GU/Prabhupada 0753 - મોટા મોટા માણસો, તેમને પુસ્તકોનો એક સમૂહ લેવા દો અને અભ્યાસ કરવા દો



Room Conversation -- May 4, 1976, Honolulu

પ્રભુપાદ: તો આ બધા મોટા, મોટા માણસો, તેમને પુસ્તકોનો એક સમૂહ લેવા દો અને અભ્યાસ કરવા દો. તે તેમના માટે કોઈ ખર્ચ નથી, પણ જો તેઓ નિરાંતના સમયમાં કોઈ લીટી વાંચશે - તે બધા બુદ્ધિશાળી માણસો છે - તેમની પાસે ખ્યાલ છે, આ કૃષ્ણ ભાવનામૃત શું છે. તો પિતાની અસર હેઠળ, આપણી પુસ્તકોને બસ આ મોટા માણસોની સામે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરો. તેવું નથી... તેઓ તેમના ગ્રંથાલયમાં રાખી શકે છે, અને નિરાંતના સમયમાં, જો તેઓ લીટી ઉપર ફક્ત દ્રષ્ટિ નાખશે, ઓહ, તે એક મહાન...

ધૃષ્ટદ્યુમ્ન: અને તેમના પુત્રો પણ તેને વાંચશે.

પ્રભુપાદ: તેમના પુત્રો પણ વાંચશે.

ધૃષ્ટદ્યુમ્ન: મારા પિતાએ તેમની યાત્રાઓમાં જોયું છે કે તેમના અમુક મિત્રો, તેમના પુત્રોએ પણ આપણા આંદોલનમાં ભાગ લીધો છે.

પ્રભુપાદ: યદ યદ આચરતી શ્રેષ્ઠ:, લોકસ તદ અનુવર્તતે (ભ.ગી. ૩.૨૧). જો દુનિયાના આ મોટા માણસો, તેઓ ગ્રહણ કરશે, "ઓહ, હા. કૃષ્ણ ભાવનામૃત આંદોલન પ્રામાણિક છે," તો સ્વાભાવિક રીતે બીજા લોકો પણ તેમનું અનુકરણ કરશે. તો અહી એક સારી તકે છે દુનિયાના એક મોટા માણસનો સંપર્ક કરવાની. તો તેને યોગ્ય રીતે ઉપયોગ કરો. તમે... તમે બંને બુદ્ધિશાળી છો. બહુ સાવચેતીપૂર્વક તેમની સાથે વાતો કરો. તેઓ સમજાશે કે "ઓહ, આ લોકો બહુ જ પ્રમાણિક ચારિત્ર્યના માણસો છે, અને ઉચ્ચ જ્ઞાની અને ભગવદ ભાવનાભાવિત." તે આપણા આંદોલનને સફળ બનાવશે.