GU/Prabhupada 0752 - કૃષ્ણ વધુ તીવ્ર રીતે વિરહમાં ઉપસ્થિત હોઈ શકે
Lecture on SB 1.8.39 -- Los Angeles, May 1, 1973
હમેશા આપણે જપમાં પ્રવૃત્ત રહેવું પડે: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે/ હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. જેથી કૃષ્ણ આપણને બચાવે. જાણતા આપણે કોઈ પાપમય કાર્ય ના કરી શકીએ. તે એક વસ્તુ છે. અજાણતા પણ આપણે ના કરી શકીએ. પછી આપણે દંડિત થઈશું. તેથી જો તમે કૃષ્ણ ભાવનામૃતમાં રહો, જો તમે હમેશા કૃષ્ણને તમારા મનમાં રાખો, તો... જેમ કે જ્યારે અહી સૂર્ય છે, કોઈ અંધકાર ના હોઈ શકે. તેવી જ રીતે, જો તમે કૃષ્ણ સૂર્યને રાખો, કૃષ્ણ સૂર્ય... તે આપણા ભગવદ દર્શનનું સૂત્ર છે: કૃષ્ણ સૂર્ય સમ માયા અંધકાર (ચૈ.ચ. મધ્ય ૨૨.૩૧). કૃષ્ણ બસ એક ચમકતા સૂર્યપ્રકાશ જેવા છે, અને માયા, અજ્ઞાનતા, તે બિલકુલ અંધકારની જેમ છે. પણ જ્યારે અથવા જ્યાં સુધી અથવા જ્યાં સૂર્ય છે, કોઈ અંધકાર ના હોઈ શકે. તેવી જ રીતે, તમે હમેશા કૃષ્ણ ભાવનામૃત રાખો, કોઈ અજ્ઞાનતા નહીં હોય; કોઈ અંધકાર હોઈ શકે નહીં. તમે મુક્ત પણે કૃષ્ણના તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતા હશો. કૃષ્ણને અનુપસ્થિત કરવાનો પ્રયત્ન ના કરો. તે કુંતીની પ્રાર્થના છે. "મારા પ્રિય કૃષ્ણ, તમે દ્વારકા જઈ રહ્યા છો..." આ ઉદાહરણ છે. તેઓ જતાં નથી. કૃષ્ણ પાંડવોથી દૂર નથી જઈ રહ્યા. જેમ કે વૃંદાવનમાં. વૃંદાવનમાં, જ્યારે કૃષ્ણે મથુરા માટે વૃંદાવન છોડયું... તો શાસ્ત્રમાં તે કહ્યું છે: વૃંદાવનમ પરિત્યજ્ય પદમ એકમ ન ગચ્છતી (ચૈ.ચ. અંત્ય ૧.૬૭), કૃષ્ણ વૃંદાવનમાથી એક ડગલું પણ બહાર નથી જતાં. તેઓ નથી જતાં. તેઓ વૃંદાવનથી એટલા આસક્ત છે. તો આપણે જોઈએ છીએ કે કૃષ્ણે વૃંદાવન છોડ્યું, મથુરા ગયા. તો તે કેવી રીતે, તેઓ આટલા દૂર ગયા? અને ઘણા વર્ષો સુધી આવ્યા નહીં? ના. કૃષ્ણે વાસ્તવમાં વૃંદાવન છોડયું ન હતું. કારણકે જ્યારે કૃષ્ણે વૃંદાવન છોડયું, બધી ગોપીઓ, તેઓ ફક્ત કૃષ્ણ વિશે વિચારતી હતી અને રડતી હતી. બસ. તે તેમનું કાર્ય હતું. માતા યશોદા, નંદ મહારાજ, રાધારાણી, બધી ગોપીઓ, બધી ગાયો, બધા વાછરડાઓ, બધા ગોપાળો, તેમનું એક માત્ર કાર્ય હતું કૃષ્ણ વિશે વિચારવું અને રડવું. અનુપસ્થિતિ, વીરા.
