Please join, like or share our Vanipedia Facebook Group
Go to Vaniquotes | Go to Vanisource


Vanipedia - the essence of Vedic knowledge

GU/Prabhupada 0773 - આપણું ધ્યાન હમેશા હોવું જોઈએ કે આપણે આપણા આધ્યાત્મિક જીવનનો અમલ કેવી રીતે કરી રહ્યા છીએ

From Vanipedia


આપણું ધ્યાન હમેશા હોવું જોઈએ કે આપણે આપણા આધ્યાત્મિક જીવનનો અમલ કેવી રીતે કરી રહ્યા છીએ
- Prabhupāda 0773


Lecture on SB 2.3.19 -- Los Angeles, June 15, 1972

પ્રદ્યુમ્ન: તો પૃષ્ઠ ૧૫૩ પર તાત્પર્ય, બીજો ફકરો: "ઊંટ તે પ્રકારનું પ્રાણી છે જે કાંટા ખાવામાં આનંદ લે છે. તેવી જ રીતે, એક વ્યક્તિ જેને પારિવારિક જીવનનો આનંદ માણવો છે અથવા દુનિયાના જીવનનો કહેવાતો આનંદ તેની ઊંટ સાથે સરખામણી કરી છે. ભૌતિક જીવન કાંટાઓથી ભરેલું છે, તો વ્યક્તિએ ફક્ત વેદિક નીતિનિયમોની નિર્દિષ્ટ પદ્ધતિઓ પ્રમાણે જ રહેવું જોઈએ, ફક્ત એક ખરાબ સોદાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે."

પ્રભુપાદ: જેમ કે જો તમે કાંટામાથી પસાર થતાં હોવ, તમારે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. નહિતો કાંટાઓ તમારા કપડાં પર લાગી જશે અને તમને અગવડ પડશે. તે વેદોમાં કહ્યું છે, ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા (કઠ ઉપનિષદ ૧.૩.૧૪). જેમ કે આપણે અસ્ત્રાથી દાઢી કરીએ છીએ. અસ્ત્રો બહુ જ તીક્ષ્ણ હોય છે. તો જો આપણે અસ્ત્રાને સાવચેતીપૂર્વક વાપરીશું, આપણા ગાલ સ્વચ્છ થઈ જશે, તે કાર્ય પૂરું થાય છે. પણ થોડું બેધ્યાનપણું, તરત જ કાપ મુકાય છે અને લોહી નીકળશે. થોડું જ બેધ્યાનપણું. ઉદાહરણ આપેલું છે. ક્ષુરસ્ય ધારા નિશિતા દૂરત્યયા દુર્ગમ પથસ તત કવયો વદંતી. મુક્તિનો માર્ગ બહુ જ મુશ્કેલ છે. જેમ કે આપણે ભગવદ ધામ, કૃષ્ણ પાસે, જવાનો પ્રયત્ન કરીએ છીએ. માર્ગ બહુ જ મુશ્કેલ છે. ક્ષુરસ્ય ધારા નિશિતા દૂરત્યયા દુર્ગમ. દુર્ગમ મતલબ પસાર કરવો ખૂબ જ મુશ્કેલ. પણ થોડું ધ્યાન તમને બચાવી લેશે. થોડું ધ્યાન, કે "હું એક ખૂબ જ ભયાનક માર્ગમાથી પસાર થઈ રહ્યો છું, તો મારે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ." તો આપણું ધ્યાન હમેશા હોવું જોઈએ, કેવી રીતે આપણે આપણા આધ્યાત્મિક જીવનનો અમલ કરી રહ્યા છીએ.

