GU/Prabhupada 0754 - નાસ્તિક અને આસ્તિક વચ્ચેનો ખૂબ જ શિક્ષા આપે તેવો સંઘર્ષ



Nrsimha-caturdasi Lord Nrsimhadeva's Appearance Day -- Bombay, May 5, 1974

આજે ભગવાન નરસિંહદેવનો આવિર્ભાવ દિવસ છે. તેને નરસિંહ ચતુર્દશી કહેવાય છે. તો હું પ્રસન્ન છું કે આટલા ટૂંકા સમયમાં, આ છોકરાઓએ સરસ રીતે શીખી લીધું કેવી રીતે નાટક ભજવવું, અને વિશેષ કરીને મારે શ્રીમાન હિરણ્યકશિપુનો આભાર માનવો પડે. (તાળીઓ) શ્રીમાન હિરણ્યકશિપુએ તેનો ભાગ સરસ રીતે ભજવ્યો. તો આ બહુ જ ઉપદેશાત્મક છે - એક નાસ્તિક અને આસ્તિક વચ્ચેનો સંઘર્ષ. પ્રહલાદ મહારાજની કથા શાશ્વત રીતે સત્ય છે. હમેશા નાસ્તિક અને આસ્તિક વચ્ચે સંઘર્ષ હોય છે. જો એક વ્યક્તિ ભગવદ ભાવનાભાવિત, કૃષ્ણ ભાવનાભાવિત બને, તો તેને ઘણા શત્રુઓ મળશે. કારણકે જગત દાનવોથી ભરેલુ છે. કૃષ્ણના ભક્તની શું વાત કરવી, કૃષ્ણ પણ, જ્યારે તેઓ વ્યક્તિગત રીતે આવે છે, તેમણે ઘણા બધા દાનવોને મારવા પડે છે. તેમના મામા હતો, ઘણા ઘનિષ્ઠ રીતે સંબંધિત. છતાં, તે કૃષ્ણને મારવા ઇચ્છતો હતો. જેવુ કોઈ દેવકીને પુત્ર જન્મે, તરત જ તે મારી નાખતો, કારણકે તે જાણતો ન હતો કે કૃષ્ણ કોણ હશે. ભવિષ્યવાણી હતી કે તેની બહેનનું આઠમું બાળક કંસનો વધ કરશે. તો તેણે બધા જ બાળકોની હત્યા કરવા માંડી. છેવટે, કૃષ્ણ આવ્યા. પણ તે કૃષ્ણને મારી ના શક્યો. કૃષ્ણે તેની હત્યા કરી.

તો ભગવાનને કોઈ મારી ના શકે. દાનવો, ભગવાનરહિત સમાજ, તેમણે ફક્ત ભગવાનની હત્યા કરવી હોય છે. પણ વાસ્તવમાં, ભગવાનની હત્યા ક્યારેય થઈ ના શકે, પણ દાનવની હત્યા ભગવાન દ્વારા થાય છે. તે પ્રકૃતિનો નિયમ છે. આ પ્રહલાદ મહારાજના જીવનમાથી શિક્ષા છે. આપણે સમજી શકીએ કે, જેમ ભગવદ ગીતામાં કહેલું છે, મૃત્યુ: સર્વ હરશ ચાહમ (ભ.ગી. ૧૦.૩૪). ભગવદ ગીતામાં તે કહ્યું છે કે "હું મૃત્યુ પણ છું તમારી પાસે જે કઈ પણ છે તે લઈ લેવાના રૂપમાં." આપણે ભૌતિક વસ્તુઓ, ભૌતિક ઉપલબ્ધીઓ ધરાવવામાં બહુ જ ગર્વિત હોઈએ છીએ, પણ જ્યારે કૃષ્ણ આવે છે... પ્રહલાદ મહારાજે જોયું. હિરણ્યકશિપુ, તેમના પિતાએ પણ નરસિંહ દેવને જોયા. આ હિરણ્યકશિપુ બહુ જ ચતુર હતો જેમ કે ભૌતિકવાદીઓ, વૈજ્ઞાનિકો બહુ જ ચતુર હોય છે. ચતુરતાપૂર્વક તેઓ ઘણી બધી વસ્તુઓ શોધી રહ્યા છે. ખ્યાલ શું છે? ખ્યાલ છે "આપણે હમેશને માટે જીવીશું અને ઇન્દ્રિય તૃપ્તિનો વધુ અને વધુ આનંદ લઈશું." આને સમાજનો નાસ્તિક વિકાસ કહેવાય છે. તો હિરણ્યકશિપુ એક લાક્ષણિક ભૌતિકવાદી હતો. હિરણ્ય મતલબ સોનું, અને કશિપુ મતલબ પોચું ગાદલું. તો ભૌતિકવાદી વ્યક્તિઓ, તેઓ સોનું અને મૈથુન આનંદના બહુ જ શોખીન હોય છે. તે તેમનું કાર્ય છે. તો હિરણ્યકશિપુ આ ભૌતિકવાદી વ્યક્તિનું લાક્ષણિક ઉદાહરણ છે. અને પ્રહલાદ મહારાજ, પ્રકૃષ્ટ રૂપેણ આહલાદ. આહલાદ મતલબ દિવ્ય આનંદ. આનંદ ચિન્મય રસ પ્રતિભાવિતાભી: (બ્ર.સં. ૫.૩૭). જીવોની સાચી ઓળખ છે પ્રહલાદ, આનંદમય. પણ ભૌતિક સંગને કારણે, આપણે જીવનની દુખમય સ્થિતિમાં છીએ.