GU/Prabhupada 0801 - ટેક્નોલોજી એક બ્રાહ્મણ, ક્ષત્રિય, કે વૈશ્યનું કાર્ય નથી



Lecture on SB 1.7.16 -- Vrndavana, September 14, 1976

તો અહિયાં, એક બ્રહ્મબંધુ... અશ્વત્થામા એક બ્રાહ્મણ, દ્રોણાચાર્ય, ને ત્યાં જન્મેલો. પણ તેણે દૌપદીના પાંચ પુત્રોને ખૂબ જ ખરાબ રીતે મારી નાખ્યા હતા, જ્યારે તેઓ ઊંઘતા હતા. તો બ્રાહ્મણની વાત શું કરવી, તે એક ક્ષત્રિય કરતાં પણ નીચો હતો. કારણકે એક ક્ષત્રિય પણ, કોઈ પણ વ્યક્તિને ત્યારે નથી મારતો જ્યારે તે ઊંઘતો હોય. એક ક્ષત્રિય લલકારે છે, તેને શસ્ત્ર આપે છે, અને પછી બે માથી એકની હત્યા થાય છે. તે છે.. તો અહી તે છે બ્રહ્મ બંધો: આતતાયીન: (શ્રી.ભા. ૧.૭.૧૬). આતતાયીન:, ઉગ્રવાદી. જે પણ વ્યક્તિ બીજાની પત્નીનું અપહરણ કરે છે તેને ઉગ્રવાદી કહેવાય છે. જે વ્યક્તિ બીજાના ઘરમાં આગ લગાડે છે, તે ઉગ્રવાદી છે. જે વ્યક્તિ તમને શસ્ત્ર સાથે મારવા માટે આવે છે, તે ઉગ્રવાદી છે. આ રીતે ઉગ્રવાદીની સૂચિ છે. તો ઉગ્રવાદીની હત્યા તરત જ થઈ શકે. જો કોઈ વ્યક્તિ ઉગ્રવાદી હોય, તો ઉગ્રવાદીને મારવામાં કોઈ પાપ નથી. શત્રુ જે ઘરમાં આગ લગાડે છે, ઝેર આપે છે, એકાએક જીવલેણ શસ્ત્રથી વાર કરે છે, ધન લૂંટી લે છે, અથવા ખેતીની જમીન પચાવી લે છે, અથવા બીજાની પત્નીને ફસાવે છે તેને ઉગ્રવાદી કહેવાય છે. બધુ જ... આ વેદિક જ્ઞાન છે. દરેક વસ્તુની વ્યાખ્યા છે.