તો કૃષ્ણ... કૃષ્ણ વિરહમાં વધુ તીવ્ર રીતે ઉપસ્થિત છે. તે ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા છે: કૃષ્ણને વિરહમાં પ્રેમ કરવો. જેમ કે ચૈતન્ય મહાપ્રભુ વિરહમાં: ગોવિંદ વિરહેણ મે. શૂન્યાયીતમ જગત સર્વમ ગોવિંદ વિરહેણ મે (ચૈ.ચ. અંત્ય ૨૦.૩૯, શ્રી શિક્ષાષ્ટકમ ૭). તેઓ વિચારતા હતા કે "ગોવિંદ, કૃષ્ણ વગર બધુ જ શૂન્ય છે." તો બધુ જ શૂન્ય છે, પણ કૃષ્ણ ભાવનામૃત છે. કૃષ્ણ ભાવનામૃત છે. તે સર્વોચ્ચ સિદ્ધિ છે... જ્યારે આપણે બધે જ કશું નથી જોતાં, ફક્ત કૃષ્ણ ભાવનામૃત સંપત્તિ છે... તે સર્વોચ્ચ છે, તે ગોપી છે. તેથી ગોપીઓ એટલી ઉન્નત છે. એક ક્ષણ માટે પણ તેઓ કૃષ્ણને ભૂલી શકતા નહીં. એક ક્ષણ માટે પણ નહીં. કૃષ્ણ વનમાં જતાં હતા તેમની ગાયો અને વાછરડાઓ સાથે, અને ગોપીઓ ઘરે, તેઓ મનથી વિચલિત હતા, "ઓહ, કૃષ્ણ ખુલ્લા પગે ચાલી રહ્યા છે. ત્યાં ઘણા બધા પથ્થરો અને કાંટાઓ છે. તે કૃષ્ણના ચરણ કમળમાં વાગતા હશે, જે એટલા મુલાયમ છે, કે જ્યારે કૃષ્ણ તેમના ચરણકમળ અમારા સ્તન પર મૂકે અમે વિચારીએ છીએ કે અમારા સ્તન બહુ જ કઠણ છે. છતાં તેઓ ચાલી રહ્યા છે." તેઓ આ વિચારમા લીન હોય છે. અને તેઓ રડી રહ્યા છે. તો તેઓ કૃષ્ણને સાંજે ઘરે પાછા લાવવા માટે આતુર હોય છે કે તેઓ તેમના રસ્તા પર ઊભા હોય છે, છાપરા પર, "હવે કૃષ્ણ પાછા આવશે તેમના..." આ કૃષ્ણ ભાવનામૃત છે. આ છે... કૃષ્ણ તેમના ભક્તની નજર સામેથી અનુપસ્થિત હોઈ શકે છે જ્યારે તે કૃષ્ણના વિચારોમાં બહુ જ લીન હોય. આ કૃષ્ણ ભાવનામૃતની વિધિ છે.
તો અહી કુંતીદેવી બહુ આતુર છે કે કૃષ્ણ અનુપસ્થિત છે. પણ અસર હશે, જ્યારે કૃષ્ણ શારીરિક રીતે અનુપસ્થિત હશે, તેઓ હશે, મારા કહેવાનો મતલબ, તીવ્ર રીતે ભક્તના મનમાં હાજર. તો ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા છે વિપ્રલંભ સેવા. તેમના વ્યાવહારિક જીવનથી. તેઓ કૃષ્ણને શોધી રહ્યા છે. ગોવિંદ વિરહેણ મે. શૂન્યાયીતમ જગત સર્વમ ગોવિંદ વિરહેણ મે. તે શ્લોક શું છે? ચક્ષુશા પ્રાવૃશાયીતમ, ચક્ષુશા પ્રાવૃશાયીતમ, શૂન્યાયીતમ જગત સર્વમ ગોવિંદ વિરહેણ મે (ચૈ.ચ. અંત્ય ૨૦.૩૯, શ્રી શિક્ષાષ્ટકમ ૭). તેઓ રડી રહ્યા છે કે જેમ તેમની આંખોમાથી આંસુઓનો વરસાદ વરસી રહ્યો છે, અને તેઓ કૃષ્ણને મેળવવા માટે, કૃષ્ણના વિરહમાં, બધુ જ શૂન્ય અનુભવી રહ્યા છે. વિપ્રલંભ. તો સંભોગ અને વિપ્રલંભ. કૃષ્ણને મળવાના બે સ્તરો છે. સંભોગ મતલબ જ્યારે તેઓ વ્યક્તિગત રીતે ઉપસ્થિત છે. તેને સંભોગ કહેવાય છે. વ્યક્તિગત વાતો કરતાં, વ્યક્તિગત મળતા, વ્યક્તિગત ભેટતા, તેને સંભોગ કહેવાય છે. અને બીજું છે, વિપ્રલંભ. એક ભક્તને બે રીતે લાભ થઈ શકે.