Please join, like or share our Vanipedia Facebook Group
Go to Vaniquotes | Go to Vanisource


Vanipedia - the essence of Vedic knowledge

GU/Prabhupada 0760 - આ આંદોલનમાં મૈથુન જીવન પ્રતિબંધિત નથી, પણ ઢોંગ પ્રતિબંધિત છે

From Vanipedia


આ આંદોલનમાં મૈથુન જીવન પ્રતિબંધિત નથી, પણ ઢોંગ પ્રતિબંધિત છે
- Prabhupāda 0760


Lecture on SB 6.1.23 -- Honolulu, May 23, 1976

તો તે જાણ્યા વગર કે મનુષ્ય જીવનનું કર્તવ્ય શું છે, કારણકે તે પતિત છે, તો આપણે આપણા પરિવાર અને બાળકોનું પાલન કરવાની ચિંતા ના કરવી જોઈએ જ્યાં સુધી આપણું મૃત્યુ થાય. ના. પચ્ચીસ વર્ષો સુધી. એક બ્રહ્મચારીને મૈથુન જીવન પર પ્રતિબંધ રાખવાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. તે બ્રહ્મચારી છે. પણ જો તે છતાં પણ કરી ના શકે, તો તેને ગૃહસ્થ જીવન સ્વીકારવાની અનુમતિ આપવામાં આવે છે. કોઈ છેતરપિંડી, ઢોંગ, નથી કે હું પોતાને બ્રહ્મચારી કે સન્યાસી હોવાનો દાવો કરું, અને છૂપી રીતે બધુ બકવાસ કરું. તે ઢોંગ છે. ઢોંગી જીવન વ્યક્તિને આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ નહીં કરવા દે. તે ઉદાહરણ શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આપવામાં આવ્યું છે. તેમના વ્યક્તિગત પાર્ષદ તમે જાણો છો, છોટા હરિદાસ. તે બહુ જ સારો ગાયક હતો, તો તે ચૈતન્ય મહાપ્રભુની સભામાં ગાતો હતો. અને એક દિવસ તે સિખી મહિતીની બહેન પાસે થોડા ભાત લેવા ગયો, અને એક યુવાન સ્ત્રી હતી, અને તેણે કામુક રીતે ત્યાં જોયું. તે ક્યારેક સ્વાભાવિક હોય છે. પણ ચૈતન્ય મહાપ્રભુ તે સમજી ગયા. ફક્ત આપણને શીખવાડવા માટે, જ્યારે તેઓ ખાતા હતા, તેમણે કહ્યું, "આ ભાત કોણ લાવ્યું?" "છોટા હરિદાસ." "તો તેને કહો કે હવે મને ક્યારેય મળે નહીં. સમાપ્ત." બધા ચોંકી ગયા: "શું થયું?" પછી પૂછતાં પૂછતાં તે જાણવા મળ્યું કે તેણે કામુક રીતે એક યુવાન સ્ત્રીને જોઈ હતી. તો... ચૈતન્ય મહાપ્રભુ એટલા ચુસ્ત હતા કે તેમણે તેનો તેમના પાર્ષદોમાથી અસ્વીકાર કર્યો. પછી બીજા મોટા, મોટા ભક્તોએ તેમને વિનંતી કરી કે "તેણે કોઈ ભૂલ કરી છે, અને કૃપા કરીને તેને માફ કરી દો. તે તમારો સેવક છે." તો ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, "ઠીક છે, તો તેને પાછો લાવો. તમે તેની સાથે રહો. હું આ સ્થળ છોડી રહ્યો છું. હું આ સ્થળ છોડી રહ્યો છું." તેમણે કહ્યું, "ના, પ્રભુ, અમે આ પ્રશ્ન હવે ક્યારેય નહીં ઉઠાવીએ."

તો જ્યારે આ છોટા હરિદાસે જોયું કે ચૈતન્ય મહાપ્રભુને સભામાં ફરીથી જવું અશક્ય છે, તેણે વિવશતા અનુભવી. પછી તે ત્રિવેણી ગયો અને આત્મહત્યા કરી. તો ચૈતન્ય મહાપ્રભુ બધુ જાણતા હતા. તો, થોડા સમય પછી, તેમણે પૂછ્યું, "છોટા હરિદાસનું શું થયું?" કોઈએ કહ્યું, "પ્રભુ, તમે તેનો તિરસ્કાર કર્યો. નિરાશાથી, તેણે આત્મહત્યા કરી..." "ઓહ, તે સારું છે." જરા જુઓ કેટલા ચુસ્ત. "તે સારું છે." તેમણે ક્યારેય કોઈ સહાનુભૂતિ પ્રગટ ના કરી: "ઓહ, મે આ વ્યક્તિનો તિરસ્કાર કર્યો અને તેણે આત્મહત્યા કરી લીધી? ઓહ." ના. તેમણે કહ્યું, "ઓહ, તે સારું છે, તે ઠીક છે." તેમણે તેવું કહ્યું હતું. આ એક વસ્તુ છે.