તો આ અશ્વત્થામા ઉગ્રવાદી હતો. તેથી અર્જુને તેને મારવાનો નિશ્ચય કર્યો. તે છે, જો કે તે બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો હતો... સ્વાભાવિક રીતે એક વ્યક્તિ જે બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો છે તેની પાસેથી બ્રાહ્મણ યોગ્યતા હોવાની આશા રાખવામા આવે છે. તે પ્રશિક્ષણ હતું. બ્રહ્મચારી... સામાન્ય રીતે બ્રાહ્મણપુત્રો, અને ક્ષત્રિય પણ, ખાસ કરીને આ બે કુળો, વૈશ્ય સુધી, તેમને બ્રહ્મચારી સુધીનું પ્રશિક્ષણ મળતું હતું. અને શુદ્રોને કોઈ રુચિ હતી નહીં. દ્વાર દરેક વ્યક્તિ માટે ખુલ્લા છે, પણ નીચલી જ્ઞાતિ, બ્રાહ્મણ અને ક્ષત્રિય સિવાય, તેઓ બ્રહ્મચારી બનવામાં રુચિ નથી રાખતા, કે નથી તેમના માતપિતા રુચિ રાખતા. જેમ કે આપણે આ બ્રહ્મચારી શાળા, અથવા આશ્રમ ખોલી રહ્યા છીએ, પણ મને સંદેહ છે કે આપણને ઘણા બાળકો મળશે કે નહીં. કારણકે આ યુગમાં લોકોને શુદ્ર બનવામાં રુચિ છે. કોઈ વ્યક્તિને બ્રાહ્મણ બનવામાં રુચિ નથી. ટેક્નોલોજી. ટેક્નોલોજી મતલબ શુદ્ર. ટેક્નોલોજી બ્રાહ્મણ, ક્ષત્રિય, અથવા વૈશ્યનું કાર્ય નથી. ના. જેમ કે લુહાર, સોની, સુથાર, કારીગર. આ ટેક્નોલોજી છે. તે શુદ્રો માટે છે. બ્રાહ્મણ, તેમને પ્રશિક્ષણ આપવામાં આવે છે કેવી રીતે સત્યવાદી બનવું, કેવી રીતે ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવું, કેવી રીતે સરળ બનવું, કેવી રીતે સહનશીલ બનવું. આ રીતે. ક્ષત્રિય - કેવી રીતે મજબૂત, સશક્ત, બહાદુર, બનવું, જ્યારે લલકાર હોય ત્યારે ભાગવું નહીં, યુદ્ધમાથી ભાગવું નહીં, જમીનની માલિકી કરવી, રાજ્ય કરવું, ઈશ્વર ભાવશ ચ (ભ.ગી. ૧૮.૪૩), અને દાન. આ ક્ષત્રિય યોગ્યતાઓ છે. ક્ષત્રિયો દ્વારા દાન આપવામાં આવે છે. એવા પણ કિસ્સાઓ છે કે આ દેશમાં મુસ્લિમ રાજાઓ, તે પણ વૃંદાવનમાં દાન, ભૂમિ અને મંદિર આપતા. ઘણા કિસ્સાઓ છે. ઔરંગઝેબે થોડી જમીન આપી હતી. જહાંગીરે થોડી જમીન આપી હતી. હજુ પણ એક મંદિર છે, જે જહાંગીર દ્વારા બનાવવામાં આવ્યું હતું, અને યમુનાની બીજી બાજુ ગામ છે જેનું નામ છે જહાંગીર-પુરા. તે ગામ બ્રાહ્મણોને આપવામાં આવ્યું હતું મંદિરના પાલન માટે. તો દાન, તે ક્ષત્રિયોનું કાર્ય છે, અને યજ્ઞો કરવા, દાન આપવું, રાજ્ય કરવું, યુદ્ધ અને પડકાર છોડીને ભાગવું નહીં, બહુ જ મજબૂત, સશક્ત - આ ક્ષત્રિય યોગ્યતા છે. અને વૈશ્ય યોગ્યતા - ખેતી. કૃષિ. કૃષિ ગોરક્ષ્ય, અને ગાયની રક્ષા. કૃષિ ગોરક્ષ્ય વાણિજ્યમ (ભ.ગી. ૧૮.૪૪). અને જો વધુ છે, તો વાણિજ્ય, વેપાર. નહિતો વેપારનો કોઈ પ્રશ્ન જ નથી. અને વૈશ્ય... અને શુદ્ર, પરિચર્યાત્મકમ (ભ.ગી. ૧૮.૪૪) - કોઈ વળતર માટે કામ કરવું. તે છે આ લુહાર, સોની, વણકર. તમે તેની પાસેથી કોઈ કામ લો અને તેને કઈક ચૂકવો, તેનું પાલન કરો. તે શુદ્ર છે. તો શાસ્ત્રમાં તે કહ્યું છે, કલૌ શુદ્ર સંભવ: કલિયુગમાં લગભગ દરેક વ્યક્તિ શુદ્ર છે. તમે જોશો કે તે લોકો કોઈ નોકરી સ્વીકારવામાં રુચિ ધરાવે છે. જો વ્યક્તિ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો હોય તો પણ, તે સારી નોકરી શોધી રહ્યો છે. તે શુદ્ર માનસિકતા છે. તે બ્રાહ્મણોનું કાર્ય નથી. બ્રાહ્મણ કે ક્ષત્રિયો કે વૈશ્યો કોઇની સેવા સ્વીકારશે નહીં. ફક્ત શુદ્રો.