GU/Prabhupada 0798 - તું એક નૃત્યાંગના છે. તારી નાચવું જ પડે. તું શરમાઈ ના શકે
Lecture on BG 2.36-37 -- London, September 4, 1973
તો અર્જુનની સ્થિતિ બહુ ચિંતાજનક છે. એક બંગાળી કહેવત છે નાચતે બોસે ગુંઠન. એક છોકરી, તે બહુ જ પ્રખ્યાત નૃત્યાંગના છે. તો તે પદ્ધતિ છે, જેમ આપણે પ્રસ્તુત કર્યું છે, છોકરીઓ અને સ્ત્રીઓ, તેમને તેમનો ઘુંઘટ હોય છે. ગુંઠન, તેને ભારતીય ભાષામાં ગુંઠન કહેવાય છે. તો એક નાચતી છોકરી, જ્યારે તે મંચ પર હોય છે, તેણે જોયું કે તેના ઘણા બધા સંબંધીઓ મુલાકાતીઓ તરીકે આવ્યા છે. તો તેણે ઘુંઘટ કાઢવાનું શરૂ કર્યું. તો આની જરૂર નથી. તું એક નાચવાવાળી છોકરી છું. હવે તારી નાચવું જ પડશે. તું શરમાઈ ના શકે. તારે મુક્તપણે નાચવું જ પડે. તે તારું કામ છે. તો અર્જુન... કોઈ ધૂર્તે કોઈ માણસને મારી નાખ્યો, કારણ આપતા કે હત્યા પાપમય નથી કારણકે ભગવદ ગીતામાં તે કહ્યું છે. હા. એવું લાગે છે, ધૂર્તને તેવું લાગી શકે છે, કે કૃષ્ણ અર્જુનને લડવા માટે પ્રોત્સાહિત કરે છે. અને તેઓ કહે છે કે કોઈ પાપ નથી. પણ ધૂર્ત જોતો નથી કે કઈ પરિસ્થિતિમાં તેઓ સલાહ આપી રહ્યા છે. સ્વ ધર્મમ અપિ ચાવેક્ષ્ય (ભ.ગી. ૨.૩૧). સ્વધર્મ, સિદ્ધાંત છે... એક ક્ષત્રિયનું કર્તવ્ય છે લડવું, યુદ્ધમાં હત્યા કરવી. જો તમે યુદ્ધમાં હોવ, જો તમે દયાળુ બનો, તો તે જ ઉદાહરણ: નાચતી છોકરી, જ્યારે તે મંચ પર છે, જો તે શરમાશે, તે તેના જેવુ છે. તો તેણે શરમાવું કેમ જોઈએ? તેણે મુક્ત પણે નાચવું જ જોઈએ. તે તેના માટે સારું હશે. તો યુદ્ધભૂમિ પર, તમે દયાળુ ના બની શકો. તેની જરૂર નથી. તો ઘણી બધી રીતે. અહિંસા આર્જવ, આ સારા ગુણો છે. તેરમાં અધ્યાયમાં, કૃષ્ણે અહિંસાનું વર્ણન કર્યું છે, અહિંસા સામાન્ય રીતે સ્વીકારવામાં આવે છે. અને વાસ્તવમાં અર્જુન અહિંસક હતો. તે કાયર ન હતો, એવું ન હતું કે કારણકે તે કાયર હતો, તેથી તે લડવાની ના પાડતો હતો. ના. એક વૈષ્ણવ તરીકે, સ્વાભાવિક રીતે તે અહિંસક હતો. તેને કોઈને મારવું ગમતું હતું નહીં, અને ખાસ કરીને તેના પોતાના પરિવારના સભ્યોને. તે થોડી કરુણા દેખાડતો હતો. એવું ન હતું કે તે કાયર હતો.
તો કૃષ્ણ પ્રોત્સાહન આપતા હતા, અર્જુનને કર્તવ્ય કરવા માટે પ્રેરણા આપતા હતા. તું તારા કર્તવ્યમાથી ચૂકી શકે નહીં. તે મુદ્દો હતો. જ્યારે યુદ્ધ હોય, તારે નિયમિત રીતે યુદ્ધ કરવું જ પડે, અને શત્રુને મારવા જ પડે. તે તારા માટે સારું છે. જ્યારે તું શત્રુની વિરુદ્ધમાં યુદ્ધ કરતો હોય, જો તું દયાળુ બને, "હું કેવી રીતે મારીશ?" તે કાયરતા છે. તેથી કૃષ્ણ અહી નિષ્કર્ષ આપે છે: હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે માહીમ (ભ.ગી. ૨.૩૭). બે વિકલ્પો છે. એક યોદ્ધા માટે, એક ક્ષત્રિય માટે, યુદ્ધમાં લડવામાં, ક્યાં તો વિજય અથવા મૃત્યુ. વચગાળાનું કોઈ નહીં. તમારા ચરમબિંદુ સુધી યુદ્ધ કરો, પછી તમે વિજયી બનો. અથવા વીરગતિ (મૃત્યુ). અટકવું નહીં. આ બધા યુદ્ધો તેવા હતા. વેદિક સંસ્કૃતિ પ્રમાણે, ક્ષત્રિય... બ્રાહ્મણો નહીં. બ્રાહ્મણોને યુદ્ધ કરવા અથવા મારવાનું પ્રોત્સાહન નથી આપવામાં આવતું. તેમણે હમેશા અહિંસક રહેવું જોઈએ. જો હિંસાની જરૂર પણ હોય, એક બ્રાહ્મણ વ્યક્તિગત રૂપે નહીં મારે. તે મુદ્દો ક્ષત્રિય, રાજપરિવારમાં લઈ જશે.