GU/Prabhupada 0774 - આપણે આધ્યાત્મિક પ્રગતિની આપણી પોતાની રીતનું નિર્માણ ના કરી શકીએ



Lecture on SB 7.6.2 -- Toronto, June 18, 1976

કૃતેમાં, મતલબ સત્યયુગમાં, જ્યારે લોકો જીવતા હતા એક લાખ વર્ષ માટે, તે વખતે તે શક્ય હતું. જેમ કે વાલ્મીકિ મુનિએ સાઈઠ હજાર વર્ષો માટે ધ્યાન કર્યું. તો વાસ્તવમાં આ ધ્યાન, ધારણ, પ્રાણાયામ, પ્રત્યાહાર, યોગ પદ્ધતિઓ, તેની ભલામણ શાસ્ત્રોમાં થઈ છે, ભગવદ ગીતામાં પણ છે, પણ આ યુગમાં તે શક્ય નથી. અર્જુને પણ ના પાડી. "કૃષ્ણ, તમે મને યોગ પદ્ધતિ કરવાની ભલામણ કરો છો, પણ તે શક્ય નથી." તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોર ઈવ સુદુષ્કરમ (ભ.ગી. ૬.૩૪). "તે શક્ય નથી." પણ અર્જુન એક શુદ્ધ ભક્ત હતો. તે હમેશા કૃષ્ણ વિશે વિચારતો હતો. તેને બીજું કોઈ કાર્ય હતું નહીં. તેથી કૃષ્ણે, અર્જુનને પ્રોત્સાહન આપવા માટે, કહ્યું કે "નિરાશ ના થઈશ. કારણકે તું માને છે કે તું ભગવાન વિષ્ણુ પર ધ્યાન કરવા માટે અયોગ્ય છું, નિરાશ ના થઈશ. પ્રથમ વર્ગનો યોગી... તું પ્રથમ વર્ગનો યોગી છું." શા માટે? કારણકે

યોગીનામ અપિ સર્વેશામ
મદ ગતેનાંતરાત્માના
શ્રદ્ધાવાન ભજતે યો મામ
સ મે યુક્તતમો મત:
(ભ.ગી. ૬.૪૭)

જે પણ વ્યક્તિ હમેશા તેના હ્રદયમાં કૃષ્ણ વિશે વિચારે છે, તે પ્રથમ વર્ગનો યોગી છે. તેથી કલૌ તદ હરિ કિર્તનાત (શ્રી.ભા. ૧૨.૩.૫૨). આ પ્રથમ વર્ગની યોગ પદ્ધતિ છે. આ યુગમાં, ચૈતન્ય મહાપ્રભુએ ભલામણ કરેલી છે, શાસ્ત્રમાં પણ ભલામણ કરેલી છે, કે હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ કલૌ નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ એવ (ચૈ.ચ. આદિ ૧૭.૨૧).

તો આપણે શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરવું પડે. આપણે આપણા પોતાના આધ્યાત્મિક પ્રગતિના માર્ગો બનાવી શકીએ નહીં. તે શક્ય નથી.

ય: શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય
વર્તતે કામ કારત:
ન સ સિદ્ધિમ અવાપ્નોતી
ન સુખમ ન પરામ ગતિમ
(ભ.ગી. ૧૬.૨૩)

જે પણ વ્યક્તિ શાસ્ત્રમાં ભલામણ કરાયેલા નીતિ નિયમોનું ઉલ્લંઘન કરે છે, શાસ્ત્ર-વિધિ, ય: શાસ્ત્ર-વિધિમ ઉત્સૃજ્ય, શાસ્ત્ર વિધિનો ત્યાગ કરે છે, વર્તતે કામ કારત:, મનની કલ્પના પ્રમાણે કઈ કરે છે, ન સિદ્ધિમ સ અવાપ્નોતી, તે ક્યારેય સફળતા પ્રાપ્ત નથી કરતો તે ક્યારેય સફળ નહીં થાય. ન સિદ્ધિમ ન પરામ ગતિ: કે ન કોઈ મુક્તિ. ન સિદ્ધિમ, ન સુખમ: કે ન તો ભૌતિક સુખ પણ. તો આપણે શાસ્ત્ર વિધિને સ્વીકારવી જ જોઈએ. શાસ્ત્ર-વિધિ, જેમ તે છે... શાસ્ત્રમાં તે કહ્યું છે, મે પહેલેથી જ શ્લોક કહ્યો છે, કલૌ તદ હરિ કિર્તનાત.

કૃતે યદ ધ્યાયતો વિષ્ણુમ
ત્રેતાયામ યજતો મખૈ:
દ્વાપરે પરિચર્યાયામ
કલૌ તદ હરિ કિર્તનાત
(શ્રી.ભા. ૧૨.૩.૫૨)

આ યુગમાં શાસ્ત્ર વિધિ છે હરિ કીર્તન. જેટલું વધુ તમે હરે કૃષ્ણ મંત્રનો જપ કરશો, તેટલું વધુ તમે સિદ્ધ બનશો. આ શાસ્ત્ર વિધિ છે. અને ચૈતન્ય મહાપ્રભુએ તેની પુષ્ટિ કરી છે. સાધુ શાસ્ત્ર ગુરુ વાક્ય. આપણે સ્થિર બનવું જ પડે, સૌ પ્રથમ, શાસ્ત્રની આજ્ઞા શું છે. પછી સાધુ શું છે, જે લોકો ભક્તો છે, તે લોકો શું કરી રહ્યા છે. તે લોકો શું કરી રહ્યા છે, સાધુ, શાસ્ત્ર, અને ગુરુ. અને ગુરુ શું કહી રહ્યા છે. આપણે આ ત્રણ સિદ્ધાંતોનું પાલન કરવું જ પડે. સાધુ ગુરુ શાસ્ત્ર વાક્ય તીનેતે કોરિયા ઐક્ય. સાધુ કોણ છે? જે શાસ્ત્રની આજ્ઞા પર સ્થિત રહે છે. અથવા ગુરુ? ગુરુ મતલબ તે પણ શાસ્ત્રની આજ્ઞા પર સ્થિત રહે છે. તો તે ગુરુ છે, તે સાધુ છે. તે સાધુ છે. અને જો વ્યક્તિ, શાસ્ત્ર વિધિમ, ય: શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય... જો તમે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરો, તો ગુરુ અને સાધુનો પ્રશ્ન જ ક્યાં છે? ન સિદ્ધિમ. તે સિદ્ધ નથી. તેણે સિદ્ધિ પ્રાપ્ત નથી કરી, કારણકે તેણે શાસ્ત્રના સિદ્ધાંતનો તિરસ્કાર કર્યો છે. તો તે બનાવટી છે. આપણે તેવી રીતે કસોટી કરવી જોઈએ, કોણ ગુરુ છે.