GU/Prabhupada 0764 - મજૂરોએ વિચાર્યું, 'ઈશુ ખ્રિસ્ત કામદારોમાથી એક જ હોવા જોઈએ'



Lecture on SB 2.3.14-15 -- Los Angeles, May 31, 1972

તો નગરથી નગર જાઓ, ગામથી ગામ. આ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરો. તે લોકોને જીવનમાં લાવો, તો આ નિરાશા સમાપ્ત થઈ જશે. સમાજના નેતાઓ, રાજનીતિજ્ઞો, તેમણે ધ્યાન રાખવું જોઈએ કે તે લોકો શું કરી રહ્યા છે. તો તે કહ્યું છે, કથા હરિ કથોદરકા: સતામ સ્યુ: સદસી ધ્રુવમ (શ્રી.ભા. ૨.૩.૧૪). તેથી જો આપણે આ હરિકથાની ચર્ચા કરીએ... આપણે શ્રીમદ ભાગવતમની ચર્ચા કરી રહ્યા છીએ, હરિકથા. તો કથા, હરિકથા, ઉદર્કા: સતામ સ્યુ: સદસી ધ્રુવમ. જો તેની ભક્તો વચ્ચે ચર્ચા કરવામાં આવે, તો વ્યક્તિ સમજી શકે છે. આ પુસ્તક, શ્રીમદ ભાગવતમ, નું ભક્તો વચ્ચે મહત્વ છે. અને બીજા માટે, તેઓ ખરીદી શકે છે. તેઓ જુએ છે કે "આ શું છે? સંસ્કૃત શ્લોક, કઈક લખેલું. કાગળનો ટુકડો." તમે જુઓ. જેમ કે આ છાપું, આપણા માટે, તે કાગળનો ટુકડો છે. આપણે તેની પરવાહ નથી કરતાં. પણ તે લોકો તેને બહુ જ સાવચેતીપૂર્વક તેમની છાતી પર રાખે છે, "ઓહ, તે બહુ જ સરસ છે." (હાસ્ય)

પાશ્ચાત્ય દેશોમાં અખબાર એટલું પ્રચલિત છે. એક સજ્જને મને એક વાર્તા કહી હતી, કે એક ખ્રિસ્તી પાદરી શેફિલ્ડમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે ગયો હતો. શેફિલ્ડ, તે ક્યાં છે? ઇંગ્લૈંડમાં? તો મજૂરો, કામદારોને, તે પ્રચાર કરતો હતો કે "ભગવાન ઈશુ ખ્રિસ્ત તમને બચાવશે. જો તમે ભગવાન ઈશુ ખ્રિસ્તની શરણ નહીં ગ્રહણ કરો, તો તમે નર્કમાં જશો." તો સૌ પ્રથમ, "ઈશુ ખ્રિસ્ત કોણ છે? તેમનો નંબર શું છે?" તેનો મતલબ, તેમણે વિચાર્યું, "ઈશુ ખ્રિસ્ત એક મજૂરોમાના એક હશે, અને દરેક મજૂરને એક નંબર હોય છે, (હાસ્ય) તો તેમનો નંબર શું છે?" તો "ના, ઈશુ ખ્રિસ્ત, તે ભગવાનના પુત્ર છે. તો તેમને કોઈ નંબર નથી. તે મજૂર નથી." તો "નર્ક શું છે?" પછી વર્ણન, "નર્ક બહુ જ ભેજવાળું છે, બહુ જ અંધકારમય," અને વગેરે, વગેરે. તો તે બધા ચૂપ થઈ ગયા. કારણકે તે બધા ખાણના મજૂર હતા. તે હમેશા ભીનું અને અંધકારમય હતું. (હાસ્ય) (પ્રભુપાદ હસે છે) તો નર્ક અને ખાણ વચ્ચે શું ફરક છે? તેઓ ચૂપ થઈ ગયા. પણ જ્યારે પાદરીએ કહ્યું, "ત્યાં કોઈ અખબાર નથી," ઓહ, ઓહ, ભયાનક!" (હાસ્ય) ત્યાં કોઈ અખબાર નથી. (પ્રભુપાદ હસે છે) તેથી, તમારા દેશમાં, ઘણા બધા મોટા, મોટા, મારા કહેવાનો મતલબ, અખબારોના ઢગલા, તેનું વેચાણ થાય છે.