GU/Prabhupada 0799 - પૂર્ણ સ્વતંત્રતા - શાશ્વતતા, આનંદમય અને જ્ઞાનની પૂર્ણ



Arrival Speech -- Stockholm, September 5, 1973

આપનો ખૂબ ખૂબ આભાર મારા આવકાર માટે. આ પ્રથમ વાર હું આ દેશમાં આવું છું, સ્વીડન. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન આખી દુનિયામાં ધીમે ધીમે ફેલાઈ રહ્યું છે. આ આંદોલનનું તાત્પર્ય સમજવું થોડું મુશ્કેલ છે કારણકે તે સંપૂર્ણપણે આધ્યાત્મિક સ્તર પર છે. સામાન્ય રીતે, લોકો સમજતા નથી કે આધ્યાત્મિક સ્તર શું હોય છે. તો જેમ આપણે સમજી શકીએ કે આપણે બે વસ્તુઓનું મિશ્રણ છીએ... આપણે દરેક, જીવ, આપણે વર્તમાન સમયે આત્મા અને પદાર્થનું મિશ્રણ છીએ. પદાર્થ આપણે સમજી શકીએ છીએ, પણ આપણા પદાર્થ સાથેના લાંબા સંગને કારણે, આપણે સમજી નથી શકતા કે આત્મા શું છે. પણ આપણે કલ્પના કરી શકીએ કે કઈક છે જે મૃત શરીર અને જીવિત શરીર વચ્ચે ભેદ કરે છે. તે આપણે સમજી શકીએ. જ્યારે એક માણસ મૃત હોય છે... ધરોકે મારા પિતા મૃત છે, અથવા કોઈ વ્યક્તિ, એક સંબંધી, મૃત છે, આપણે પસ્તાવો કરીએ છીએ કે "મારા પિતા હવે નથી રહ્યા. તે જતાં રહ્યા છે." પણ તે ક્યાં ગયા છે? પિતા તો પથારી પર જ પડ્યા છે. તમે કેમ કહો છો, "મારા પિતા જતાં રહ્યા છે?" જો કોઈ વ્યક્તિ કહે કે "તમારા પિતા ઊંઘે છે પથારી પર. તમે કેમ રડી રહ્યા છો કે તમારા પિતા જતાં રહ્યા છે? તે ગયા નથી. તે અહી ઊંઘેલા છે. પણ તે ઊંઘ આ ઊંઘ નથી, આપણે રોજ ઊંઘીએ તેવી સામાન્ય ઊંઘ. તેનો મતલબ શાશ્વત ઊંઘ. તો વાસ્તવમાં, આપણને કોઈ આંખો જ નથી તે જોવા માટે કે મારા પિતા કોણ છે. મારા પિતાના જીવનકાળ દરમ્યાન હું જાણતો ન હતો કે મારા પિતા કોણ છે, તેથી જ્યારે વાસ્તવિક પિતા જતાં રહ્યા છે, આપણે રડીએ છીએ કે "મારા પિતા જતાં રહ્યા છે." તો તે આત્મા છે. તે શરીરમાથી જે જતું રહી છે, તે આત્મા છે; નહિતો કેમ તે બોલી રહ્યો છે કે "મારા પિતા જતાં રહ્યા છે"? શરીર તો ત્યાં જ છે.

તો સૌ પ્રથમ આપણે સમજવું પડે આ ભેદ આત્મા અને આ ભૌતિક શરીર વચ્ચે. જો આપણે સમજી શકીએ કે આત્મા શું છે, તો આપણે સમજી શકીએ કે આ આધ્યાત્મિક આંદોલન શું છે. નહિતો, ફક્ત ભૌતિક સમજણ પર, આધ્યાત્મિક આંદોલન અથવા આધ્યાત્મિક સ્તર શું છે તે સમજવું બહુ મુશ્કેલ છે. પણ તે છે. આપણે ફક્ત અનુભવી શકીએ કે વર્તમાન સમયે, પણ એક આધ્યાત્મિક જગત છે, આધ્યાત્મિક જીવન. અને તે આધ્યાત્મિક જીવન શું છે? પૂર્ણ સ્વતંત્રતા. પૂર્ણ સ્વતંત્રતા. શાશ્વતતા, આનંદમય અને જ્ઞાનથી પૂર્ણ. તે આધ્યાત્મિક જીવન છે. આ જીવનના શારીરિક ખ્યાલથી સંપૂર્ણપણે અલગ. આધ્યાત્મિક જીવન મતલબ શાશ્વતતા, જ્ઞાનનું આનંદમય જીવન. અને આ ભૌતિક જીવન મતલબ કામચલાઉ, અજ્ઞાનતા અને દુખોથી ભરેલું. આ શરીર મતલબ તે રહેશે નહીં, અને તે હમેશા દુખમય સ્થિતિઓથી ભરેલું છે. અને કોઈ આનંદ નથી.