GU/Prabhupada 0734 - જે બોલી નથી શકતો, તે મોટો વ્યકતા બને છે



Lecture on SB 7.7.19-20 -- Bombay, March 18, 1971

સાંખ્ય તત્વજ્ઞાન અહિયાં, સાંખ્ય તત્વજ્ઞાનનું વર્ણન છે. ચોવીસ તત્ત્વો, ચોવીસ તત્ત્વો. આઠ સ્થૂળ અને સૂક્ષ્મ તત્ત્વો, અને પછી તેમની ઉત્પત્તિ, અને દસ ઇન્દ્રિયો, ચાલતી ઇન્દ્રિયો અને જ્ઞાન પ્રાપ્ત કરતી ઇન્દ્રિયો. આઠ, દસ, અઢાર. પછી ઇન્દ્રિય વિષયો, પાંચ. અઢાર અને પાંચ, ત્રેવીસ. અને પછી આત્મા. ચોવીસ તત્ત્વો, સાંખ્ય તત્વજ્ઞાન, તે લોકો વિશ્લેષણ કરી રહ્યા છે. સાંખ્ય સિદ્ધાંત... અને યુરોપીયન તત્વજ્ઞાનીઓ, તેમને આ સાંખ્ય સિદ્ધાંતની પદ્ધતિ ખૂબ જ ગમે છે, કારણકે સાંખ્ય તત્વજ્ઞાનમાં આ ચોવીસ તત્ત્વો બહુ જ સ્પષ્ટ રીતે સમજાવેલા છે. સાંખ્ય તત્ત્વજ્ઞાન. દેહસ તુ સર્વ સંઘાતો જગત (શ્રી.ભા. ૭.૭.૨૩). તો બે પ્રકારના શરીરો હોય છે, જગત અને તસ્થુ: - ચળ અને અચળ. પણ તે બધા આ ચોવીસ તત્ત્વોનું સંયોજન છે. અત્રૈવ મૃજ્ઞા: પુરુષો નેતિ નેતીતિ (શ્રી.ભા. ૭.૭.૨૩). હવે, વ્યક્તિએ આ ચોવીસ તત્ત્વોમાથી આત્મા શોધવી પડે બાદબાકી કરીને, "આત્મા ક્યાં છે, આત્મા ક્યાં છે, આત્મા ક્યાં છે." પણ વ્યક્તિ તે રીતે શોધી શકે જો તે નીતિ અને નિયમોનું, અને વિધિનું પાલન કરે તો. તે શક્ય છે.

અન્વય વ્યતિરેકેણ
વિવેકેનોશતાત્મના
સ્વર્ગ સ્થાન સમામ્નાયૈર
વીંરશદભીર અસત્વરૈ:
(શ્રી.ભા. ૭.૭.૨૪)

તો વધુ સમજૂતી, આ વિષય વસ્તુ થોડું મુશ્કેલ છે, પણ તે ખૂબ જ મહત્વનુ છે. પ્રહલાદ મહારાજ તેમના આસુરી વર્ગમિત્રોને સમજાવે છે. પાંચ વર્ષનો છોકરો, કેવી રીતે તે સાંખ્ય તત્વજ્ઞાન સમજાવે છે? કારણકે તે ભક્ત છે, અને તેમણે આખું તત્વજ્ઞાન અધિકારી, નારદ મુનિ, પાસેથી સાંભળ્યુ છે. મુખામ કરોતી વાચાલમ પંગુમ લંઘયતે ગિરીમ (ચૈ.ચ. મધ્ય ૧૭.૮૦). તેથી, ગુરુની કૃપાનું વર્ણન થયું છે, મુખમ કરોતી વાચાલમ. મુખમ મતલબ મૂંગો, જે બોલી ના શકે. તે મોટો વક્તા બને છે. જોકે તે મૂંગો છે, પણ તે એક મહાન વક્તા બની શકે છે, મુખમ કરોતી વાચાલમ (ચૈ.ચ. મધ્ય ૧૭.૮૦). પંગુમ લંઘયતે ગિરીમ (ચૈ.ચ. મધ્ય ૧૭.૮૦), અને જે લંગડો છે, જે ચાલી નથી શકતો, તે પહાડો પાર કરી શકે છે. મુખમ કરોતી વાચાલમ પંગુમ લંઘયતે... યત કૃપા તમ અહમ વંદે (ચૈ.ચ. મધ્ય ૧૭.૮૦), કે જેમની કૃપાથી આ વસ્તુઓ શક્ય છે, હું મારા સાદર પ્રણામ તેમને અર્પણ કરું છું. પરમ આનંદ ભવન, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, બધા જ આનંદના સ્ત્રોત. કૃષ્ણની કૃપાથી તે શક્ય છે. ભૌતિક ગણતરીથી તે શક્ય નથી. ભૌતિક ગણતરીથી વ્યક્તિ કહેશે કે "કેવી રીતે તે શક્ય છે? તમે કહો છો કે મૂંગો સરસ ભાષણ આપી રહ્યો છે? તે શક્ય નથી." અથવા, "લંગડો માણસ હવે પહાડો પાર કરી રહ્યો છે?" તો ભૌતિક રીતે તે શક્ય નથી. પણ કૃષ્ણને અથવા તેમના પ્રતિનિધિની કૃપાથી... જેમ કે પ્રહલાદ મહારાજ, પાંચ વર્ષનો છોકરો, તે સુંદર રીતે આત્માના બંધારણ વિશે સમજાવી રહ્યા છે. કેમ? કારણકે તેમણે નારદ મુનિની કૃપા પ્રાપ્ત કરેલી છે, કૃષ્ણના પ્રતિનિધિ. તો તે શક્ય છે.