તે બહુ સરળ છે. આપણે ચુસ્તપણે નીતિનિયમોનું પાલન કરીએ અને ઓછામાં ઓછી સોળ માળા કરીએ. તે આપણને બચાવશે. પણ જો આપણે બેધ્યાન બનીશું આ સિદ્ધાંતોથી, તો કાંટા વાગવાનો ભય છે. તો ચારે બાજુ ઘણા બધા કાંટાઓ છે. અથવા તે જ ઉદાહરણ. ક્ષુરસ્ય ધારા. તમે દાઢી કરો, તમારો ચહેરો બહુ જ સ્વચ્છ બનાવો, પણ થોડું બેધ્યાનપણું, તરત જ લોહી નીકળે છે. આપણે બહુ જ સાવચેત રહેવું જોઈએ. આગળ વધો.

પ્રદ્યુમ્ન: "ભૌતિક જગતના જીવનની જાળવણી વ્યક્તિના પોતાના લોહીને ચૂસીને થાય છે. ભૌતિક આનંદ માટેના આકર્ષણનું કેન્દ્ર બિંદુ છે મૈથુન જીવન. મૈથુન જીવનનો આનંદ કરવો મતલબ વ્યક્તિનું પોતાનું લોહી પીવું, અને આ સંબંધમાં વધુ કોઈ સમજાવવાનું રહેતું નથી. ઊંટ પણ કંટાળી ડાળખીને ચાવીને પોતાનું લોહી પીવે છે. જે કાંટા ઊંટ ખાય છે તે ઊંટની જીભને કાપે છે, જેથી ઊંટના મોઢામાથી લોહી નીકળવા માંડે છે. લોહી સાથે મિશ્રિત કાંટા મૂર્ખ ઊંટ માટે એક સ્વાદ ઉત્પન્ન કરે છે, અને તેથી તે ખોટા આનંદથી કાંટા-ખાવાના કાર્યનો આનંદ માણે છે. તેવી જ રીતે, મોટા મોટા વેપારી ધુરંધરો, ઔદ્યોગીકો જે સખત કામ કરે છે સાચી ખોટી રીતે ધન કમાવવા, તે તેમના કર્મોના કાંટાળા પરિણામને ખાય છે તેમના પોતાના લોહી સાથે મિશ્રિત. તેથી ભાગવતમે આ રોગી વ્યક્તિઓને ઊંટ સાથે મૂક્યા છે."

પ્રભુપાદ: તે લોકો જોખમ લે છે, ઘણું બધુ જોખમ, ધન કમાવવા માટે અને ઇન્દ્રિય સુખ માટે. ચોરો, ડાકુઓ, તેઓ તેમના પ્રાણ જોખમમાં મૂકે છે. તે લોકો ચોરી કરવા જાય છે, એક માણસના ઘરે, અને તે જાણેલું છે કે જેવુ તે ખબર પડશે, "તે આવ્યો છે," માણસ, ઘરનો માલિક, તેની તરત જ ગોળી મારીને હત્યા પણ કરી શકે. તે જોખમ તે લે છે. તો ફક્ત ચોર અને ડાકુઓ નહીં, આપણે દરેક. તે કહ્યું છે પદમ પદમ યદ વિપદામ (શ્રી.ભા. ૧૦.૧૪.૫૮). દરેક ડગલે સંકટ છે. દરેક ડગલે. આપણે આપણી મોટરગાડીઓને ખૂબ જ તીવ્ર ગતિએ દોડાવીએ છીએ, સિત્તેર માઈલ, એક સો માઈલની ઝડપે, પણ કોઈ પણ ક્ષણે એક મોટો ખતરો હોઈ શકે છે. તો વાસ્તવમાં ભૌતિક જીવનમાં કોઈ શાંતિ હોઈ શકે નહીં. તે શક્ય નથી. સમાશ્રિત પદ પલ્લવ પ્લવમ (શ્રી.ભા. ૧૦.૧૪.૫૮). આપણે ભગવાનના ચરણ કમળનો આશ્રય લેવો જ પડે. જો આપણે સુખી થવું હોય, જો આપણે શાંત થવું જોય, તો આ જ એક માર્ગ છે.