GU/Prabhupada 0765 - પૂર્ણ સચેત બનો, કે 'બધુ કૃષ્ણનું છે અને આપણું કશું નથી'



Lecture on SB 1.13.11 -- Geneva, June 2, 1974

અકિંચન, અકિંચન મતલબ કોઈ ભૌતિક વસ્તુ ધરાવવી નહીં. અકિંચન ગોચર. મહારાણી કુંતી, જ્યારે તેઓ કૃષ્ણને મળ્યા હતા, તેમણે કહ્યું, "મારા પ્રિય કૃષ્ણ, તમે અકિંચન ગોચર છો (શ્રી.ભા. ૧.૮.૨૬). તમારો સાક્ષાત્કાર એવા વ્યક્તિ દ્વારા થાય છે જેની પાસે કોઈ ભૌતિક સંપત્તિ નથી. અને તમે અમને આટલી બધી ભૌતિક સંપત્તિ આપી છે. અમે તમને કેવી રીતે સમજી શકીશું?" તે હતું... કુંતી ખેદ કરતાં હતા કે "જ્યારે તમે દુખમાં હતા, તમે હમેશા અમારી સાથે હતા. હવે જ્યારે તમે અમને રાજ્ય અને બધુ જ આપી દીધું છે. હવે તમે દ્વારકા જઈ રહ્યા છો. આ શું છે, કૃષ્ણ? વધુ સારું છે કે અમે ફરીથી તે દુખમય સ્થિતિમાં જતાં રહીએ કે જેથી તમે અમારી સાથે રહો." અકિંચન ગોચર. કૃષ્ણ અકિંચન ગોચર છે. જે પણ વ્યક્તિને ભૌતિક જીવનનો આનંદ માણવો છે, તેના માટે પૂર્ણ રીતે કૃષ્ણ ભાવનામૃત બનવું શક્ય નથી. તે જ રહસ્ય છે.

તેથી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું હતું, નિષ્કિંચનસ્ય ભગવદ ભજનોન્મુખસ્ય (ચૈ.ચ. મધ્ય ૧૧.૮). ભગવદ ભજન, ભક્ત બનવું, કૃષ્ણ ભાવનાભાવિત, તે નિષ્કિંચનસ્ય લોકો માટે છે, જે વ્યક્તિ ભૌતિક જગતમાં કશું ધરાવતો નથી. તેનો મતલબ તે નથી કે તે ગરીબ હોવો જોઈએ. ના. તેણે પૂર્ણ રૂપે સમજવું જોઈએ કે "મારુ કશું નથી; બધુ જ કૃષ્ણનું છે. હું ફક્ત તેમનો સેવક છું, બસ તેટલું જ." આને અકિંચન કહેવાય છે. જો હું વિચારું કે "કૃષ્ણને આગળ રાખીને, મને ભૌતિક વસ્તુઓ ધરાવવા દે," તે બીજી છેતરપિંડી છે. તમારે પૂર્ણ રીતે સચેત હોવું જોઈએ, કે "બધુ કૃષ્ણનું છે અને અમારું કશું જ નથી." પછી કૃષ્ણ તમારા સુહ્રદ બની જાય છે. તેઓ હવાલો સાંભળે છે, આખરે કેવી રીતે તમારો લાભ હશે. તેશામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિ પૂર્વકમ દદામી (ભ.ગી. ૧૦.૧૦). પ્રીતિ પૂર્વકમ. આ મહાન નિશ્ચય છે, "કૃષ્ણ, હું ફક્ત તમને ઈચ્છું છું, બીજું કશું જ નહીં. કશું જ નહીં." ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતમ વા જગદીશ(ચૈ.ચ. અંત્ય ૨૦.૨૯, શિક્ષાષ્ટક ૪). આ ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા છે. ચૈતન્ય મહાપ્રભુએ આપણને વારંવાર આ તત્વજ્ઞાન શીખવાડ્યુ છે. નિષ્કિંચનસ્ય ભગવદ ભજન. ભગવદ ભજન મતલબ તેઓ (ભગવાન) સ્વયમ પોતે નિષ્કિંચન બને છે. તેઓ સ્વયમ કૃષ્ણ હતા, સૌથી વૈભવશાળી. ત્યક્ત્વા સુરેપ્સિત:, સુદૂસ્ત્યજ સુરેપ્સિત રાજ્ય લક્ષ્મીમ (શ્રી.ભા. ૧૧.૫.૩૪). ચૈતન્ય મહાપ્રભુને સૌથી સુંદર પત્ની હતી, લક્ષ્મી, વિષ્ણુપ્રિયા, લક્ષ્મીપ્રિયા. પણ આખા જગતના કલ્યાણ માટે, જોકે તેઓ કૃષ્ણ છે, તેમણે ઉદાહરણ બતાવ્યુ. ચોવીસ વર્ષની ઉમ્મરે, તેમણે સન્યાસ લીધો.