GU/Prabhupada 0751 - તમારે ફક્ત તમારું સ્વાસ્થ્ય સારું રાખવા જેટલું જ ભોજન લેવું જોઈએ



Lecture on SB 1.8.37 -- Los Angeles, April 29, 1973

પ્રભુપાદ: કેમ દરેક વ્યક્તિ ઉધરસ ખાઈ રહ્યું છે? શું સમસ્યા છે? કાલે પણ મે સાંભળ્યુ હતું. શું સમસ્યા છે?

ભક્ત: મને લાગે છે કે ઠંડી છે.

પ્રભુપાદ: હે?

ભક્ત: મને લાગે છે કે શરદી છે, ઘણા બધા લોકોને.

પ્રભુપાદ: પણ તમારી પાસે પૂરતા ગરમ કપડાં નથી, તેથી તમને અસર થઈ છે? તે તમારા વ્યવસ્થા કરવી જ જોઈએ. તમારે તમારા સ્વાસ્થ્યનું ધાન રાખવું જ જોઈએ. યુક્તાહાર વિહારસ્ય યોગો ભવતિ સિદ્ધિ (ભ.ગી. ૬.૧૭)... ભગવદ ગીતામાં તે કહ્યું છે, યુક્તાહાર. તમારે તેટલું જ ભોજન લેવું જોઈએ જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે. તેવી જ રીતે શરીરની બીજી જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો તમે રોગી બનશો, તો તમે કૃષ્ણ ભાવનામૃતનો અમલ કેવી રીતે કરી શકશો? જેમ કે બ્રહ્માનંદ આજે જઈ શક્યો નહીં. તો આપણે ધ્યાન રાખવું જ જોઈએ. આપણે વધુ અથવા ઓછું ના ખાવું જોઈએ. ઓછું ખાવું વધુ સારું છે વધુ ખાવા કરતાં. તમે ઓછું ખાવાથી મરી નહીં જાઓ. પણ વધુ ખાવાથી તમે મરી શકો છો. લોકો વધુ ખાવાથી મરે છે, ઓછું ખાવાથી નહીં. આ સિદ્ધાંત હોવો જોઈએ. તબીબી વિજ્ઞાન હમેશા પ્રતિબંધ લગાવે છે, તમારી જરૂર કરતાં વધુ ના ખાવું. ખાઉધરું ખાવું તે ડાયાબિટીસ (મધુપ્રમેહ) નું કારણ છે, અને પૂરતું પોષણ ના મળવું ટ્યૂબરક્યુલોસિસ (ક્ષય રોગ) નું કારણ છે. આ તબીબી વિજ્ઞાન છે. તો આપણે ઓછું કે વધુ ના ખાવું જોઈએ. બાળકોના કિસ્સામાં, તે લોકો વધુ ખાવાની ભૂલ કરી શકે છે, પણ યુવાનો, તેઓ આ ભૂલ ના કરી શકે, વધુ ખાવું. બાળકો, તેઓ પાચન કરી શકે છે. આખો દિવસ તેઓ રમી રહ્યા છે.

તો કોઈ વાંધો નહીં, આપણે આપણા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ. સનાતન ગોસ્વામી, તેઓ ખરજવાથી પીડિત હતા, બહુ જ, અને ચૈતન્ય મહાપ્રભુ તેમને ભેટતા હતા. તો, ખરજવું તે ભીનું ખરજવું હતું. બે પ્રકારના ખરજવા હોય છે, ભીનું અને સૂકું. ક્યારેક ખરજવાની જગ્યા સૂકી હોય છે, અને ક્યારેક તે ભીની હોય છે. ખંજવાળ્યા પછી, તે ભીની બને છે. તો સનાતન ગોસ્વામીનું શરીર બધે જ ભીના ખરજવાથી ભરેલું હતું, અને ચૈતન્ય મહાપ્રભુ તેમને ભેટતા હતા. તો ભીનાશ, ચૈતન્ય મહાપ્રભુના શરીર પર ચોંટતી હતી. તો તેમને ખૂબ જ શરમનો અનુભવ થયો, કે "હું આ ખરજવાથી પીડાઉ છું, અને ચૈતન્ય મહાપ્રભુ ભેટે છે, અને ભીની વસ્તુ તેમના શરીર પર ચોંટે છે. હું કેટલો દુર્ભાગ્યશાળી છું." તો તેમણે નક્કી કર્યું કે "કાલે હું આત્મહત્યા કરીશ ચૈતન્ય મહાપ્રભુને મને ભેટવા દેવા કરતાં." તો બીજા દિવસે ચૈતન્ય મહાપ્રભુએ પૂછ્યું કે "તે નક્કી કર્યું છે આત્મહત્યા કરવાનું. તો શું તું વિચારે છે કે આ શરીર તારું છે?" તો તે ચૂપ થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે "તે આ શરીર મને સમર્પિત કરી દીધું છે. તું કેવી રીતે તેની હત્યા કરી શકે?" તેવી જ રીતે... અવશ્ય, તે દિવસથી, તેમનું ખરજવું પૂર્ણ રીતે મટી ગયું અને... પણ આ નિર્ણય છે, કે આપણું શરીર, જે લોકો કૃષ્ણ ભાવનાભાવિત છે, જે લોકો કૃષ્ણ માટે કામ કરી રહ્યા છે, તેમણે વિચારવું ના જોઈએ કે આ શરીર તેમનું છે. તે પહેલેથી જ કૃષ્ણને સમર્પિત છે. તો તેનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, કોઈ પણ અવગણના વગર. જેમ કે તમે આ મંદિરનું ધ્યાન રાખી રહ્યા છો કારણકે તે કૃષ્ણનું સ્થળ છે. તેવી જ રીતે... આપણે વધુ પડતું ધ્યાન નથી રાખવાનું, પણ થોડું ધ્યાન તો આપણે રાખવું જ જોઈએ કે આપણે માંદા ના પડીએ.