બીજી વસ્તુ: શિવાનંદ, તેમના એક ઉન્નત ભક્ત, તે બધા ભક્તોનું ધ્યાન રાખી રહ્યો હતો જે ચૈતન્ય મહાપ્રભુ પાસે આવતા હતા રથયાત્રા દરમ્યાન મળવા માટે. તો તેની પત્ની આવી અને ચૈતન્ય મહાપ્રભુને પ્રણામ કર્યા, અને તેમણે જોયું કે તેમની પત્ની ગર્ભવતી છે. તો તરત જ તેમણે પૂછ્યું, "શિવાનંદ, તારી પત્ની ગર્ભવતી છે?" "હા." "ઠીક છે, જ્યારે તે બાળકને જન્મ આપે, તું તેનું નામ આ રાખજે." હવે જુઓ. એક વ્યક્તિ, ફક્ત તેણે કામેચ્છાથી એક યુવાન સ્ત્રીની સામે જોયું; તેનો અસ્વીકાર થયો. અને એક માણસની પત્ની ગર્ભવતી છે; તેમણે તેને માન આપ્યું: "તે ઠીક છે." તો આ આંદોલનમાં મૈથુન જીવન પર પ્રતિબંધ નથી, પણ ઢોંગ પ્રતિબંધિત છે. જો તમે ઢોંગી બનો, તો પછી કોઈ શક્યતા નથી... તે ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા છે. છોટા હરિદાસ, તેણે પોતાને બ્રહ્મચારી તરીકે પ્રસ્તુત કર્યો અને તે એક યુવાન સ્ત્રીને જોતો હતો. તો તેમણે સમજયું, "તે એક ઢોંગી છે. તેનો તિરસ્કાર કરો." અને શિવાનંદ સેન, તે ગૃહસ્થ હતો. ગૃહસ્થને બાળકો હોય જ. તેમાં ખોટું શું છે? તેમણે કહ્યું, "હા, મારો પ્રસાદ આપવો જોઈએ." આ ચૈતન્ય મહાપ્રભુનું આંદોલન છે.

તો આપણી વિનંતી છે, ઢોંગી ના બનશો. તેથી ચાર આશ્રમો હોય છે: બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સન્યાસ. જે પણ આશ્રમ તમારા માટે યોગ્ય હોય, તમે સ્વીકાર કરો. પણ નિષ્ઠાવાન બનો. ઢોંગી ના બનો. જો તમે વિચારો છો કે તમારી મૈથુન કરવું છે, ઠીક છે, તમે લગ્ન કરો અને એક સજ્જનની જેમ રહો. ઢોંગી ના બનો. આ ચૈતન્ય મહાપ્રભુનું આંદોલન છે. તેમને ઢોંગ ગમતો હતો નહીં. કોઈને ગમતો નથી. પણ એક વ્યક્તિ માટે જે કૃષ્ણ ભાવનામૃતમાં ગંભીરતાથી સંલગ્ન છે, તેના માટે મૈથુન જીવન અને ભૌતિક વૈભવ બહુ સારો નથી. તે ચૈતન્ય મહાપ્રભુનો મત છે. પરમ પરમ જીગ્મિશોર ભાવ... નિષ્કિંચનસ્ય ભજનોન્મુખસ્ય, પરમ પરમ (ચૈ.ચ. મધ્ય ૧૧.૮)... તેથી સ્વૈચ્છીક રીતે ચૈતન્ય મહાપ્રભુએ સન્યાસનો સ્વીકાર કર્યો હતો. તેઓ તેમના પારિવારિક જીવનમાં બહુ સારી રીતે સ્થિત હતા. જ્યારે તેઓ પારિવારિક માણસ હતા, તેમણે બે વાર લગ્ન કર્યા હતા. એક પત્નીનું મૃત્યુ થયું હતું; તેમણે ફરીથી લગ્ન કર્યા. તો ચૈતન્ય મહાપ્રભુએ આપણને શીખવાડ્યુ.. પણ જ્યારે તેમણે સન્યાસ લીધો, તેઓ ખૂબ જ, ખૂબ જ ચુસ્ત હતા. કોઈ પણ સ્ત્રી તેમની નજીક જઈ શકતી નહીં. દૂરથી જ. આ ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા છે.