સમજે છે, તે પદભ્રષ્ટ થાય છે. કૃષ્ણ કશું ભૌતિક ભોગ નથી કરતાં. જો તમે કહો કે "અમે જોઈએ છીએ કે તમે રોજ પ્રસાદ ધરાવો છો, શાકભાજી, ભાત. તે બધુ ભૌતિક છે," ના, તે ભૌતિક નથી. તે સાચી સમજણ છે. કેવી રીતે તે ભૌતિક નથી? તે અચિંત્ય છે. કૃષ્ણ ભૌતિકને આધ્યાત્મિક અને આધ્યાત્મિકને ભૌતિકમાં બદલી શકે છે. તે કૃષ્ણની અચિંત્ય શક્તિ છે. જ્યાં સુધી તમે કૃષ્ણની અચિંત્ય શક્તિનો સ્વીકાર ના કરો, તમે કૃષ્ણને સમજી ના શકો. અચિંત્ય શક્તિ.