GU/Prabhupada 0733 - સમય એટલો મૂલ્યવાન છે, જો તમે લાખો સોનાના સિક્કા ખર્ચ કરો, તમે એક ક્ષણ પણ પાછી ના લાવી શકો



Lecture on SB 7.6.1 -- San Francisco, March 15, 1968

ચાણક્ય શ્લોકમાં એક બહુ જ સુંદર શ્લોક છે. તમે જરા જુઓ સમયને કેટલો મૂલ્યવાન ગણવામાં આવ્યો છે. આ શ્લોકથી, તમે જાણશો. ચાણક્ય પંડિત કહે છે... ચાણક્ય પંડિત એક મહાન રાજનીતિજ્ઞ હતા. તે એક વખતે ભારતના સમ્રાટના પ્રધાન મંત્રી હતા. તો તે કહે છે, આયુષ: ક્ષણ એકો અપિ ન લભ્ય સ્વર્ણ કોટિભી: તે કહે છે કે "એક ક્ષણ, તમારા જીવનનો ક્ષણનો સમય..." ક્ષણ. કલાકો અને દિવસોની વાત શું કરવી, પણ ક્ષણો. તે ક્ષણથી ક્ષણની ગણના કરતાં હતા. જેમ કે આજે, ૧૫ માર્ચ ૧૯૬૮, અત્યારે સાડા સાત વાગ્યા છે. અત્યારે આ ૧૯૬૮, ૭:૩૫, જતું રહ્યું, જેવુ તે ૭:૩૬ છે, તમે ૧૯૬૮, ૧૫ માર્ચ, સાંજ, ૭:૩૫ને પાછી લાવી ના શકો. જો તમે લાખો ડોલર ખર્ચ પણ કરો, "કૃપા કરીને પાછો આવી જા," ના, સમાપ્ત. તો ચાણક્ય પંડિત કહે છે કે "સમય એટલો મૂલ્યવાન છે, કે જો તમે લાખો સોનાની મુદ્રાઓ પણ ખર્ચ કરો, તમે એક ક્ષણ પણ પાછી ના લાવી શકો." જે જતું રહ્યું તે જતું રહ્યું. ન ચેન નિરર્થકમ નીતિ: "જો આટલો મૂલ્યવાન સમય કોઈ લાભ વગર જતો રહ્યો," ન ચ હાનિસ તતો અધિકા, "જરા વિચારો તમે કેટલું ગુમાવી રહ્યા છો, કેટલુ મોટું નુકસાન તમે કરો છો." જે વસ્તુ તમે લાખો ડોલર ખર્ચીને પણ પાછી ના લાવી શકો, જો તે વસ્તુ કોઈ પણ કારણ વગર ખોવાઈ જાય, કેટલું તમે ખોવો છો, જરા કલ્પના કરો.

તો તે જ વસ્તુ: પ્રહલાદ મહારાજ કહે છે કે ધર્માન ભાગવતન (શ્રી.ભા. ૭.૬.૧), કૃષ્ણ ભાવનાભાવિત બનવું, અથવા ભગવદ ભાવનાભાવિત બનવું, એટલું મહત્વનુ છે કે આપણે એક ક્ષણના સમયને પણ ગુમાવવો જોઈએ નહીં. તરત જ આપણે શરૂ કરીશું. શા માટે? દુર્લભમ માનુષમ જન્મ (શ્રી.ભા. ૭.૬.૧). માનુષમ જન્મ. તેઓ કહે છે કે આ મનુષ્ય શરીર બહુ જ દુર્લભ છે. તે ઘણા, ઘણા જન્મો પછી મળ્યું છે. તો આધુનિક સમાજ, તેઓ સમજતા નથી કે આ મનુષ્ય જીવનનું મૂલ્ય શું છે. તેઓ વિચારે છે કે આ શરીર બિલાડીઓ અને કુતરાઓની જેમ ઇન્દ્રિય ભોગ માટે છે. બિલાડીઓ અને કુતરાઓ, તેઓ પણ ચાર સિદ્ધાંતોમાં જીવનનો આનંદ કરે છે; ખાવું, ઊંઘવું, સંરક્ષણ, અને મૈથુન. તો મનુષ્ય જીવન બિલાડીઓ અને કુતરાઓની જેમ બગાડવા માટે નથી. મનુષ્ય જીવન બીજી કોઈ વસ્તુ માટે છે. અને તે "બીજી કોઈ વસ્તુ" છે કૃષ્ણ ભાવનામૃત અથવા ભગવદ ભાવનામૃત. કારણકે મનુષ્ય જીવન વગર, કોઈ બીજું શરીર સમજી ના શકે કે ભગવાન શું છે, આ દુનિયા શું છે, અને હું શું છે, હું ક્યાંથી આવ્યો છું, અને મારે ક્યાં જવાનું છે. આ વસ્તુઓ મનુષ્ય જીવન માટે છે. તો તેઓ કહે છે કે "બાળપણથી જ..." વાસ્તવમાં તે અત્યંત આવશ્યક છે. બાળપણથી, શાળાઓમાં, કોલેજોમાં, આ ભાગવત ધર્મ, અથવા કૃષ્ણ ભાવનામૃતનું કાર્ય, પ્રસ્તુત થવું જોઈએ. આ જરૂરી છે, પણ તે લોકો સમજતા નથી. તેઓ વિચારે છે કે જીવનનું આ બિંદુ બધુ જ છે, આ શરીર બધુ જ છે, અને બીજું કોઈ જીવન છે જ નહીં. આગલા જીવનમાં તેઓ વિશ્વાસ નથી કરતાં. આ બધુ અજ્ઞાનતાને કારણે છે. જીવન શાશ્વત છે, અને આ જીવન આગલા જીવનની તૈયારી માટે છે.