GU/Prabhupada 0759 - ગાય જાણે છે કે 'આ લોકો મને મારશે નહીં.' તે ચિંતામાં નથી



750522 - Lecture SB 06.01.01-2 - Melbourne

ભૂંડનો સ્વાદ છે કે મળ જેવુ ખાવું. તેનો મતલબ કે હું કોઈ પણ ખોરાક ખાઈ શકું છું, મળ સુદ્ધાં. તે ભૂંડનું જીવન છે. અને મનુષ્ય જીવન? ના, ના, ના. કેમ તમારે સ્વીકારવું જોઈએ? તમે ફક્ત સરસ ફળો, ફૂલો, ધાન્યો, અને શાકભાજી લો, અને દૂધની બનાવટો, અને તેને ખાઓ. ભગવાને તમને આ આપ્યું છે. તમારે મળ કેમ ખાવું? આ મનુષ્ય ચેતના છે. તો જ્યારે વધુ સારું ભોજન પ્રાપ્ય છે, મારે શ્રેષ્ઠ ભોજન જ ખાવું જોઈએ, વિટામિનથી ભરેલું, સ્વાદથી ભરેલું, શક્તિથી ભરેલું. હું બીજું કશું શા માટે લઉં? ના. તે મનુષ્ય બુદ્ધિ છે.

તેથી આપણો કાર્યક્રમ છે કે આપણે કૃષ્ણને શ્રેષ્ઠ ભોજન અર્પણ કરીએ છીએ. કૃષ્ણ કહે છે, "મને આ ભોજન આપો." તે શું છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતી, તદ અહમ અષ્નામી (ભ.ગી. ૯.૨૬). જો તમે એક મહેમાનને બોલાવો, તમારે તેને પૂછવું જોઈએ, "મારા પ્રિય મિત્ર, હું તમને શું આપી શકો, તમે શું ખાવાનું પસંદ કરશો?" તો જો તે કહે, "મને આ વસ્તુ આપો, હું બહુ પ્રસન્ન થઈશ," તે તમારું કર્તવ્ય છે તેને તે આપવું. તેવી જ રીતે, લોકો પૂછી શકે છે કે "શા માટે હું કૃષ્ણને માંસ ના અર્પણ કરી શકું?" ના, કૃષ્ણ કહેતા નથી. કૃષ્ણને તે જોઈતું નથી. કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે કે "તમે મને આપો..." પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતી (ભ.ગી. ૯.૨૬): "તમે મને શાકભાજી આપો, મને ફળો આપો, મને ધાન્ય આપો, મને દૂધ આપો, સરસ પાણી, સરસ ફૂલ, સરસ તુલસી." તદ અહમ અષ્નામી: "હું તે ખાઉ છું." કૃષ્ણ, અથવા ભગવાન, તેઓ કઈ પણ ખાઈ શકે છે કારણકે તેઓ ભગવાન છે. તેઓ સર્વ-શક્તિમાન છે. પણ તેઓ ભક્તોને કહે છે, "મને આ વસ્તુઓ આપો." તો આપણે, આપણે કૃષ્ણને આ વસ્તુઓ અર્પણ કરીએ છીએ. તે આપણી બુદ્ધિ છે. તમે પણ વાનગીઓ બનાવી શકો છો. જેમ કે એક દૂધ. તમે દૂધમાથી પચાસ વિભિન્ન પ્રકારની વાનગીઓ બનાવી શકો છો - ઓછામાં ઓછી. ઘણી બધી બનાવટો.

ન્યુ વૃંદાવનમાં અમે ગાયો રાખીએ છીએ. તે એક ઉદાહરણ છે. અને ગાયો દૂધ આપે છે, ખેડૂતો કરતાં બમણું. શ માટે? કારણકે ગાયો જાણે છે કે "આ લોકો મારી હત્યા નહીં કરે." તે લોકો ચિંતામાં નથી. ધારો કે તમે કોઈ કામમાં પ્રવૃત્ત હોવ, અને જો તમે જાણો કે "સાત દિવસ પછી, મારી હત્યા કરવામાં આવશે," શું તમે કામ સારી રીતે કરી શકો? ના. તેવી જ રીતે, ગાયો જાણે છે પાશ્ચાત્ય દેશોમાં કે "આ લોકો મને બહુ સારું ધાન્ય અને ઘાસ આપી રહ્યા છે, પણ છેવટે, તે લોકો મને મારી નાખશે." તો તે ખુશ નથી. પણ જો તેઓ આશ્વસ્ત રહેશે કે "તમારી હત્યા નહીં થાય," તો પછી તેઓ બમણું દૂધ આપશે, બમણું દૂધ. તે શાસ્ત્રમાં કહેલું છે. મહારાજ યુધિષ્ઠિરના સમયમાં, ગાયની દૂધની કોથળી એટલી ભરેલી હતી કે જમીન પર ચરતા ચરતા તે ઢોળાતું, અને આખું ચરવાનું ખેતર ભીનું, દૂધથી કાદવવાળું થઈ જતું. ભૂમિ દૂધથી કાદવવાળી થઈ જતી, પાણીથી નહીં. તે સ્થિતિ હતી. તેથી ગાય એટલી મહત્વની છે કે આપણને સારો આહાર, દૂધ, મળશે. દૂધ રોજ સવારે જરૂરી છે. પણ આ ન્યાય શું છે, કે પ્રાણી પાસેથી દૂધ લીધા પછી તેને મારી દો? શું તે બહુ સારો ન્યાય છે? તો તે બહુ, બહુ જ પાપમય છે, અને આપણે તેના માટે સહન કરવું પડશે. અને તે શાસ્ત્રમાં કહેલું છે કે "જો તમે આ પાપમય કાર્ય કરશો, તો તમે આ પ્રકારના નર્કમાં જશો." પાંચમાં સ્કંધમાં વર્ણનો છે.